ગુલામ નબી આઝાદ Ghulam Nabi Azad એ કહ્યું આવું થશે તો નક્કી હુ બીજેપીમાં જોડાઇ જઈશ

    ૧૨-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

ghulam nabi azad_1 &
 
થોડા દિવસ પહેલા જ રાજ્યસભામાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદ ( Ghulam Nabi Azad ) નો કાર્યકાળ પૂર્ણ થયો. તેમાના વિદાઈના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને પક્ષ વિપક્ષના અનેક નેતાઓએ ગુલામ નબીના ખૂબ વખાણ કર્યા.
 
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને પણ પોતાના પ્રવચનમાં ગુલામ નબી આઝાદ( Ghulam Nabi Azad ) ના ખૂબ વખાણ કર્યા. આ વખાણ પછી મીડિયામાં અટકળો શરૂ થઈ હતી કે નક્કી હવે ગુલામ નબી આઝાદ ભાજપમાં જોડાવાના છે. આથી મીડિયા દ્વારા તેમને આ સંદર્ભના પ્રશ્ન પણ પુછવા લાગ્યા હતા, આથી હિન્દુસ્તાન દૈનિક ને આપેલી એક મુલાકાતમાં આ સંદર્ભે ગુલામ નબીએ ખુદ ખુલાસો કર્યો છે.
 
આ મુલાકાતમાં તમણે જણાવ્યું કે “ હું બીજેપીમાં ત્યારે જ જોડાઈશ જ્યારે કાશ્મીરમાં કાળા રંગના બરફની વર્ષા થશે. તેમણે કહ્યું કે બીજેપીમાં જ કેમ? કોઇ અન્ય પક્ષમાં કેમ નહી? જે લોકો ખોટી અફવા ફેલાવી રહ્યા છે તે લોકો મને ઓળખતા નથી. જણાવી દઈએ કે સોમવારે ગુલામ નબી આઝાદ( Ghulam Nabi Azad ) નો રાજ્યસભામાં છેલ્લો દિવસ હશે. તેમનો કાર્યકાળ આ દિવસે પૂર્ણ થાય છે.
 
ઉલ્લેખનીય છે કે ગુલામ નબી જમ્મુ-કાશ્મીરની સીટ પરથી રાજ્યસભામાં આવ્યા હતા. 15 ફેબ્રુઆરી બાદ જમ્મુ અને કાશ્મીરના કોઈ પ્રતિનિધિ નહીં હોય. અહીં હાલમાં 4 રાજ્યસભાની સીટો છે. પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદથી અહીં ચૂંટણી નથી થઈ. તેવામાં હાલમાં રાજ્યસભામાં ત્યાંથી કોઈ સભ્ય નહીં હોય.