Ram Mandir - રામ મંદિર માટે માત્ર એક મહિનામાં આટલા બધા કરોડ રૂપિયા ભેગા થયા છે!

12 Feb 2021 16:15:54

Ram mandir_1  H
 
 
શ્રી રામ જન્મભુમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ (Ram janmabhoomi teerth kshetra trust) ના મહા સચિવ ચંપત રાય ( Champat Ray ) એ જણાવ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ઘન રાશિ એકત્રિત કરવાનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. વર્તમાનમાં દોઢ લાખ કાર્યકર્તાઓની ટીમ ઘન રાશિ એકત્રિત કરવાનું કામ કરી રહી છે. અને આ ટીમ દ્વારા જે રકમ એકત્રિત થાય તેને ૩૭ હજાર સ્વયંસેવકો થકી બેંકમાં જમા કરવામાં આવે છે.
 
શ્રી રામ જન્મભુમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ (Ram janmabhoomi teerth kshetra trust) ના મહા સચિવ ચંપત રાય ( Champat Ray ) ના જણાવ્યા અનુસાર આ સંદર્ભે એકદમ સચોટ અનુમાન લગાવવું મુશ્કેલ છે પણ અત્યાર સુધીમાં રામ મંદિરના નિર્માણ માટે લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયા બેંકમાં જમા થઈ ચુક્યા છે.
 
અનેક દાતાઓ દ્વારા અપાએલી ધનરાશિ હજુ બેંક સુધી પહોંચી પણ નથી કેમ કે આ પ્રક્રિયામાં થોડો સમય લાગે છે. વાત મંદિરની કરીએ તો ૫ મીટરનું ખોદાણ થઈ ચૂક્યું છે. રામ મંદિરની આજુ બાજુમાં જે કન્સ્ટ્રક્શનનું કામ થવાનું છે તેના માટે ટાટા કંસલ્ટેન્સી સાથે કરાર થયો છે. તેમણે જણાવ્યું કે કયુ નિર્માણ ક્યા થવાનું છે? વાસ્તુશાસ્ત્રના આધારે નિર્માણ ક્યા થશે, તેની ડિઝાઈન કેવી રહેશે? તેના માટે પણ નોયડાની એક કંપની સાથે કરાર થયો છે.
 
ચંપત રાયે ( Champat Ray ) આગળ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં કેટલું કલેક્શન થયું તે ન કહી શકાય પણ તમે જેટલું વિચારો છો એટલું તો થઈ ગયું છે. હું પણ જાણ્યા વગર માત્ર અનુમાનના આધારે કહી રહ્યો છું કે ૧૦૦૦ કરોડ બેંક એકાઉન્ટમાં જમા થઈ ગયા હશે.
Powered By Sangraha 9.0