બાબા રામદેવે કોરોનાની દવા કોરોનિલ ( Patanjali Coronil ) બહાર પાડી છે, તે કેટલી કારગત છે? કેવી રીતે કામ કરે છે? આવો જાણીએ

    ૧૯-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

Patanjali Coronil_1  
 
 
બાબા રામદેવે બહાર પાડી દુનિયાની પહેલી કોરોનાની દવા, આવો જાણીએ આ દવા વિશે
તમે જે જાણવા માંગો છો એ બધું જ!
 
બાબા રામદેવે (Baba Ramdev ) કોરોનાની નવી દવા કોરોનિલ ( Patanjali Coronil ) બહાર પાડી છે. ઉલ્લેખનીય વાત એ છે આ વખતે આ દવાના લોન્ચિંગ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધન (Harsh Vardhan) તથા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) પણ હાજર રહ્યા હતા. આ સમયે તેમણે પણ કહ્યું કે આ દવા કોરોના (Corona) ના દર્દીઓને સાજા કરે છે, આવો જાણીએ કેવી છે બાબા રામદેવ ( Baba Ramdev) ની આ દવા….
 
બાબા રામદેવે (Baba Ramdev ) દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધન (Harsh Vardhan) અને કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) ની હાજરીમાં કોરોનાના ઉપચારની નવી દવા ( Patanjali Coronil ) બહાર પાડી હતી. ઉલ્લેખનીય વાત એ છે કે આ નવી દવાને હવે આરોગ્ય મંત્રાલયે ઇમ્યુનિટિ બુસ્ટરનું નામ બદલી કોરોના માટે લાભદાયી દવા એવું લાયસન્સ પણ આપ્યુ છે. આ વખતે દવાની સાથે એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ આ દવા માટે સર્ટિફિકેટ આપ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દવાનો જ્યાં પણ ટેસ્ટ કરવામા આવ્યો ત્યાં તે અસરકારક સાબિત થઈ છે.
 
આયુષ મંત્રાલયે ( Ayush Department ) પણ કોરોનિલને હવે કોરોનાની દવાના રૂપે સ્વીકાર કર્યો છે. પતંજલિનું કહેવું છે કે નવી કોરોનિલ ( Patanjali Coronil ) દવા Copp-WHO GMP સર્ટિફાઈડ છે. પહેલા ગયા વર્ષે કોરોનિલ ( Patanjali Coronil ) ની દવાને ઇમ્યુનિટિ બુસ્ટર તરીકે બજારમાં મૂકવામાં આવી હતી પરંતું ત્યારે પણ તેનો ઉપયોગ કોરોનાની દવાના રૂપે જ થયો હતો. હવે કોરોનિલને કોરોના માટે દાભદાયી દવા તરીકે બજારમાં મૂકવામાં આવી છે.
 
આ સમયે બાબા રામદેવે જણાવ્યું છે કે હવે જે જોઇએ એ સર્ટિફિકેટની સાથે અમારી સાથે ૨૫૦ કરતા વધારે રીસર્ચ પેપર પણ છે. આમાં કોરોનાની ઉપર જ ૨૫ જેટલા રીસર્ચ પેપર છે. તેમણે દાવો કર્યો છે કે તેમની પાસે આ દવાના ઉપયોગ પછી જે પરિણામ આવ્યું છે તેના પરથી અને આયુષ મંત્રાલયના અભ્યાસ પરથી કહી શકાય કે કોરોનાથી પ્રભાવિત ૭૦ ટકા લોકોને આ દવાથી માત્ર ત્રણ દિવસમાં ફાયદો થયો છે અને ૭ દિવસમાં ૧૦૦ ટકા લોકોને કોરોના મટ્યો છે.
 
આ દવા લોન્ચ થઈ ત્યારે પત્રકારોએ બાબા રામદેવ (Baba Ramdev ) ને અનેક પ્રશ્નો પુછ્યા? બાબા રામદેવે પણ તેના જવાબો આપ્યા અને કોરોનિલ વિશેની તમામ બાબતો લોકો સમક્ષ મૂકવાની કોશિશ કરી, આવો આપણે પણ જાણીએ કે આ દવા વિશે કેવા દાવા કરવામાં આવ્યા છે?
 

Patanjali Coronil_1  
 

#૧ આ દવાનું નામ શું છે ( Patanjali Coronil )

 
આ દવાનું નામ કોરોનિલ ( Patanjali Coronil ) છે જે ત્રણ દવાઓની કિટના રૂપે બજારમાં મળશે. આમાં કોરોનિલ ટેબલેટ, શ્વાસારીવટી ટેબલેટ અને અણુ તેલ છે. આ ત્રણેયના સેવનથી કોરોના ત્રણ દિવસથી લઈને ૭ દિવસમાં મટી જશે એવો દાવો કરવામાં આવ્યો છે.
 

#૨ શું આ દવા માત્ર ઇમ્યુનિટિ વધારે છે?

 
દાવો કરવામાં આવ્યો છે કે પ્રી ક્લિનિકલ રીસર્ચ અને ત્યાર પછી થયેલા પરીક્ષણના માધ્યમથી એ સાબિત થયું છે કે આ દવા કોરોનાના દર્દીઓનું શ્વસનતંત્ર મજબૂત કરે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, ઉપરાંત ચિતિત્સામાં વૈજ્ઞાનિક દષ્ટિએ પણ અહમ ભૂમિકા નિભાવે છે. આ દવા મનુષ્યના ફેંફસાથી લઈને સંપૂણ શરીરની ઇમ્યુનિટિને વધારે છે અને કોરોના સંક્રમણની ચેન તોડે છે.
 

#૩ આ દવા કામ કેવી રીતે કરે છે?

 
કોરોના વાઇરસ (Coronavirus) ફેંફસામાં પ્રવેસ કરીને ફેંફસની કાર્યપ્રણાલીને ખોરવી નાંખે છે અને સાઈટોકાઈન્સનું એક વાવાઝોડું ઉભું કરી પોતાના જેવા કરોડો વાઈરસ પેદા કરી દે છે. આ દવા આ પ્રક્રિયાને થતા અટકાવે છે. આ સાથે જ શરીરની જે ફાઈટર ઇમ્યુન કોશિકાઓ છે તેને વધારીને કોરોના વાઈરસના સંક્રમણને આગળ વધતા અટકાવે છે તેને કંટ્રોલમાં રાખે છે.
 

#૪ આ દવાથી બીજુ શું થાય છે?

 
કોરોનામાં રોગના જે લક્ષણ જોવા મળે છે તેના પર આ દવા પ્રભાવી રીતે કામ કરે છે અને તેના દરેક લક્ષણ પણ કાબૂમાં મેળવે છે. જેમ કે એલર્જી, તાવ, શર્દી, નિમોનિયા, માથું દુઃખવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી વગેરે….દરેકમાં આ દવા ઉપયોગી સાબિત થઈ છે. આ દવા શ્વસનતંત્રને મજબૂત રાખે છે અને શરીરની ઉર્જાને સંતુલિત રાખી તેને જાગૃત રાખે છે.
 

#૫ આ દવામાં કઈ આયુર્વેદિક દવાનો ઉપયોગ થયો છે

 
કોરોનાની આ કોરોનિલ ( Patanjali Coronil ) દવામાં ગિલોય ઘનવટી, તુલસી ધનવટી અને અશ્વગંઘા કેપ્સૂલના મિશ્રણનો ઉપયોગ થયો છે. આ ઉપરાંત બીજા અનેક તત્વો અને રસાયણોનો પણ ઉપયોગ થયો છે.
 

#૬ આ દવા કઈ રીતે લઈ શકાય?

 
કોરોનિલ ( Patanjali Coronil ) દવાની કિટ છે તેમાં ત્રણ દવાઓ છે. શ્વાસારીવટી, કોરોનિલ ટેબલેટ અને અણુ તેલ. આમાં શ્વાસારીને દિવસમા ત્રણવાર બે-બે ગોળી લેવાની છે. આ સવારે, બપોરે અને સાંજના ભોજન પહેલા ગરમ હુંફાળા પાણી સાથે લેવાની છે. ત્યાર પછી આ ત્રણેય સમયના ભોજન પછી કોરોનિલની બે ટેબલેટ લેવાની છે અને અણુ તેલના સવારે અને ખાલી પેટે બન્ને નાકમાં ચાર-ચાર ટીપા નાંખવાના છે.
 

#૭ કોરોનાના દર્દીઓ પર આનું કેવુ પરિણામ આવ્યું છે?

 
દાવો કરવમાં આવ્યો છે કે આ દવાના સેવનના ત્રણ દિવસમાં કોરોના નિયંત્રણમાં આવી જાય છે. સ્ટડી કહે છેકે ૭૦ ટકા લોકોને આનાથી માત્ર ત્રણ દિવસમાં ફાયદો થયો છે જ્યારે ૧૦૦ ટકા લોકો ૭ દિવસમાં સાજા થઈ ગયા છે.