નિરોગી અને સ્વસ્થ જીવન જીવવાના ૮ પાવરફૂલ નિયમો । ૨૫ મિનિટ રોજની આ રીતે પસાર કરો પછી જુવો કમાલ! Healthy Lifestyle Tips

    ૨૩-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

healthy life_1  
 
 
Healthy Lifestyle Tips in Gujarati | યાદ રાખો મન કાબૂમાં હશે તો બધું જ શક્ય છે. મનનો ખેલ અસરકારક હોય છે. એટલે જ કહેવાય છે ને કે "મન ચંગા તો કથરોટ મેં ગંગા..." આ આઠ નિયમ પણ લગભગ મનને લગતા જ છે પણ અસરકારક પણ એટલા જ છે. અપનાવી જુવો નક્કી ફાયદો થશે.

૧) ગમતા કામને વધારો

 
Healthy Lifestyle । તમે ક્યારેય વિચાર કર્યો કે જ્યારે તમે ગમતું કામ કરતા હોવ ત્યારે તમને કોઇ દુઃખ, તણાવ જેવું કંઇ લાગે છે? નહીં લાગતું હોય. કેમ કે તમે ગમતું કામ મનથી કરી રહ્યા છે. માટે જીવનમાં તમારાં રસ અને રુચિનું વર્તુળ શક્ય એટલું વધારો; જેથી કંટાળા માટે અવકાશ જ ન રહે. યાદ રહે : નીરસતા અને કંટાળો વૃદ્ધાવસ્થાને જલદી ખેંચી લાવે છે. અકાળે વૃધ્ધ ન થવું હોય તો ગમતું કામ કરતા રહો, વધારતા રહો…
 

૨) આગળ વધતા રહો

 
કોઈપણ સંજોગોમાં જીવનને આગળ ધપાવવા આતુર રહો. ભુતકાળને ભૂલી જાવ, ભવિષ્યની ચિંતા છોડો, વર્તમાનમાં જીવો અને આગળ વધવાનું વિચારો, તેના માટે કામ કરો. પાછળ દૃષ્ટિ રાખશો નહિ; અગ્રગામી બનો. નકારાત્મકથી દૂર રહો. કાલે પણ જીવવાની મજા આવશે એ ભાવ સાથે આજને આનંદથી જીવી નાખો.
 

૩) પ્રેમનો દરિયો બનો

 
આનંદમાં રહેવાનો આ ઉત્તમ માર્ગ છે. જે આનંદમાં રહે છે તે કદી બિમાર પડતો નથી. માટે મન-મગજમાં પ્રેમાળતા જાળવી રાખો. પાડોશીઓ, સ્વજનો અને મિત્રો જ નહિ; અજાણ્યાઓ માટે પણ પ્રેમનો દરિયો બનો. તમે આપેલા પ્રેમના વિપુલ પડઘા તમને મળ્યા જ કરશે; જેથી તમારું જીવન વધારે સભર બનશે. યાદ રાખો પ્રેમથી બધુ જ શક્ય છે.
 

૪) લાગણીને કાબુમાં રાખો

 
લાગણીશીલ હોવું સારી વાત છે પણ તમે જો વારંવાર લાગણીમાં વહી જશો તો તેની મન પર અને શરીર પર અસર થશે. મનને કાબુમાં રાખવું ખૂબ અઘરૂ છે પણ શક્ય હોય એટલું તો આપણે કરી જ શકીએ. માટે લાગણીને શક્ય હોય એટલી કાબૂમાં રાખો. લાગણીતંત્રને તમારા ઉપર સવાર થવા દેશો નહિ. અકળામણ, ઉકળાટ, અધીરતા, ગુસ્સો - આ બધાંને તો તમારી પાસે ફરકવા જ ન દેશો. મનની સમતા જાળવી રાખો. સંજોગોવશાત્ જીવનમાં વિષમતા આવે તો પણ તરત સ્વસ્થ બની જાઓ. મન જાગૃત રાખો.
 
 
healthy life_1   
 

૫) ચિંતાથી રહો દૂર

 
ચિંતા એ ચિતા સમાન છે એ તો આપણને ખબર જ છે છતાં આપણે ચિંતામાં ડૂબેલા રહીએ છીએ. આવું કેમ? કેમ કે અમૂક પરિસ્થિતિ આપણા હાથા કે કાબૂમાં નથી હોતી. જીવનમાં ચિંતા તો રહેવાની જ. પણ મહત્વની વાત એ છે કે આપણે જેની ચિંતા ન કરવી જોઇએ એની ચિંતા કરીએ છીએ. આ ફોગટની ચિંતા તો આપણે છોડી જ શકીએ. બને એટલું ચિંતાની દૂર રહેવાનું છે. ચિંતાઓના શિકાર ન બનશો. જગત છે એટલે ચિંતાઓનાંકારણો તો આવવાનાં છે. પરંતુ એમની પ્રતિક્રિયાઓ પ્રશંસા ભલે જાહેરમાં પણ ખામી તો ખાનગીમાં જ કહેવાય ! મારા ઉપર સવાર થવા દેશો નહિ. (રિએક્શન) ને તમારા બને એટલા નિશ્ચિત રહેવાની જીવનમાં ટેવ પાડો.
 

૬ આશાવાદી બનો

 
આશા અમર છે માટે આશાવાદી બનો. સારા વિચાર મન-હૃદયમાં રેલાવા દો. યાદ રાખો : કોઈપણ અમંગલ ને અભદ્રતાનો પ્રતિકાર (સામનો) કરવાનું ઉત્તમ ઔષધ આશાવાદ છે. ગમે તેવી મુશ્કેલી આવે આશા રાખો બધુ ઠીક થઈ જશે. યાદ રાખો ગમે તેવો ખરાબ સમય આવે પણ તે હંમેશાં માટે રહેવાનો નથી. રાત પછી સવાર થાય છે. અંધારા પછી અજવાળું થાય જ છે.
 

૭) શ્રધ્ધા રાખો

 
શ્રદ્ધાનો કોઈ સુંદર પાયો રચી રાખો. એ સઘન પાયા પર જીવનમંદિરની માંગણી કરેલી હશે તો, જગતના ગમે તેવા ઝંઝાવાતો પણ એમાંની એક કાંકરીય નહિ ખેરવી શકે.
 

૮) થોડી શરીરની કાળજી રાખો

 
આ વાત ખૂબ જરૂરી છે. શરીરની કાળજી રાખ્યા વગર તો સ્વસ્થ્ય જીવન જીવી જ ન શકાય. થોડું ખાવા-પીવામાં ધ્યાન રાખો, કસરત, યોગ કરો અને પ્રફૂલ્લિત રહો. યોગ્ય આહાર લો. ટૂંકમાં શરીરની કાળજી રાખો. યોગ્ય આહારવિહાર, ઊંડા શ્વાસ, પૂરતો વિશ્રામ, જરૂરી શ્રમ અને થોડો વ્યાયામ આ બધાંના સંતુલન દ્વારા શરીરને સબળ રાખો.
 

healthy life_1   
 

Healthy Lifestyle Tips in Gujarati | રોજ ફક્ત પચીસ જ મિનિટ આપો પછી જુવો કમાલ

 
#૧ પ્રથમ પાંચ મિનિટ ઊંડા શ્વાસ લો.
#૨ પછી પાંચ મિનિટ તમને ફાવે તે એક આસન કરો.
#૩ ત્યાર પછીની પાંચ મિનિટ એકાગ્રચિત્તે ધ્યાન કરો.
#૪ પછી પાંચ મિનિટ કેવળ સારા વિચારો - શુદ્ધ ચિંતન જ કરો
#૫ અને છેલ્લે પાંચ મિનિટમાં તમારી જાતને ભુલાવી દે એવો વિશ્રામ લેવા શબાસન કરો
 
આટલું કરી જુવો પછી જુઓ કે ઉપરોક્ત પાંચ ક્રિયા માટે વાપરેલી પચીસ મિનિટ તમારું ૨૦-૨૫ વર્ષનું આયુષ્ય વધારી આપે છે કે નહિ !