Financial problems in family | ૧૦ કારાણો જેના કારણે દરેક ઘરની આર્થિકસ્થિતિ બગડતી જાય છે ઉધારનું જીવન આપણે જીવી રહ્યા છે. બધુ જ લોન પર મળે છે અને આપણે લઈ પણ આવીએ છીએ. ન કરવાના ખર્ચાઓ આપણે કરીએ છીએ અને પછી આર્થિક બજેટ ખોરવાઈ જાય એટલે ચિંતામાં ન કરવાનું કામ કરી બેશીએ છીએ. આ સંદર્ભે થોડું વિચારવાની જરૂર નથી લાગતી? આવો થોડું વિચારીએ…
૧. ઘરના બધા જ સભ્યો પાસે મોંઘા સ્માર્ટ ફોન | Smartphone and Family
તમે કદી વિચાર્યુ કે તમારા ઘરમાં કેટલા ફોન-મોબાઇલ (Smartphone) છે. લગભગ વ્યક્તિ દીઠ એક મોબાઇલ હશે. વિચારો કેટલો ખર્ચ વધી ગયો. પહેલા ઘરમાં માત્ર એક ફોન એ પણ લેન્ડલાઇન હતો છતાં એકબીજાના સંપર્કમાં રહેવાનો આનંદ હતો પણ હવે બધા પાસે મોબાઇલ (Smartphone) છે પછા બધા એક બીજાના સંપર્કમાં નથી. ઘરે બધા પોત પોતાના સ્માર્ટફોનમાં ખોવાયેલા હોય છે. આટલું તો ઠીક પણ એક બીલથી ચાલે એવું હોય ત્યાં દરેક મોબાઇલ (Smartphone) નું બિલ પણ હવે અલગ આવે છે. તમારા ઘરનું બજેટ આ સ્માર્ટફોનના કારણે કેટલું વધ્યું છે એ કદી વિચાર્યુ છે? ગણતરી કરી જોજો. બધું ખબર પડી જશે
૨. દેખાદેખીમાં બહાર ફરવા જવાનો ટ્રેન્ડ | The trend of going out
દેખાદેખીનો ટ્રેન્ડ તો પહેલા પણ હતો પણ એ બીજા પ્રકારનો હતો. એક બીજાથી સારા દેખાવાનો , આગળ વધવાનો હતો પણ હવે એક બીજાથે ઊંચા દેખાવાનો ટ્રેન્ડ છે. અમે ધનવાન લોકો ફરવા તો વિદેશમાં જ જઈએ. બાજુ વાળા દુબઈ જાય તો અમે અમેરિકા લંડન જઈશુ આવા વિચારો હવે આપણા પર હાવી થઈ ગયા છે. જેના કારણે બચત થતી નથી પણ ખર્ચ વધી જાય છે. પરિણામ શું આવે છે? દેખા દેખીમાં ઘરની આર્થિક સ્થિતિ બગડી જાય છે. બચત કરી ધરેણા લાગવા કે બેંકમાં જમા કરવાનો ટ્રેન્ડ હવે ઓછો થતો જાય છે અને હવેઅ પૈસા આવે તો ફરવા જવાનો ટ્રેન્ડ વધતો જાય છે. ઉલ્લેખનીય વાત એ છે કે ફરવા જવાની ના નથી પણ ચાદર હોય એટલા પગ પસારવાની વાત છે.
૩. બાઈકથી ચાલતું હોય તો પણ સ્ટેટસ માટે કાર લેવાનો ટ્રેન્ડ | The trend of taking a car for status even if riding a bike
શહેરમાં આજે કાર લઈને નીકળવું હોય તો કેટલો બધો વિચાર કરવો પડે. પહેલા તો જ્યાં જવાનું છે ત્યાં પાર્કિંગની જગ્યા છે કે નહી, ટ્રાફિક હશે કે નહી….આ તો ઠીક છે પણ જો બાજુવાળા કાર લાવે તો આપણે તો લાવવી જ પડે. આપડે પણ કઈ જેવા તેવા થોડી છીએ. બતાવી દઈશુ. જ્યાં બાઈકથી ચાલતું હોય ત્યાં આપણે કાર લઈને આવીએ છીએ. પછી ધરની આર્થિક સ્થિતિ બગડે નહી તો શું થાય. આજે જરૂર ના હોય તો પણ કાર લાવનાનો ટ્રેન્ડ છે. ભલે પછી તે પાર્કિંગમાં પડી રહે પણ વિચાર્યા વગર આપણે કાર લઈ આવીએ છીએ.
૪. ઘરમાં બનેલું ઓછું ખાવું. વિકેન્ડમાં બહાર જમવા જવાનો ચસ્કો. | Going out to eat on the weekends
અઠવાડિયામાં એકવાર તો બહાર જમવા જવું જ પડે. આજે તો બધા આવું જ કરે છે. બધા કરે એટલે આપણે પણ કરવાનું ભલે પછી આપણું બજેટ ખોરવાઈ જાય. પહેલા બહાર ખાવા જવાનો ટ્રેન્ડ જ ન હતો.લોકો ઘરનું જ ખાતા, ના છુટકે જ બહારનું ખાતા જેથી તેઓ વધારે તંદુરસ્ત પણ રહેતા, પણ હવે બહારનું ખાવાનો ટ્રેન્ડ વધી ગયો છે. આનાથી તબિયત પણ બગડે છે અને ઘરની આર્થીક સ્થિતિ પણ બગડે છે. પણ આપણે સમજતા નથી.
૫. બ્યુટી પાર્લર, સલૂન, બ્રાન્ડેડ કપડાનું વળગણ | Beauty parlor, salon, obsession with branded clothing.
પહેલા મનની સુંદરતાને અસલી સુંદરતા ગણવામાં આવતી હવે તનની સુંદરતાને પ્રાધાન્ય આપવામાં આવે છે. પહેલા બ્યુટી પાર્લર, સલૂન, બ્રાન્ડેડ કપડાનો કોઇ ખર્ચ ન હતો. બધુ ઘરગથ્થુ ઉપારથી આ બધુ થઈ જતું પણ હવે આપણે બ્રાન્ડેડના શોખિન થયા છે. પરિણામે સસ્તામાં જે પતતું હતું તેના હવે હજ્જારો આપવા પડે છે. જ્યાં ૧૦૦ રૂપિયાનો ખર્ચ થતો ત્યાં હવે ૧૦૦૦ રૂપિયાનો ખર્ચ કરતા આપણે થઈ ગયા છીએ. પરિણામે આપણો ખર્ચ વધી ગયો છે. સાથે આપણું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે.
૬. જન્મદિવસ અને મેરેજ એનિવર્સરીમાં પૈસાનો ખોટો અને વધુ પડતો ધુમાડો | Wrong excessive
પહેલા આપણે દરવર્ષે જન્મદિવસ, લગ્નતિથિ ઉજવતા ખરા? અને ઉજવતા તો પણ ઘરે જ ઉજવતા. પણ હવે ભારે ખર્ચ કરી આપણે આ પ્રંસગો ઉજવતા થઈ ગયા છીએ. જરા વિચારો લગ્નનું પહેલું વર્ષ તો વિદેશીઓ ઉજવતા તમના માટે આ નવાઈની વાત છે કે એક વર્ષ અમારું લગ્ન જીવન ટક્યુ પણ આપણી સંસ્કૃતિમાં એવું નથી. મનાવું જ હોય તો ૨૫ કે ૫૦મું વર્ષ ઉજવવું જોઇએ. પણ આ ઉજવણીનો ખર્ચ દર વર્ષે આપણા બજેટમાં ઉમેરાઈ ગયો છે.
૭. સગાઈ અને લગ્નમાં ભભકો દેખાડવા ગજા બહાર પૈસા ખોટો વેડફાટ | Wrong excessive
પહેલા સગાઈ હોય યો રૂપિયો અને નાળિયેરમાં પતી જતું હવે પતે. હવે તો એકબીજાને દેખાડી દેવા ખર્ચ જ કરવો પડે. એમા પણ આ ફિલ્ડના માર્કેટિંગ એક્સપર્ટો એવી એવી ટ્રીક લઈ આવ્યા છે કે ન કરવાના કામો કરી આપણે વધારે ખર્ચ કરતા થઈ ગયા છીએ. થોડુ વિચારો પ્રસંગમાં ૨૫ ખાવાની આઈટમ રાખવનો મતલબ શું થાય? કોઇ પણ વ્યક્તિ આ ૨૫ આઇટમ ખાઈ શકવાનો નથી. અને તમને શું લાગે છે આ ખાવા માટે હોય છે કે દેખાડી દેવા માટે હોય છે. લોકો વાતો કરે કે ૨૫ કાઉન્ટર હતા. બસ આ એક વાક્ય સાંભળવવા માટે આપણે પૈસાનો ધૂમાડો કરી દઈએ છીએ.
૮. પ્રાઈવેટ સ્કૂલમાં ભણાવવાની ફેશન અને સ્કૂલ તથા ટ્યુશન ફીમાં વધારો | Fashion to teach in private school and increase school and tuition fees
શિક્ષણમાં કેટલું બધુ પરિવર્તન આવ્યુ છે? એમાય વળી ઘરથી દૂર શાળાએ મોકલવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. દેખાદેખી અહીં પણ પહોંચી ગઈ છે. બાળકનું જે થવું હોય તે થાય. સારુ ભણતર જરૂરી છે પણ તેની પાછળનો ફોગટનો ખર્ચ કરવો જરૂરી નથી.
૯. ખોટી લાઈફ સ્ટાઈલના કારણે મેડીકલ ખર્ચામાં વધારો | Increased medical expenses due to wrong lifestyle
આપણી જીવનશૈલી આખી બદલાઈ ગઈ છે. ફાસ્ટફૂડના આ જમાનામાં આપણને ઘરનું ખાવાનું તો ભાવતું જ નથી. એમાય મોડા ઉઠવાનું અને મોડા સૂવાનું. આપણી જીવનશૈલી સારી રહી નથી. પરિણામે રોગોનું પ્રમાણ વધ્યું છે. જે સામાન્ય વ્યક્તિના આર્થિક બજેટને ખોરવી નાખે છે.
૧૦. લોનનું ઉંચું વ્યાજ અને ક્રેડિટ કાર્ડના કારણે વધુ વસ્તુઓ ખરીદવાની કૂટેવ | The maneuver of buying more items due to the high interest of the loan and the credit card
આજ કાલ બધું જ હપ્તેથી મળે છે પરિણામે ન ખરીદવાની વસ્તું પણ આપણે ખરીદી લઈએ છીએ. ક્રેડિટકાર્ડના કારણે આપણો હાથ છુટો થઈ ગયો છે. પરિણામે જ્યાં ૧૦૦ રૂપિયા વાપરવાના હોય છે ત્યાં ૧૦૦૦ રૂપિયા વપરાઈ જાય છે. જેની સીધી અસર ઘરના બજેટ પર પડે છે.
ઉલ્લેખનીય વાત એ છે કે આ ખર્ચાઓ મુજબ આપણી કમાણીમાં વધારો થઈ રહ્યો નથી. પરિણામે મોટાભાગના ઘરોમાં અશાંતિ છે. માટે ચેતવાની જરૂર છે અને જરૂરિયાત વગરના ખર્ચાઓ ઓછા કરવાની જરૂર છે. માણસની મૂળ જરૂરિયાત રોટી, કપડાં અને મકાનની હતી, છે અને રહેશે. તેમા મોબાઇલ, નેટનો માર્કેટિંગવાળાઓએ ઉમેરો કર્યો છે. તમેને લાગે છે આની જરૂર છે. આપણા માટે અને આવનારી પેઢી માટે આ સંદર્ભે આપણે અત્યારથી જ ચેતી જવાની જરૂર છે.