ગુજરાતની છ મહાનગર પાલિકામાં ભાજપની જીતના ૧૧ કારણ | Gujarat Municipal Election Results

    ૨૩-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

Gujarat Municipal Electio
 
૨૧ ફેબ્રુઆરીએ ગુજરાતની છ મહાનગરપાલિકા ( Gujarat Municipal Election Results 2021 Live) અમદાવાદ (Ahmedabad), સુરત (Surat), વડોદરા(Vadodara), રાજકોટ (Rajkot), જામનગર (Jamnagar) અને ભાવનગર (Bhavanagar) માં ચૂંટણી યોજાઈ હતી, પ્રમાણમાં ખૂબ ઓછુ મતદાન થયું અને હવે આજે એટલે કે ૨૩ ફેબ્રુઆરીના રોજ તેનું પરિણામ જાહેર થયું છે. ઉલ્લેખનીય વાત એ છે કે આ છએ છ મહાનગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી સાથે જીત થઈ થઈ છે, એટલે કે આ છ મહાનગરમાં મેયર ભાજપના હશે.
 
આ વખતે ગોપાલ ઇટાલિયાના નેતૃત્વમાં આપ પાર્ટીએ ખૂબ મહેનત કરી. લાગતું હતું કે આનાથી પરિણામો થોડા અલગ આવી શકે છે પણ એવું સુરત સિવાય બીજે ક્યાંય થયું નથી. ભાજપની સ્પષ્ટ જીત થઈ છે. તો આવો ભાજપ ( BJP) ની આ જીતના ૧૦ કારણો જાણીએ…
 
#૧ મતદારોએ ભાજપના વિકાસને સ્વીકાર્યો છે એવું કહી શકાય. ભાજપે વિકાસના નામે વોટ માગ્યા અને લોકો એ આપ્યા પણ ખરા. ભાજપના વિકાસ કાર્યની વાત લોકોના મનમાં હજી છે.
 
#૨ ભાજપે આ વખતે તદ્દન નવા અને યુવા ચહેરાઓને ટિકિટ આપી, વડિલોને અને સતત ત્રણ ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારોને ટિકિટ ન આપી અને નવા ઉમેદવાર તરીકે પોતાના કાર્યકર્તાને ટિકિટ આપી. આ નવા ચહેરા લોકોએ સ્વીકાર્યા. જેનો ફાયદો ભાજપને થયો.
 
#૩ ગુજરાત ભાજપ (Gujarat BJP) ના અધ્યક્ષ સીઆર. પાટિલ (CR Patil) ની પેજપ્રમુખની રણનીતિ અસરકારક સાબિત થઈ. કાર્યકર્તાઓમાંથી ઉમેદાવર પસંદ થતા કાર્યકર્તાઓ પણ ખુશ હતા અને તેમને આવામાં પેજ પ્રમુખની જવાબદારી આપવામાં આવી જે તેમણે હોંશે હોંશે નીભાવી જેનું પરિણામ ભાજપને મળ્યું છે
 
#૪ ભાજપ (Gujarat BJP) અન્ય પક્ષો જેવું સંગઠન નથી. અહીં મતભેદ હશે પણ કાર્યકર્તાઓમાં મનભેદ નથી. બધા સાથે મળીને કામ કરે છે. એટલે જ ભાજપને મજબૂત સંગઠન કહેવાય છે. સમર્પિત કાર્યકર્તા ભાજપની શક્તિ છે. આ કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી પરિણામે આ જીત મળી છે
 
#૫ ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી (CM Vijay Rupani) અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે (CR Patil) પણ ખૂબ મહેનત કરી. કડક નિર્યણો કર્યા, રેલીઓ, સભાઓ કરી ભાજપ દ્વારા થયેલા વિકાસના કામોની વાત લોકો સુધી પહોંચાડી અને લોકોએ તેનો સ્વીકાર પણ કર્યો.
 
#૬ ૨૫ વર્ષથી અહી ભાજપનું શાસન છે. એન્ટિઇન્ક્મબન્સી અહીં નડી શકે તેમ હતી પણ એવું થયું નહી, નાગરિકોએ ભાજપની વિકાસની વાત પર વિશ્વાસ દાખવ્યો અને મત પણ આપ્યા. એવું કહો કે મતદાતાઓને ભાજપનો વિકાસ પસંદ પડ્યો છે.
 
#૭ ખૂબ ઓછુ મતદાન પણ ભાજપને ફાયદો કરાવી ગયુ. સામાન્ય પણે એવું મનાય છે કે જો ઓછું મતદાન થાય તો લોકો સત્તાપક્ષના કામથી સંતુષ્ટ છે અને વધુ મતદાન થાય તો એવું મનાય છે કે લોકોને સત્તાપક્ષ પર આક્રોસ છે. ઓછુ મતદાન થયું એટલે લાગતું જ હતું કે લોકો શાસનના વહીવટથી ખુશ છે. અને એવું જ થયું. પરિણામ ભાજપના પક્ષમાં આવ્યું.
 
#૮ વિપક્ષ તરીકે કોંગ્રેસ (Congress) નો નબળો પ્રભાવ ભાજપને ફાયદો કરાવી ગયો. કોંગ્રેસનો આંતરીક વિખવાદ અહીં પણ તેને નડ્યો. કોગ્રેસ ક્યાંકને ક્યાંક પોતાની વાત જનતા સુધી ન પહોંચાડી શકી. જેનો ફાયદો ભાજપને થયો.
 
#૯ એવું પણ કહેવાહી રહ્યું છે કે કેજરીવાલની AAP અને ઓવૈસીની AIMIM પાર્ટીએ કોંગ્રેસના જ મતમા ભાગ પડાવ્યો. કોગ્રેસના મત તોડ્યા જેનો ફાયદો ભાજપને થયો. ભાજપના મતદારો તો ભાજપની સાથે જ રહ્યા.
 
#૧૦ શહેરી મતદારોએ મોંઘવારીને સ્વીકારી હોય એવું લાગે છે, કેમ કે વિપક્ષે મોંઘવારીનો મુદ્દો ખૂબ ઉઠાવ્યો હતો છતાં વોટ ભાજપને જ મળ્યા.
 
#૧૧ આ સ્થાનિક સ્વારાજની ચૂંટણી હતી. ચર્ચા પણ સ્થાનિક મુદ્દાઓ પર થવી જોઇએ પણ વિપક્ષ મોંઘાવારી, ખેડૂત આંદોલન જેવા રાષ્ટ્રીય મુદ્દાઓ લઈને લોકો સમક્ષ ગયુ, જેના પર લોકોએ વિશ્વાસ ન કર્યો.