ચાલ, જીવી લઈએ | Prerak Prasang

    ૦૫-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

prerak prasang_1 &nb
 
 
Prerak Prasang | એક સંન્યાસી નદીકિનારે બેઠા હતા. લાંબા સમય સુધી તેમને ત્યાં બેસી રહેલા જોઈ એક સજ્જને તેમને આશ્ર્ચર્યપૂર્વક પૂછ્યું, બાપજી, અહીં બેસી રહેવાનું કારણ ?
 
સંન્યાસીએ જવાબ અપ્યો, ભાઈ, મારે નદી પાર કરવી છે, આ નદીમાં પાણી વહેતું બંધ થાય અને નદી સુકાય તેની રાહ જોઉં છું.
 
પેલા માણસનું માથું ભમી ગયું, અરે બાપજી, મગજ તો ઠેકાણે છે ને, એમ તો કાંઈ નદી સુકાતી હશે ? આખો જન્મારો બેસી રહેશો તો પણ નદી પાર નહીં કરી શકો.
 
સંન્યાસીએ કહ્યું, ભાઈ, હું આજ તો સૌને સમજાવવા માગું છું કે, લોકો હંમેશા કહેતા હોય છે, કે એક વખત બધી જ જવાબદારીઓ પતાવી લઉં, ત્યાર બાદ મન ભરીને મૌજ કરીશ, દુનિયા ફરીશ, સૌ કોઈને મળીશ, લોકસેવા કરીશ, પરિવાર માટે, સમાજ માટે જીવીશ. પણ જેમ આ નદીનું જળ ક્યારેય સુકાવાનું નથી, તેમજ મનુષ્યજીવનનાં કામો પણ ક્યારેય પૂરાં થવાના નથી. જેમ આ નદીનું જળ અનંત છે, તેમજ મનુષ્યજીવનની જવાબદારીઓનો પણ કોઈ જ અંત નથી. માટે મારે નદીના વહેણની સાથે જ નદી પાર કરવી પડશે તેવી જ રીતે તમારે લોકોએ જીવનની જવાબદારીઓ નિભાવતાં નિભાવતાં જ જીવનનો આનંદ લેવો પડશે, નહીં તો આમ ને આમ જ જીવન પૂરું થઈ જશે.
 
 
આવા જ પ્રેરંક પ્રસંગો ( Prerak Story in gujarati ) વાંચવા અમારી વેબ સાથે જોડાયેલા રહો.