શ્રી કૃષ્ણએ જેને ઊંચક્યો હતો તે ગોવર્ધન પર્વત Govardhan Parvat ના પથ્થરો ઓનલાઈન વેચાવા લાગ્યા અને….

    ૦૯-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

govardhan parvat_1 &
 
 
ગોવર્ધન પર્વત ( Govardhan Parvat) નું નામ તો તમે સાંભળ્યું જ હશે. આપણી આસ્થા સાથે સંકળાયેલું આ નામ છે. ગોવર્ધન પર્વત એટલે એ જ પર્વત જે ભગવાન શ્રીકૃષ્ણએ વર્જવાસીઓને ઇન્દ્રના પ્રકોપથી બચાવવા ટચલી આંગળી વડે ઉપાડ્યો હતો અને વ્રજવાસીઓની રક્ષા કરી હતી. ઉત્તર પ્રેદેશના મથુરામાં આ પર્વત છે. આ ગિરિરાજ પર્વત કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે. દુ:ખની વાત એ છે કે આ પર્વતના પથ્થરને કેટલાંક લોકો ઓનલાઈન વેચી રહ્યા છે.
 

IndiaMART પર વેંચાણ

 
ઇન્ડિયા માર્ટ (IndiaMART) નામની ઇ-કોમર્સ સાઈટ છે. આ ઓનલાઈન સાઈટ પર લક્ષ્મી ડિવાઈન આર્ટિકલ સ્ટોર્સ નામની કંપની દ્વારા તેનું વેચાણ થઈ રહ્યું હતુ. આ સંગઠને ઓનલાઇન શોપિંગ કંપની ઇન્ડિયા માર્ટ ( India Mart ) (ચેન્નાઈ) પર જાહેરાત પણ મૂકી હતી. પર્વતના એક પથ્થરનો ભાવ 5 હજાર રૂપિયા રાખવામાં આવ્યો છે. ઉપરાંત, કંપનીએ નેચરલ ગિરી ગોવર્ધન શીલા ગોવર્ધન સ્ટોન ( Govardhan Parvat) ગિરિરાજ કૃષ્ણ શીલા (Krishna shila) નામ લખ્યું છે. તે જ સમયે, ગિરીરાજ શીલા (Giriraj Shila) નું એક ચિત્ર પણ મૂકવામાં આવ્યું છે અને તેની કિંમત 5,175 રૂપિયા રાખવામાં આવી છે.
હવે લોકોને આ જાહેરાત સોશિયલ મીડિયા પર જોવા મળી એટલે ધીરે ધીરે લોકોની નારાજગી પણ બહાર આવવા લાગી છે. નારાજગી વધતા વાત પોલીસ સુધી પહોંચી અને આ ઇન્ડિયા માર્ટ (India Mart) કંપની સામે ફરિયાદ પણ નોંધવામાં આવ્યો છે. ફરિયાદ નોંધાયા બાદ આ કંપનીના સીઇઓ દિનેશ અગ્રવાલ, કંપનીના કો-ફાઉન્ડર બ્રિજેશ અગ્રવાલ અને સપ્લાયર અંકુર અગ્રવાલની ધરપકડ કરવામાં આવી છે.
 

 Govardhan Parvat_1  
 
તમને જણાવી દઈએ કે મથુરાના સામાજિક કાર્યકર્તા કેશવ મુખિયાએ આ સંદર્ભે પોલીસ ફરિયાદ કરી અને પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી. અહીંના અધિકારીઓનું કહેવું છે ક આ સંદર્ભે પોલીસ સ્ટેશનમાં બીજી ૧૦ ફરિયાદો થઈ છે જેને એકસાથે જોડીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
 

લોકો ભારે કાર્યવાહી કરવાની માંગ । Govardhan Parvat

 
બીજી બાજુ આ સંદર્ભે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો ભારે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. મથુરાના સંત રામબાબાનું કહેવું છે કે ગોવર્ધન (Govardhan Parvat) નો વેપર કરવો એટલે દેવતાઓના ક્રોધને આમતંત્ર આપવું બરોબર છે. આ ઉપરાંત બીજા સંતો અને સ્થાનિક લોકોએ આ વેબસાઈટ પર પ્રતિબંધ લગાવવાની માંગ પણ કરી છે.