એક દિવસમાં ૫૦૦૦ કરતા વધારે કોરોનાના Coronavirus કેસ આવતા મહારાષ્ટ્રના આ વિસ્તારમાં ફરી લોકડાઉન Lockdown

19 Feb 2021 12:03:03

lockdown_1  H x
 
 
મહારાષ્ટ્ર સરકારે ગુરૂવારે એટલે કે ૧૮ ફેબ્રુઆરીના રોજ કોરોના વાઈરસ ( Coronavirus ) ના કેસમાં વધારો થતા અનેક વિસ્તારોમાં ફરી લોકડાઉન ( Lockdown ) જાહેર કર્યુ છે તેમજ કોરોના સંદર્ભે એક દિશાનિર્દેશની જાહેરાત પણ કરી છે.
 
ઉલ્લેખનીય વાત એ છે કે મહારાષ્ટ્ર ( Maharashtra ) ના આરોગ્ય મંત્રી રાજેશ ટોપે પણ કોરોનાથી સંક્રમિત થયા છે. જેની જાણકારી તેમણે પોતાના ટિવટર એકાઉન્ટ થકી લોકો સમક્ષ મૂકી હતી. તેમણે લખ્યું કે તેમની તબિયત સંપૂર્ણ રીતે સારી છે. તે ઝડપથી સ્વસ્થ થઈ જશે.
 
 
 
 
દુઃખની વાત એ છે કે મહારાષ્ટ્ર ( Maharashtra ) ના કેટલાંક વિસ્તારમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. બે દિવસ પહેલા જ મુંબઈ (Mumbai) માં જ કોરોના ( Coronavirus ) ના ૭૦૦ કરતા વધારે કેસ નોંધાયા હતા.
 
ઉલ્લેખનીય છે મહારાષ્ટ્ર ( Maharashtra ) ના યવતમાલ (Yavatmal) માં ૧૦ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અહીંના અમરાવતી (Amaravati) માં પણ ૭ દિવસનું લોકડાઉન ( Lockdown ) રહેશે. બૃહંમુંબઈ નગર નિગમ (બીએમસી – BMC )એ પણ રાજધાની મુંબઈ માટે કોરોના સંદર્ભની નવી ગાઈડલાઇન બહાર પાડી છે. આ દિશાનિર્દેશોનું ઉલ્લઘંન કરનારાઓની સામે કેસ પણ નોંધવામાં આવાશે અને સખત કાર્યવાહી કરવામાં આવશે.
 
બીએમસી ( BMC ) એ સાર્વજનિક સ્થાનો પર માસ્ક વગર ફરતા લોકો સામે પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે. જિમ તથા અન્ય સંસ્થાઓ જો કોરોના સંદર્ભની ગાઈડલાઇનનું પાલન નહી કરે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવાનું જાહેર કરવામાં આવ્યું છે.
 
અમરાવતી (Amaravati) અને યવતમાલ (Yavatmal) આ બન્ને વિસ્તાર વિદર્ભમાં આવે છે. અહીં ફેબ્રુઆરીની શરૂઆતથી જ કોરોનાના કેસ વધી રહ્યા છે. હાવે જ્યારે મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં ૫,૪૨૭ કોવિડના કેસ નોંધાયા છે ત્યારે સરકાર તરફ એક્સનમાં આવી છે. અહીં લગભગ બે મહિના પછી કોરોનાના આટલા કેસ આવ્યા છે જે ચિંતાનો વિષય છે.
 
 
 
Powered By Sangraha 9.0