એલેક્સી નવેલની Alexei Navalny | Rasiya નો એક યુટ્યુબર Youtuber જે પુતિન Vladimir Putin સરકાર માટે માથાના દુ:ખાવા જેવો સાબિત થઈ રહ્યો છે

    ૧૬-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

 Alexei Navalny _1 &
 
 
રુસ ( Rasiya ) નાં તમામ ૧૧ ક્ષેત્રોમાં લોકો એલેક્સી નવેલની (Alexei Navalny ) ના સમર્થનમાં બહાર નીકળી રહ્યા છે. ત્યાં સુધી કે વિશ્ર્વના સૌથી ઠંડા પ્રદેશ પાકુત્સ્ક કે જ્યાં હાલ શૂન્યથી ૫૦ ડિગ્રી સેલ્સિયસ નીચા તાપમાનમાં પણ સેંકડો લોકો પુતિન (Vladimir Putin ) સરકારવિરોધી પ્રદર્શનિમાં સામેલ થઈ રહ્યાં છે. હાલ અહીંના નાનાં મોટાં ૧૨૦થી વધારે શહેરો અને કસબામાં જોરદાર વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યાં છે.
 
રુસ ( Rasiya ) હાલ ઐતિહાસિક પ્રદર્શનોનો સામનો કરી રહ્યું છે. વિપક્ષી નેતા એલેક્સી નવેલ (Alexei Navalny ) ની ધરપકડ કરાયા બાદ અહીંના શહેરે-શહેરમાં લાખો લોકો રસ્તાઓ પર ઊતરી આવ્યા છે. અત્યાર સુધી લગભગ ૪૦૦૦થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. અનેક સ્થળો પર પ્રદર્શનકારીઓ સાથે હિંસા પણ થઈ હોવાના અહેવાલો છે, છતાં સરકાર વિરોધી પ્રદર્શનો અટકવાનું નામ લઈ રહ્યાં નથી. પરિણામે અમેરિકા જેવી મહાસત્તાને પણ ન ગાંઠનાર રુસ ( Rasiya ) સરકાર પર ચિંતાનાં વાદળો ઘેરાયાં છે. પહેલાં જાણીએ કેમ થઈ રહ્યાં છે આ પ્રદર્શનો.
 
રુસ ( Rasiya ) માં રસ્તા પર ઊતરી આવેલા પ્રદર્શનકારીઓ અહીંના મુખ્ય વિપક્ષી નેતા એવા એલેક્સી નવેલને (Alexei Navalny ) મુક્ત કરવાની માંગણી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રુસ સરકારની ઉપરવટ જઈ તેઓ જર્મનીથી રુસ પરત ફર્યા હતા. જ્યાં એરપોર્ટ પર જ તેમની ધરપકડ કરી લઈ જેલમાં મોકલી દેવાયા હતા. રુસ સરકાર ( Vladimir Putin Government ) કહે છે કે એલેક્સી નવેલની પાછલા અપરાધિક મામલામાં ધરપકડ બાદ મળેલી જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યું છે, પરંતુ નવેલની (Alexei Navalny )અને સમર્થકે તેમના પર લગાવાયેલા આ આરોપ રાજનીતિથી પ્રેરિત હોવાનું કહી તેનો વિરોધ કરી રહ્યા છે. તેઓ પુતિન સરકાર પર આરોપ લગાવી રહ્યા છે કે તે ગમે તેમ કરી નવેલનીને જેલમાં પૂરી રાખવા માગે છે, જેથી કરીને પુતિન સરકાર ( Vladimir Putin Government ) ના ભ્રષ્ટાચાર અને કૌભાંડો બહાર ન આવી શકે.
 
ઉલ્લેખનીય છે કે શરૂ શરૂમાં તો પુતિન સરકાર( Vladimir Putin Government ) નવેલનીને માત્ર એક એવા બ્લોગર (Blogger) જેને રુસમાં કોઈ જ ઓળખતું નથીનું કહી નજરઅંદાજ કરતી રહી અને નકારતી રહી. વ્લાદીમીર પુતિન તો જાહેરમાં તેમનું નામ પણ લેવાનું જરૂરી નહોતા માનતા, પરંતુ જે રીતે નવેલનીની વાત રુસના લોકો સાંભળી તેનું સમર્થન કરી રહ્યા છે તે જોતાં હવે સરકારે તેમના આરોપોના જવાબ આપવા પડી રહ્યા છે.
 

અનેક રીતે અલગ છે હાલ થઈ રહેલાં પ્રદર્શનો

 
રુસમાં ૨૩ જાન્યુઆરી બાદ શરૂ થયેલાં સરકારવિરોધી પ્રદર્શનો જે રીતે એક પછી એક સમગ્ર રુસનાં શહેરોમાં ફેલાઈ રહ્યાં છે તે જોતાં એક વાત સ્પષ્ટ છે કે, હાલની સરકારવિરોધી પ્રદર્શનો રુસનાં સૌથી મોટાં પ્રદર્શનોમાં એક છે. કારણ કે આ પ્રદર્શનો હવે માત્ર મોસ્કો અને સેન્ટ પીટસબર્ગ જેવાં મોટાં અને મુખ્ય શહેરો પૂરતાં જ સીમિત રહ્યાં નથી. રુસનાં તમામ ૧૧ ક્ષેત્રોમાં લોકો એલેક્સી નવેલની (Alexei Navalny )ના સમર્થનમાં બહાર નીકળી રહ્યા છે. ત્યાં સુધી કે વિશ્ર્વના સૌથી ઠંડા પ્રદેશ પાકુત્સ્ક કે જ્યાં હાલ શૂન્યથી ૫૦ ડિગ્રી સેલ્સિયસ નીચા તાપમાનમાં પણ સેંકડો લોકો પુતિન સરકાર ( Vladimir Putin Government ) વિરોધી પ્રદર્શનિમાં સામેલ થઈ રહ્યાં છે. હાલ અહીંના નાનાં મોટાં ૧૨૦થી વધારે શહેરો અને કસબામાં જોરદાર વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યાં છે અને લોકજુવાળ જોતાં એવું લાગી રહ્યું છે કે આવનાર સમયમાં પુતિન સરકારવિરોધી આ આંદોલનો દેશના મોટાભાગના વિસ્તારમાં ફેલાઈ શકે છે. પ્રદર્શનકારીઓની એક જ માંગ છે કે એલેક્સી નવેલનીને મુક્ત કરો.
 

કોણ છે... એલેક્સી નવેલની (Alexei Navalny )

 
એલેક્સી નવેલની (Alexei Navalny ) રુસના એક વિપક્ષી કાર્યકર છે. તેઓએ પુતિન સરકાર ( Vladimir Putin Government ) ના કથિત ભ્રષ્ટાચારના અનેક મોટા અને ગંભીર મામલા બહાર લાવી રુસના લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તેમની યુટ્યુબ ચેનલ (Youtube Channel) પર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધી ૧૦૦ કરોડથી વધુ વાર જોવાઈ ચુક્યા છે. તેઓએ સીધેસીધો જ રાષ્ટપતિ પુતિનને ( Vladimir putin ) પડકાર ફેંક્યો છે કે તેમણે સત્તાનો દુરુપયોગ કરી તેમના દોસ્તોને ફાયદો કરાવ્યો છે. તેઓ ખુલ્લેઆમ રુસના સૌથી મોટા રાજકીય પક્ષ પુતિનના પક્ષ યુનાઈટેડ રશિયાને ઠગો અને ચોરોનો પક્ષ ગણાવે છે અને પુતિનના ભ્રષ્ટાચારો પર અનેક ફિલ્મો બનાવી યુટ્યુબ (Youtube) પર અપલોડ કરે છે. તેઓએ રુસમાં એવું આખું નેટવર્ક ઊભું કરી દીધું છે. જે લોકો સ્થાનિક મુદ્દા ઉઠાવે છે અને તેના પર પ્રદર્શનો કરે છે તેને જ કારણે હવે પુતિનનો પક્ષ તેમને પોતાના માટે મોટો ખતરો ગણવા લાગ્યો છે. એટલું જ નહીં તેઓ રુસની રાજનીતિમાં પારદર્શિતાની માંગ ઉઠાવે છે. ૨૦૧૩માં તેઓ મોસ્કોના મેયર પદની ચૂંટણીમાં બીજા નંબરે આવ્યા ત્યાર બાદ તેઓએ રાષ્ટપતિ પદની ચૂંટણી લડવાની જાહેરાત કરી, પરંતુ રુસ સરકારે ( Vladimir Putin Government ) તેમના પર અપરાધિક કેસો દાખલ છે નું કહી તેમની ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવી દીધા.
 

ખતરનાક ઝેર આપી જીવ લેવાની કોશિશ

 
ઓગસ્ટ ૨૦૨૦માં નવેલની સાઈબેરિયાના પ્રવાસે રુસ સરકાર ( Vladimir Putin Government ) વિરુદ્ધના વધુ એક કથિત ભ્રષ્ટાચારને લઈ સંશોધનાત્મક અહેવાલ બનાવી રહ્યા હતા ત્યારે તેમને ઝેર આપવામાં આવ્યું હતું. જેમાં તેઓ માંડ માંડ બચ્યા હતા. બાદમાં તેમને સારવાર માટે જર્મની લાવવામાં આવ્યા, જ્યાં રિપોર્ટમાં બહાર આવ્યું કે તેમને રુસમાં બનેલા નર્વ એજન્ટ નોવિચોક નામનું ઝેર આપવામાં આવ્યું હતું. નવેલની (Alexei Navalny )એ તેનો આરોપ રુસની જાસૂસી સંસ્થાઓ પર લગાવ્યો. તેમના દાવાના સમર્થનમાં તેઓએ રુસની જાસૂસી સંસ્થા એફએસબીના એક અધિકારી સાથે પોતાની વાતચીતનો રેકોર્ડ કરેલ ઓડિયો પણ યૂટ્યૂબ ચેનલ (Youtube channel ) પર પોસ્ટ કર્યો હતો, જેમાં કોસ્ટેટિન કુદર્યાવત્સેવ નામનો રુસી જાસૂસ એ વાત સ્વીકારી રહ્યો છે કે તેમના અંડર પેન્ટમાં નોવિચોક એજન્ટ નામનું ખતરનાક ઝેર રાખવામાં આવ્યું હતું. જાસૂસ તેમને ચેતવી પણ રહ્યો છે કે, રુસમાં પરત ફરવું તમારા માટે જોખમી છે.
 

 Alexei Navalny _1 & 
 

પુતિન ( Vladimir putin ) ના આલિશાન મહેલના વીડિયોએ રુસમાં વાવાઝોડું સર્જ્યું છે

 
જાસૂસની વાતને ધરાર નજરઅંદાજ કરી નવેલની તાજેતરમાં જ બર્લિનથી મોસ્કો આવ્યા હતા. તેમની મોસ્કો હવાઈ મથક પર જ ધરપકડ કરી લેવામાં આવી અને પોલીસ સ્ટેશનમાં જ બનેલી એક સચ્ચાઈ કોર્ટ દ્વારા તેમને ૨ ફેબ્રુઆરી સુધી રિમાંડ પર મોકલી દેવામાં આવ્યા હતા. નવેલની હજુ સુધી જેલમાં જ છે. તેમના સમર્થકોનું કહેવું છે કે, રુસમાં નવેલનીની નિષ્પક્ષ સુનવણી શક્ય નથી અને રુસના લોકોને રસ્તાઓ પર ઊતરી આવી નવેલની (Alexei Navalny )ને કેદમાંથી મુક્ત કરવા સરકાર પર દબાણ લગાવવાની ભાવુક અપીલ કરી હતી. આ સમયગાળા દરમિયાન જ નવેલનીની ટીમે વધુ એક સંશોધનાત્મક રિપોર્ટનો વીડિયો બનાવી યુટ્યુબ પર અપલોડ કર્યો હતો. વીડિયોમાં એક આલિશાન મહેલ બતાવવામાં આવ્યા છે, જેને પુતિન ( Vladimir putin ) નો મહેલ બતાવવામાં આવી રહ્યો છે અને આરોપ લગાવાઈ રહ્યો છે કે પુતિન ( Vladimir putin ) ના દોસ્તો દ્વારા પોતાની કાળી કમાણી દ્વારા પુતિન માટે આ આલિશાન મહેલ બનાવવામાં આવ્યો છે. વીડિયોમાં મહેલની અંદરની અને બહારની આંખોને આંજી નાખતી ભવ્યતા વિષે પણ જણાવવામાં આવ્યું છે. આ વીડિયો યુટ્યુબ પર દસ કરોડથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને રુસના ટિકટોક પર પણ આ વીડિયો સનસની મચાવી રહ્યો છે.
 
વીડિયો વાયરલ (Viral Video ) થયા બાદ રુસમાં પુતિન સરકાર ( Vladimir Putin Government ) વિરુદ્ધ રીતસરનું વાવાઝોડું સર્જાયું છે. ખાસ કરીને યુવાવર્ગમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આંદોલનમાં એ પેઢી વધુ સક્રિય છે જે પાંત્રીસ વર્ષથી નીચે છે. એટલે કે સાલ ૨૦૦૦માં પુતિન સરકાર સત્તામાં આવ્યા બાદ આ પેઢી યુવાન થઈ છે. એલેક્સી નવેલની ખુદ ૪૪ વર્ષના છે. તેથી તેમની અપીલની અસર અહીંની યુવાપેઢી પર વધારે થઈ રહી છે. અહીંના યુવાઓ અને ટિકટોક (Tik Tok) નો ઉપયોગ કરતા કિશોરો પણ પુતિન ( Vladimir putin ) ના આ કથિત મહેલની તપાસની માંગણી કરી રહ્યા છે.
 

પુતિન સરકાર ( Vladimir Putin Government ) માટે કટોકટીનો સમય

 
પુતિન ( Vladimir putin ) ના કથિક વૈભવી મહેલનો વીડિયો સામે આવ્યા બાદ હમણાં સુધી નવેલની (Alexei Navalny )ની ધરાર અવગણના કરી રહેલા રાષ્ટપતિ પુતિનને પણ સામે આવી કહેવું પડ્યું છે કે આ મહેલ મારો હોવાની વાત તદ્દન ખોટી છે અને મારા વિરુદ્ધ જે પ્રદર્શનોની વાત થઈ રહી છે તેને વધારી-ચડાવીને કરવામાં આવી રહી છે. પુતિન સરકાર ( Vladimir Putin Government ) નવેલનીની હત્યા કરાવવા માંગતી હોવાના આરોપોનું પણ ખંડન કર્યું છે અને કહ્યું છે કે, સરકાર જો નવેલનીની હત્યા કરાવવા માગતી હોત તો તે કામ ક્યારનુંય પૂરું થઈ ગયું હોત. અમે તેમને કાનૂનમાં રહેવાની અને જે શરતો પર જમાનત મળી છે તેનું પાલન કરવાની અનેક અપીલ કરી હતી, પરંતુ નવેલનીએ અમારી વાત ન માની ને અમારે તેમની ધરપકડ કરવી પડી.
 
પરંતુ જે રીતે પુતિન સરકાર ( Vladimir Putin Government ) નવેલની (Alexei Navalny )ને લઈને સાવધાનીનાં પગલાં લઈ રહી છે તે જોતાં એ સ્પષ્ટ છે કે ૪૪ વર્ષના આ યુટ્યુબરે શક્તિશાળી પુતિન સરકારને ફફડાવી મૂકી છે. માટે જ તો સરકાર તેમને જે એરપોર્ટ પર ઊતરવાનું હતું, તેમાં છેલ્લા સમયે પરિવર્તન કરી દીધું અને તરત જ દંગાવિરોધી પોલીસદળો પણ ગોઠવી દીધાં અને તેમની ધરપકડ બાદ પ્રદર્શનોને ડામી દેવાના હરેક અખતરા અજમાવી રહી છે. જે સાબિત કરે છે કે પુતિન સરકાર નવેલનીને કેટલી ગંભીરતાથી લઈ રહી છે.
 
નવેલની હાલ પુતિન સરકાર ( Vladimir Putin Government ) માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યા છે. જો કે કેદમાં તેમને કંઈક થઈ ગયું તો સમગ્ર દેશમાં અરાજકતા ફેલાવાની સાથે આંતરરાષ્ટીય પ્રતિબંધોનો પણ ડર પણ સતાવી રહ્યો છે. જો તેમને બહાર કાઢવામાં આવે તો તે સ્થાનીય અને રાષ્ટીય ચૂંટણીઓમાં મોટો પડકાર સાબિત થઈ શકે છે. ત્યારે હવે પુતિન સરકાર માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવ્યા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી. પુતિન સરકારનાં પગલાં હવે લોકોનું નવેલનીને કેટલી હદ સુધી સમર્થન મળે છે તેના પર નિર્ભર છે. એ જે પણ હોય પરંતુ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે નવેલની અને તેમની ટીમે રુસમાં એ કરી બતાવ્યું છે. જે કેટલાક દિવસો પહેલા અસંભવ જણાતું હતું જેની અસર પણ રુસના સરકારી માધ્યમોમાં સ્પષ્ટ વર્તાઈ રહી છે.