‘ડાર્ક સર્કલ્સ’( Dark circles ) ની સમસ્યા અને આયુર્વેદ Ayurvedic Medicine

14 Feb 2021 17:32:52

dark circles _1 &nbs 
 
 
આમ, જોવા જઈએ તો આ ‘ડાર્ક સર્કલ્સ’( Dark circles ) માટે આયુર્વેદ ( Ayurved ) માં ઘણાં બધાં કારણો દર્શાવ્યાં છે, પરંતુ આંખો નીચે કાળાં કુંડાળાં ( Dark circles ) ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ, ‘અગ્નિમાંદ્ય’ છે, તેવું આયુર્વેદ માને છે. ‘અગ્નિ’ની વિકૃતિથી ક્રમશ: બનતી રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજજા અને શુક્ર જેવી ધાતુઓનું નિર્માણ યોગ્ય રીતે થઈ શકતું નથી. પુરુષોમાં પણ આ પ્રકારનાં આંખો નીચે કાળાં કુંડાળાંની સમસ્યા આજ-કાલ ખૂબ જોવા મળી રહી છે. જે માટે શુક્રધાતુનો અત્યધિક વ્યય, હસ્તમૈથુન, અત્યધિક કામુક્તા તેમજ અંત:સ્રાવોની વધ-ઘટ આ માટે જવાબદાર ગણી શકાય છે.

સારવાર : Ayurvedic medicine for dark circles gujarati

આયુર્વેદ ( Ayurved ) મુજબ નિદાનોક્ત કારણોનો ત્યાગ કરવો છે. અત્યધિક ચિંતા, ક્રોધ, શોક વગેરેનો ત્યાગ કરી હોર્મોન્સને બેલેન્સમાં રાખવાના પ્રયત્નો કરવા. ત્યારબાદ મૃદુ વિરેચન ઔષધોથી કોષ્ઠશુદ્ધિ કરી દીપન-પાચન ઔષધિઓ દ્વારા અગ્નિને પ્રદીપ્ત કરવો જોઈએ અને ત્યારબાદ ઔષધોપચાર શરૂ કરવો જોઈએ. દીપન-પાચન ઔષધોમાં ચિત્રકાદિવટી ૨ ગોળી ૨ વાર અથવા અગ્નિતુંડી વટી બે ગોળી બે વાર આપવી જોઈએ. ત્યારબાદ રક્તને શુદ્ધ કરવા માટે મહામંજીષ્ઠાદિ ક્વાથ ૫ મિલિ રોજ સવારે ભૂખ્યા પેટે લેવું. ખદિરારિષ્ટ, સારિવાદ્યાસવ વગેરે પણ વૈદ્યની સલાહ મુજબ લઈ શકાય છે. આ ઉપરાંત પંચનિમ્બાદિ ચૂર્ણ ૨ ગ્રામ - ૨ વાર ખાલી પેટે લેવું. ગંધક રસાયન, કૈશોર ગૂગળ, સારીવાદીવટી વગેરે ઔષધો પણ વૈદ્યની સલાહ મુજબ લઈ શકાય છે.
 
લોહીની કમીથી પણ ડાર્ક સર્કલ્સ’( Dark circles ) ની સમસ્યા સર્જાઈ શકતી હોઈ લોહાસવ, નવાયસ લોહ, પુનર્નવા મંડૂર, સપ્તામૃતલોહ વગેરે ઔષધો અલ્પ માત્રામાં શરૂ કરી શકાય છે. આ ઉપરાંત આરોગ્યવર્ધિની વટી, ચંદ્રપ્રભાવટી વગેરેનો ઉપયોગ પણ નિષ્ણાતની સલાહ મુજબ કરી શકાય છે. આ ઉપરાંત સ્થાનિક પ્રયોગોમાં કેટલાક ખૂબ સરળ ઘરગથ્થુ ઉપચારો સૂચવું છું, જેનો પ્રયોગ પણ વાચકમિત્રોને ફાયદાકારક સાબિત થશે, 

આટલું જરૂર કરો । Ayurvedic medicine for dark circles gujarati

 
(૧) વડ, કે પીપળાની છાલને કાચા દૂધમાં પીસીને આંખો નીચે તેનો લેપ કરવો. આ પ્રયોગ ઓછામાં ઓછું ૧ મહિનો તો અવશ્ય કરવો. (૨) જાયફળને પાણી સાથે પીસીને કાળા-કુંડાળાવાળા ભાગ પર ૫ થી ૧૦ મિનિટ સુધી લેપ કરવો. (૩) નિયમિત પ્રાણાયામ કરવાની ટેવ રાખવી. જેથી શરીરમાં વધુ ને વધુ ઑક્સિજન પહોંચે અને હોર્મોન્સનું બેલેન્સ પણ જળવાઈ રહે.
 
આ ઉપરાંત પ્રોટીન અને વિટામિન જેવાં તત્ત્વોથી ભરપૂર ભોજન કરવું. આહારમાં લીલા શાકભાજી, લોહતત્ત્વ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે તત્ત્વોનો પ્રચુર પ્રમાણમાં ઉપયોગ કરવો અને ખૂબ વધારે પાણી પીવાની આદત રાખવી. ચિંતારહિત જીવન, પર્યાપ્ત નિદ્રા અને સંયમિત જીવનશૈલી આંખો નીચે થતા ‘ડાર્ક સર્કલ્સ’( Dark circles ) ની સમસ્યામાંથી અવશ્ય મુક્તિ અપાવે છે.
 
- જ્હાન્વી ભટ્ટ (વૈદ્ય)
Powered By Sangraha 9.0