હુમલાખોરો ચાકુથી વાર કરતા રહ્યા અને રિંકુ ( Rinku sharma ) જય શ્રીરામનો નારો લગાવતો રહ્યો

    ૧૨-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

rinku sharma_1   
 
દિલ્લીના મંગોલપુરી વિસ્તારમાં બજરંગ દળ ( bajrang dal) ના એક કાર્યકર્તાની હત્યા કરવામાં આવી છે. હત્યાનો આરોપ લઘુમતી સમાજના ૧૨ કરતા વધારે લોકો પર લાગ્યો છે. મૃતક રિંકુ ( Rinku sharma ) ના પરિવારજનોએ આ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાવી છે જે અંતર્ગત ચાર લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
 
દિલ્લીના મંગોલપુરી (mangolpuri) વિસ્તારમાં કેટલાક યુવાનોએ બજરંગ દળ ( bajrang dal) ના કાર્યકર્તાના ઘરમાં ઘુસી ચાકુ વડે હુમલો કરી તેની હત્યા કરી છે. મૃતકનું નામ રિંકુ શર્મા ( Rinku sharma ) છે અને તેની ઉમર માત્ર ૨૬ વર્ષની હતી. તમને જણાવી દઈએ કે આ ઘટના બાદ પોલીસે કેસ નોંધી ચાર આરોપીઓની ધરપકડ પણ કરી છે.
 
મીડિયાના અહેવાલ પ્રમાણે રિંકુ શર્મા ( Rinku sharma ) પોતાના પરિવાર સાથે મંગોલપુરી (mangolpuri) વિસ્તારમાં રહેતો હતો અને પશ્ચિમ વિહાર સ્થિત એક હોસ્પિટલની લેબોરેટરીમાં લેબ ટેક્નીશિયન તરીકે કામ કરતો હતો. તેના પરિવારમાં માતા રાધાદેવી, પિતા અજય શર્મા ઉપરાંત બે ભાઈ અંકિત અને મનુ શર્મા છે. આ સમગ્ર પરિવાર બજરંગ દળ સાથે જોડાયેલ છે. બજરંગ દળના રાષ્ટ્રહીતના દરેક કાર્યમાં રિંકુ સહીત આખો પરિવાર ભાગ લેતો હતો.
 
મૃતકના ભાઈ અંકિતનું કહેવું છે કે ગયા બુધવારે હુમલાખોરો તેમના ઘરે આવ્યા, દરવાજો ખખડાવ્યો. અમે દરવાજો ખોલ્યો તો હુમલાખોરો ધક્કોમારીને અમારા ઘરમાં ઘુસી ગયા. ઘરમાં તોડફોડ કરી, ગેસના બાટલા વડે ઘર સળગાવાની કોશિશ કરી, અંતે ભાઈ રિંકુને ઘરની બહાર લઈ જઈ તેના પર ચાકુ વડે હુમલો કર્યો અને ફરાર થઈ ગયા. અમે ઘાયલ રિંકુને હોસ્પિટલ લઈ ગયા પણ ત્યાં ગુરૂવારે રાત્રે તેનું અવસાન થયું.
 
મૃતકના પરિવારજનોનું કહેવું છે કે શ્રીરામ જન્મ ભૂમિ મંદિરના નિર્માણ માટે ગયા મહિને આ વિસ્તારમાં એક જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દરમિયાન આ વિસ્તારના કેટલાંક યુવાનો સાથે રિંકુ ( Rinku sharma ) નો ઝઘડો થયો હતો. પરંતું વિસ્તારના કેટલાંક આગેવાનો વચ્ચે પડવાથી આ વાત ત્યાં જ શાંત પડી ગઈ હતી અને સમાધાન થઈ ગયું હતુ. પણ પોલીસનું કહેવું છે કે બુધવારની રાત્રે ઘરની જોડે જ એક જન્મદિવસની ઉજવણી દરમિયાન રિંકુની ચાર હુમલાખોરો સાથે થોડી બોલાચાલી થઈ હતી. આ ઘટના પછી આ હુમલાખોરોએ રિંકુ પર ચાકુ વડે હુમલો કર્યો હતો. આ હુમલાખોરોને પકડી લેવામાં આવ્યા છે.
 

rinku sharma_1   

હુમલાખોરો ચાકુથી વાર કરતા રહ્યા અને રિંકુ ( Rinku sharma ) જય શ્રીરામનો નારો લગાવતો રહ્યો

 
“દિલ્લી જાગરણ”માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે હુમલાખોરો હુમલો કરતા રહ્યા અને રિંકુ ( Rinku sharma ) જય શ્રીરામનો નારો લગાવતો રહ્યો હતો. “દિલ્લી જાગરણ”ના અહેવાલ પ્રમાણે રિંકુએ હત્યારાની બિમાર પત્ની માટે લોહીની જરૂર હતી તો લોહી પણ આપ્યુ હતુ. આ હુમલામાં સામિલ ઇસ્લામની પત્ની દોઢ વર્ષ પહેલા ગર્ભવતી હતી. ત્યારે તેની હાલત ગંભીર બની હતી. તેના ઉપચાર માટે લોહીની જરૂર હતી. આવા સમયે રિંકુ તેની મદદે આવ્યો હતો અને આરોપીની પત્ની માટે લોહી આપ્યું હતું. આટલું જ નહી આરોપીના ભાઈને કોરોના થયો તો રિંકુ જ સૌથી પહેલા તેની મદદે આવ્યો હતો અને હોસ્પિટલમાં દાખલ કરાવવા તેની મદદ કરી હતી. હવે આ મદદનો બદલો રિંકુ ને આ રીતે મળ્યો. રિંકુના વિસ્તારમાં રહેતા લોકોનું પણ કહેવું છે કે રિંકુ એક સારો માણસ હતો તે બીજાને મદદ કરવા હંમેશાં તત્પર રહેતો હતો.
 

હિન્દુ સમાજ Hindu Samaj હવે આવી હિંસાનો સ્વીકાર નહી કરે…

 
વિશ્વ હિન્દુ પરિષદે ( VHP - vishwa hindu parishad ) આ ઘટનાની નીંદા કરી છે. વિશ્વ હીન્દુ પરિષદ ( VHP - vishwa hindu parishad ) ના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી ડૉ. સુરેન્દ્ર જૈને (Vishva Hindu Parishad (VHP) joint General Secretary, Dr Surendra Jain) પણ આ ઘટનાની નીંદા કરી છે અને ઘટનાને દુર્ભાગ્ય પૂર્ણ બતાવી છે. તેમનું કહેવું છે કે રિંકુનો વાંક શું હતો. માત્ર એટલો જ કે એ શ્રી રામ મંદિરના નિર્માણ માટે ઘન સગ્રહ કરી રહ્યો હતો. ગુજરાત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ત્યાર બાદ દિલ્લીમાં જે રીતે શ્રી રામ મંદિર નિર્માણ માટેના નિધિ સમર્પણ કાર્યકમને લોકોનો સાથ મળ્યો છે તે જોઇને કેટલાક શ્રીરામ વિરોધી લોકો અને કેટલાંક મુસ્લિમ નેતાઓ આમાં વૈમનસ્ય પેદા કરવા ઇચ્છે છે. અમે પ્રશાસનને ચેતવણી આપીએ છીએ કે તે હત્યારાઓને પકડે અને તેમને સખત સજા કરવાની વ્યવસ્થા કરે. હિન્દુ સમાજ હવે આવી હિંસાનો સ્વીકાર નહી કરે…