Fake vaccine | ચીનના આ વ્યક્તિએ પાણી અને મીઠામાંથી આ રીતે બનાવી કોરોનાની નકલી રસી વેક્સિન

18 Feb 2021 12:06:26

Fake vaccine_1  
 
 
Fake vaccine | China | મીડિયા રીપોર્ટ પ્રમાણે ચીની અધિકારીઓએ નકલી કોરોના વેક્સિન ( Fake vaccine ) બનાવવા બાબતે કોંગ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિ નકલી વેક્સિન ( Fake vaccine ) બનાવવાના ધંધાનો મુખ્ય માણસ કહેવામાં આવે છે. પૂછતાછ કરતા જાણવા મળ્યું છે કે કોરોનાકાળ દરમિયાન આરોપીએ વેક્સીનની આડમાં કરોડો રૂપિયાની કમાણી કરી છે
 
દુનિયાને કોરોનાની મહામારી આપનાર ચીને હવે કોરોનાની વેક્સિનને લઈને ગરબડ કરી છે. ચીનમાં નકલી કોવિડ વેક્સિન ( Fake covid vaccine ) ના ધંધાનો પર્દાફાસ થયો છે. આરોપ છે કે એક કોંગ નામના વ્યક્તિએ સલાઇન અને મિનરલ વોટરના મિશ્રણને કોરોના વેક્સિન કહી તેના ૫૮૦૦૦ ડોજ બનાવ્યા અને તેને એન્ટી કોવિડ વેક્સિન દર્શાવી અનેક હોસ્પિટલ અને અનેક વિસ્તારમાં વેચી પણ માર્યા.
 
મીડિયા રીપોર્ટ પ્રમાણે ચીની અધિકારીઓએ નકલી કોરોના વેક્સિન ( Fake covid vaccine ) બનાવવા બાબતે કોંગ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિ નકલી વેક્સિન બનાવવાના ધંધાનો મુખ્ય માણસ કહેવામાં આવે છે. પૂછતાછ કરતા જાણવા મળ્યું છે કે કોરોનાકાળ દરમિયાન આરોપીએ વેક્સીનની આડમાં કરોડો રૂપિયાની કમાણી કરી છે
 
ડેલી મેલમાં પ્રકાશિત થયેલી એકે રીપોર્ટ પ્રમાણે આ સમગ્ર ધંધામાંથી કોંગની ગેંગે લગભગ ૨૦ કરોડ ૧૭ લાખ રૂપિયાની કમાણી કરી છે. નકલી વેક્સિનના ( Fake covid vaccine ) આ કોંભાંડમાં અત્યાર સુધીમાં ૭૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ બાબતે કુલ ૨૧ જેટલા કેસ થયા છે. ચીનની રાજધાની બેઈજિંગ સહીત અનેક પ્રાંતોમાં પોલીસ જુદી જુદી જગ્યાએ રેડ પાડી રહી છે અને સંદિગ્ધ વ્યક્તિઓની ધરપકડ કરી રહી છે.
 
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોકો નકલી વેક્સિન ( Fake covid vaccine ) વેચવાના ધંધામાં લાગેલા હતા. બજારમાંથી મીઠુ અને મિનલર વોટર ખરીદી તેનું યોગ્ય મિશ્રણ કરી તેના ડોજ ઇન્જેક્સન બનાવી તેને વેચી આ ગેંગ મોટા પાયે પૈસા કમાતી હતી. કોરોના વેક્સિનના નામે આ ગેંગે મોટી સંખ્યામાં કોવિડ-વેક્સિનના આ નકલી ડોજ વેચ્યા અને કરોડો રૂપિયાની કમાણી કરી.
 
રીપોર્ટ પ્રમાણે કોરોના માહામારીના કારણે સમાજમાં તેનો ડર ફેલાયેલો હતો તેનો ફાયદો ઉઠાવવાની કોશિશ કોંગની ટીમે કરી અને કરોડોની કમાણી કરી. ઉલ્લેખનીય વાત એ છે કે લોકોએ પણ કોંગની આ નકલી વેક્સિન પર ભરોશો કર્યો અને મોટી કિંમત પણ ચૂકવી.
 
૩૩ વર્ષના કોંગ અને તેના સાથીઓએ એક પ્લાનિંગ સાથે આ કૌભાંડ કર્યુ હતુ. લોકોને શંકા ન પડે એ માટે તેમણે અસલી ડોજ લાગે તેવી રીતે જ તેનું પેકિંગ કર્યુ હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોકોએ ૬૦૦ જેટલી નકલી વેક્સિનના ડોજ વેચાણ અર્થે હોંગકોંગમાં પણ મોકલ્યા છે.
 
ચીન ( China ) માં છેલ્લા અનેક મહીનાથી ચાલતા આ રેકેટનો પર્દાફાશ અધિકારીઓએ ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ કર્યો છે. આ સંદર્ભે શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
Powered By Sangraha 9.0