આજીનોમોટો Ajinomoto નામ તો સાંભળ્યું જ હશે હવે તેને ઓળખી લો, નક્કી ખાવાનું બંધ કરી દેશો

    ૧૫-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

Ajinomoto_1  H  
 
 
 
આજીનોમોટો ( Ajinomoto) તમે વિચારો તેના કરતાં ખુબ જ જોખમી તેને ઓળખી લો, નક્કી ખાવાનું બંધ કરી દેશો
 
 
આજીનોમોટો ( Ajinomoto). આ નામ સાંભળ્યું છે? હા, કદાચ સાંભળ્યુ જ હશે. સ્વાદના શોખીનોને કદાચ નહી ખબર હોય કે સ્વાદહિન ભોજન હોય અને તમારી જીભને ઉલ્લુ બનાવી તેને સ્વાદવાળુ ભોજન લગાડવું હોય એટલે ભોજનમાં થોડો આ આજીનોમોટો નાખી દો. આવું કરવાથી ખરાબ ભોજન સ્વાદવાળુ નહી બની જાય પણ તમને તે ભોજન સ્વાદવાળું જરૂર લાગવા લાગશે.
 
તમને જણાવી દઈએ કે આજે હોટલથી લઈને દરેક ચાઈનીઝ લારી સુધી આ આજીનોમોટો ( Ajinomoto ) બેરોકટોક પરાય છે. ઉલ્લેખનીય વાત એ છે કે આરોગ્યના જાણાકારો કહે છે કે આ એક ધીમું ઝેર છે જેનું પ્રમાણ વધતા તે શરીરને નુકસાન પહોંચાડી શકે છે.
 

શું છે આ આજીનોમોટો ( Ajinomoto )

 
આજીનોમોટો ( Ajinomoto ) એટલે એવું કહી શકાય કે એક ખાદ્ય કેમિકલ-રસાયણ. જેનું મૂળ નામ છે મોનોસોડિયમ ગ્લુટામેટ (એમ.સેસ.જી). આપણે તેને આજીનોમોટો કહીએ છીએ કેમ કે તેનું ઉત્પાદન કરનારી કંપનીનું નામ આજીનોમોટો છે. આપણે આ રસાયણને તેની કંપનીના નામે ઓળખીએ છીએ.
 

આ ( Ajinomoto ) કેમિકલ કેમ શોધાયુ?

 
તો સ્વાદ માટે શોધવામાં આવ્યું છે આ કેમિકલ. સ્વાદના પ્રકાર કેટલા એ પૂછવામાં આવે તો આપણે કહીશું કે તીખો, ગળ્યો, ખાટો, કડવો, ખારો, તુરો….આ ખોરાકના મુખ્ય સ્વાદ છે. જે કુદરતી છે. હવે આના પરથી જાપાનના એક વિજ્ઞાનીને લાગ્યું કે એક નવા સ્વાદની જરૂર છે, એક એવો સ્વાદ શોધવો છે જે કોઇ પણ ભોજનમાં ઉમેરવામાં આવે તો તે ચટાકેદાર ભોજન બની જાય. એટલે જાપાનના આ વિજ્ઞાનીએ એક “ઉમામી”નામનું રસાયણ શોધ્યું. જેને પાછળથી મોનોસોડિયમ ગ્લુટામેટ (એમ.સેસ.જી) ( Monosodium glutamate (MSG) ) નામ અપાયું. આ વિજ્ઞાની એટલે જાપાના ડૉ. ઈકેડી. આ રસાયણા એવું છે કેજે સ્વાદ વગરના ભોજનમાં ઉમેરવામાં આવે તો તે સ્વાદવાળું લાગવા લાગે.
 
ડો.ઇકેડીએ થોડા વર્ષો પછી સુઝુકી ફાર્માસ્યુટિકલ્સ કંપનીના માલિક એસ.સુઝુકી સાથે કરાર કર્યો. આ કંપનીને મોનોસોડિયમ ગ્લુટામેટના ઉત્પાદન અને વેંચાણના હકો એણે વેચી નાખ્યા. ત્યાર પછી એસ.સુઝુકીએ મોનોસોડિયમ ગ્લુટામેટનું ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવા અને દુનિયાભરના ઘર અને હોટલના રસોડામાં તેને પહોંચાડવા જાપાનના ટોકિયો શહેરમાં ‘આજીનોમોટો’ નામથી એક કંપનીની સ્થાપના કરી.
 
આજે આ કંપની તેના કાર્યમાં સફળ થઈ છે. આજીનોમોટો આજે આજે લગભગ મોટાભાગના ભોજન સુધી પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે આજીનોમોટો કંપનીની આજે દુનિયાભરમાં ૧૪૧ જેટલી કંપનીઓ છે અને ૩૫ જેટલા દેશોમાં તેના આ રસાયણનું વેચાણ થાય છે. વર્તમાનમાં ખૂબ મોટા પ્રમાણમા મોનોસોડિયમ ગ્લુટામેટ ( Monosodium glutamate (MSG) ) નું ઉત્પાદન આ કંપની દ્વારા થઈ રહ્યું છે અને એશિયા સહિત દુનિયાના અનેક દેશોમાં લગભગ મોટાભાગની ખાણીપીણીની લારીઓથી લઈને મોટાભાગના રેસ્ટોરન્ટ, ધાબાઓ સહિત ફાઇવસ્ટાર હોટેલ્સમાં અને કેટરિંગ સર્વિસમાં પણ ભોજનને ચટાકેદાર બનાવવા માટે આ કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આપણા ઘરમાં કોઇ પ્રસંગ હોય તો પ્રસંગની રસોઇમાં પણ રસોઇયો આ આજીનોમોટો નાંખતા થઈ ગયા છે.
 

Ajinomoto_1  H  
 
અહીં પ્રશ્ન એ થાય કે આજીનામોટા ( Ajinomoto ) નો ઉપયોગ વધી રહ્યો છે તો એમા ચિંતા જનક વાત શું છે? ખાવાની જ વસ્તું છે ને? હા એવું કહેવાઈ રહ્યું છે કે આ ખાવાની વસ્તું છે અને ગૂગલ જણાવે છે કે આ શેરડીના રસ અને અન્ય વસ્તુમાંથી બનાવવામાં આવે છે. ગૂગલ એવું પણ કહે છે કે આ સમુદ્રી વનસ્પતિ, માછલી અને માંસમાંથી બનાવવામાં આવે છે. ટૂંકમાં ખૂબ અસમંજસ છે. સ્વષ્ટ વાત એ છે આ એક કેમિકલ છે જે ભોજનને ચટાકેદાર બનાવવા વાપરવામાં આવે છે. અને જાણકારો માને છે આ શરીર માટે હાનિકારક છે.
 

તમને ખબર છે ક્યાં ક્યાં વપરાય છે આજીનોમોટો ( Ajinomoto ) ?

 
આજીનોમોટો ( Monosodium glutamate) ધરાવતી વસ્તુઓ વેફર જેવા તૈયાર ખોરાકના પેકેટ, સૂકવેલા સૂપના પેકેટ, સૂકવેલી ગ્રેવીના પેકેટ, ઈન્સ્ટન્ટ નૂડલ્સ અને કપ નૂડલ્સ, તમામ પ્રકારના સોસ, ટોમેટો કેચઅપ, બટાકાની વેફર, સોયા સોસ, ડબ્બાબંધ તમામ ખોરાક, ચાઈનીઝ સહિતની લગભગ તમામ ફાસ્ટફૂડ…આ તો માત્ર ઉદાહરણ છે, બાકી આ લિસ્ટ ખૂબ લાંબું છે.
 

સૌથી વધુ વપરાય છે ચાઇનીઝમાં…

 
મંચુરીયન, ન્યુડલ્સ,…..જેટલી પણ આ ચાઇનીઝ આઈટમ છે ત આજીનોમોટો ( Ajinomoto ) વગર બની શકતી નથી. જો આ વાનગીમાં આ રસાયણ ન ઉમેરવામાં આવે તો તમે તેને ખાઈ જ ન શકો. અટલે જો ચાઈનીઝ આઈટમ ખાવાના રસિયા હોવ તો હવે ચેતી જજો…
 

નિષ્ણાતો શું કહે છે

 
એકવર્ષના બાળકોથી આજીનોમોટો ( Ajinomoto ) દૂર રાખવો જોઇએ એવી જોગવાઈ છે. આનો મતલબ શું થાય? કંઇક તો ગરબડ છે. આજીનોમોટો ખાવાથી પેટા અને આંતરડા સંબધીત રોગ થવાની શક્યતા ઘણી રહે છે. ગર્ભવતી મહિલોઓએ તો આજીનોમોટોનું સેવન ન જ કરવું જોઇએ. આજીનોમોટો ( Ajinomoto ) વધારે ખાવાથી માંથાનો દુઃખાવો રહેવો, ચહેરાની સ્કિન થઈને હ્યદય સુધી તેની ખરાબ અસર થાય છે.