કોરોના Corona અને બર્ડફ્લુ Bird Flu । ડરવાની જરૂર નથી માત્ર આટલું કરવાની જરૂર છે

    ૨૫-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

Bird Flu_1  H x
 
 
ગયા વર્ષની શરૂઆતથી જ ભારત સહિત સમગ્ર દુનિયાએ ‘કોરોના’ (Corona) જેવી મહામારીનો સામનો કરવો પડ્યો છે અને હજુ કોરોના (Corona) નું અસ્તિત્વ ખતમ થયું નથી. ત્યાં તો બર્ડફ્લુ (Bird Flu) જેવી બીમારી દેશની સામે આવી ગઈ છે. આજે આ બીમારી ઉપર પ્રકાશ પાડવા જઈ રહી છું. જે માહિતી વાચકમિત્રોને ખૂબ ઉપયોગી નીવડશે તેવી આશા છે.
 
કોરોના (Corona) પછી ભારતમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહેલી આ બીમારી બર્ડફ્લુ (Bird Flu) કે જે એક વાઈરસજન્ય બીમારી છે, જેના વાઈરસનું નામ છે H1N1. મેડિકલની ભાષામાં તેને Avian Inf*uenza તરીકે પણ ઓળખવામાં આવે છે. આ H1N1 એ પક્ષીઓ દ્વારા ફેલાતો વાઈરસ હોવાથી તેને H1N1 તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ગુજરાત, હરિયાણા અને કેરળમાં આ વાઈરસનો ખતરો ઝડપથી ફેલાઈ રહ્યો છે. હજારો પક્ષીઓનાં મોત આ વાઈરસથી થઈ ચૂક્યાં છે.
 
આ બીમારી પક્ષીઓના વ્યવસાય કે પોલ્ટ્રીફાર્મના Business સાથે સંકળાયેલા લોકોમાં જોવા મળવાની શક્યતાઓ ખૂબ રહેલી છે.
 

બર્ડફ્લુનાં લક્ષણો : Bird Flu na lakshan

 
આ બીમારીમાં વાઈરસ નાક, ફેફસાં અને Throat ઉપર Attack કરે છે, જેથી * ગળામાં ખારાશ * છીંક આવવી * નાક વહેવું * માથાનો દુખાવો * અશક્તિ અને થકાન * તાવ * મસલ્સમાં દુખાવો * ખાંસી જેવાં લક્ષણો જોવા મળતાં હોય છે. આ વાઈરસનું વધારે જોખમ ૨ વર્ષથી ઓછી વયનાં બાળકો તથા ૬૫ વર્ષથી વધુ વયના વડીલોમાં વધારે રહેલું છે, આ ઉપરાંત પ્રેગનન્ટ વુમન, ડાયાબિટીસ કે BP ના દર્દી તેમજ કેન્સરગ્રસ્ત દર્દીઓમાં આ વાઈરસ ફેલાવાની શક્યતા વધુ છે.
 

પ્રતિરોધના ઉપાયો : Bird Flu na upay

 
સામાન્ય ફ્લુની વેક્સિન બર્ડફ્લુની સામે રક્ષણ આપી શકતી નથી, પરંતુ આ બર્ડફ્લુથી બચવા માટે આપણે કોવિડ-૧૯ના જ ઉપાયો કરવાના છે, જેમાં -
 
(૧) વારંવાર હાથ ધોવા. (૨) મોં-નાકને અડકવું નહીં (૩) પક્ષીઓના ફાર્મ કે જ્યાં તેમનો ઉછેર વગેરે થતો હોય તેવા એરિયામાં જવાનું ટાળવું. (૪) માંસ-ઈંડાં વગેરે આહાર ન લેતાં વેજીટેરિયન ખોરાક લેવો.
 
અત્યારે ઘણાને મનમાં એવી પણ શંકા થાય છે કે, આ બર્ડફ્લુનો વાઈરસ ક્યાંય હવામાં તો નહીં હોય ? તો આ શંકાના સમાધાન માટે અત્યારે આમેય આપણે કોવિડ (Covid) થી બચવા માસ્ક તો પહેરીએ જ છીએ. જે બીજા દરેક પ્રકારના વાઈરસથી આપણું રક્ષણ કરે છે.