પાકિસ્તાને ઇરાપૂર્વક અભિનંદનનો (Wing Commander Abhinandan) નવો વીડિયો વાઈરલ કર્યો છે

    ૨૭-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

Wing Commander Abhinandan
 
ટ્વીટર પર કોઇ ષડયંત્રના ભાગરૂપે પાકિસ્તાને ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન (Wing Commander Abhinandan) નો એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે. પણ આ વીડિઓમાં અનેક કટ છે. કેટલીક વાતો કટ કરવામાં આવી છે. જેથી શંકા જાય છે કે પાકિસ્તાન કોઇ પ્રોપેગેન્ડા ચલાવી રહ્યું છે
 
પાકિસ્તાને કોઇ ચોક્કસ ઇરાદા સાથે શનિવારે વિંગ કમાન્ડર અભિનંદન (Wing Commander Abhinandan) નો આ વીડિઓ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય વાત એ છે કે આ વીડિયોમાં પણ જાબાંજ કમાન્ડર અભિનંદન (Wing Commander Abhinandan) જરા પણ ડરતો નથી અને ખુવારીપૂર્વક પાકિસ્તાન આર્મીને જવાબો આપે છે. આ વીડિઓ અનેક કટ સાથે જાહેર કરવામાં આવ્યો છે. એટલે અભિનંદને કહેલી અનેક વાતો વીડિઓમાંથી કટ કરવામાં આવી છે.
 
આ વીડિઓ એ વખતનો છે જ્યારે વિંગ કમાન્ડર અભિનંદન (Wing Commander Abhinandan) પાકિસ્તાન (Pakistan) ની સેનાના કબ્જામાં હતો. ત્યારે પાકિસ્તાનની સેનાના જવાનોએ અભિનંદન સાથે થોડી વાતચીત કરી હતી, થોડા પ્રશ્નો પૂછ્યા હતા. આ પ્રશ્નોના જવાબ આ વીડિઓમાં કમાન્ડર અભિનંદન આપે છે. આ જવાબ આપતો વીડિઓ અનેક કટ સાથે પાકિસ્તાન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ નક્કી પાકિસ્તાનનો કોઇ પ્રોપેગેન્ડા લાગે છે. 
 
 
આ વીડિઓમાં વિંગ કમાન્ડર બન્ને દેશોની સમાનતાની વાત કરે છે. અમન (India Pak Peace) અને શાંતિની વાત કરે છે. ઉલ્લેખનીય છે કે વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનની સેનાના કબ્જામાં છે છતાં ખૂબ બહાદૂરી સાથે, કોઇ પણ ડર સાથે વાત કરી રહ્યા છે. એક સૈનિકના નાતે તેઓ કહી રહ્યા છે કે અમન ગમે તે રીતે આવે પણ અમન જરૂરી છે.
 
કાશ્મીરનો ઉલ્લેખ કરી અભિનંદન (Wing Commander Abhinandan) વીડિઓમાં કહે છે કે તમને પણ ખબર નથી કે ત્યાં શું થઈ રહ્યું છે અને મને પણ ખબર નથી કે ત્યાં શું થઈ રહ્યું છે. પાકિસ્તાન (Pakistan)ની કેદમાં હોવા છતાં અભિનંદન જે રીતે જવાબ આપી રહ્યા છે તેના લોકો વખાણ કરી રહ્યા છે.
 
આ પહેલા પણ પાકિસ્તાને વિંગ કમાંડર અભિનંદન (Wing Commander Abhinandan) નો વીડિઓ જાહેર કર્યો હતો જેમાં તેમણે પોતાના ફાઇટર વિમાનના ક્રેશ થયા પછીની અને તેમને આપવામાં આવેલ ઉપચારની વાત કરી હતી. તે વીડિઓમાં પાકિસ્તાન (Pakistan) નું દબાણ હોવા છતાં અભિનંદને ભારત વિશેની કોઇ વાત જણાવી ન હતી.
 
ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુ સેનાના ફાઈટર વિમાનોએ ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પાકિસ્તાન (Pakistan) ના ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારના બાલાકોટમાં સ્થિત જૈશે મોહમ્મદના આતંકવાદી કેમ્પોને ઉડાવી દીધા હતા. ભારત દ્વારા આ સર્જિકલ સ્ટ્રાઈક ભારતમાં થયેલે પુલવામાં જુમલા પછી કરવામાં આવી હતી. આ સ્ટ્રાઈક પછી પાકિસ્તાનના ફાઈટર વિમાનોએ ભારતમાં ઘૂસવાની કોશિશ કરી હતી જેનો સામનો ભારતીય વાયુસેનાના જવાનોએ કર્યો હતો. આ વખતે જ આપણા વિંગ કમાન્ડર વર્ધમાન અભિનંદને પાકિસ્તાનનું એફ-૧૬ વિમાન ફૂંકી માર્યુ હતું પણ તે દરમિયાન અભિનંદનનું વિમાન પણ ક્રેશ થયુ અને તેઓને પાકિસ્તાનના વિસ્તારમાં ઉતરવું પડ્યું. આ પછી તે પાકિસ્તાનની સેનાના તાબામાં આવી ગયા હતા. અહીં પાકિસ્તાનની સેનાએ અભિનંદનની પૂછતાછ દરમિયાન તેનો વીડિઓ બનાવ્યો હતો. જે હવે તેની અમૂક ક્લિપ પાકિસ્તાન જાહેર કરી રહ્યું છે.