હેકરે અમેરિકાના આ આખા શહેરને ઝેર પીવડાવાની કોશિશ કરી પણ….

    ૦૯-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

america hacker_1 &nb
 
 
અમેરિકામાંથી એક ચોંકાવનારા સમાચાર આજે આવ્યા છે. એક હેકરે અહીં અમેરિકાના એક આખા શહેરની વોટર ટ્રીટમેન્ટને હેક કરી તેમા ઝેર ભેળવાની કોશિશ કરી, પણ સમય સૂચકતાથી અને અહીના કર્મચારીની મુસદ્દીથી એક મોટી ઘટના ઘટતી રહી ગઈ છે
 
અહીંના અધિકારીઓનું કહેવું છે કે એક કોમ્યુટર હેકર્સે ફ્લોરિડા રાજ્યના એક શહેરમાં પાણી પૂરૂ પાડતી સિસ્ટમને હેક કરી પાણીમાં ઝેરી રસાયણ ભેળવાની કોશિશ કરી હતી.
 
bbc.com ના એક રીપોર્ટ પ્રમાણે અમેરિકાના અધિકારીઓનું કહેવું છે કે હેકરે માત્ર ઓલ્ડસ્માર શહેરની વોટર ટ્રીટમેન્ટ સિસ્ટમને હેક કરી હતી અને તેમાં સોડિયમ હાઈડ્રોક્સાઈડની માત્રા વધારવાની કોશિશ કરી હતી. પરંતુ એક કર્મચારીની નજર આના પર પડી અને તેણે હેકરની આ પ્રક્રિયાને રોકી દીધી.
 
પાણીમાં એસિડિટી રોકવા માટે સોડિયમ હાઈડ્રોક્સાઈડની પ્રમાણસર માત્રાનો ઉપયોગ કરવામાં આવે છે, ઉલ્લેખનીય છે કે પાણીમાં સોડિયમ હાઈડ્રોક્સાઈડની માત્રા વધારવાથી તેના ખરાબ પરિણામ આવી શકે છે.
 
ઓલ્ડસ્માર શહેરના મેયરનું કહેવું છે કે કોઇ ખરાબ વ્યક્તિ છે જે આ કામ કરી રહ્યો હતો.
 
જોકે અત્યાર સુધીમાં આ બાબતે કોઇની ધરપકડ થઈ નથી અને એ ખબર પણ નથી પડી રહી કે આવું કર્યું છે કોણે? હેકર કોણ છે તે જાણવા તપાસ થઈ રહી છે. આવું કરનાર અમેરિકાનો વ્યક્તિ છે કે કોઇ બહારનો વ્યક્તિ છે કે આ કોઇ બહારના દેશની ચાલ છે તેની પણ તપાસ પણ થઈ રહી છે.
 
ઉલ્લેખનીય વાત એ છે કે ઓલ્ડસ્મારની વોટર ટ્રીટમેન્ટ સિસ્ટમને નિયંત્રિત કરનાર કોમ્યુટરને શુક્રવારે બહારની વ્યક્તિનો કમાન્ડ મળ્યો હતો. જેના પરથી આ વાત બહાર આવી છે.
 
અમેરિકાના ધ ટેમ્પા બે ટાઇમ્સની એક રીપોર્ટ કહે છે કે પ્લાંટાના એક ઓપરેટરે સવારે સિસ્ટમમાં થયેલી આ ઘુષણખોરી જોઇ હતી પણ તેને લાગ્યું કે સુપરવાઈઝર આ કામ કરી રહ્યો છે. પરંતું બપોરે ફરીવાર આવો પ્રયાસ થયો અને આ વખતે હેકરે વોટર ટ્રીટમેન્ટ પ્લાંટના સોફ્ટવેરને હેક કરી લીધું. હેક કેરી હેકર સોડિયમ હાઈડ્રોક્સાઈડની માત્રા ૧૦૦ પ્રતિ દસ લાખથી વધારીને ૧૧૧૦૦ પ્રતિ દસ લાખ કરી દીધી હતી.
 
 
જોકે ઓપરેટરની નજર આના પર હતી તેથી તરત તેણે સ્થિતિ સંભાળી લીધી અને તેણે સોડિયમ હાઈડ્રોક્સાઈડની માત્રા પ્રમાણસર કરી દીધી અને એક ઘટના બનતી અટકાવી દીધી.
 
સોડિયમ હાઈડ્રોક્સાઈડની વધુ માત્રાવાળું પાણી પીવાય જાય તો વ્યક્તિને પેટ, મોઢા સહિત શરીરમાં ઘણું નુકશાન થઈ શકે છે. આ ઉપરાંત ઉલ્ટી થવી, ચક્કર આવવા કે ડાયરિયા પણ થઈ શકે છે.
 
જોકે અધિકારીઓનું કહેવું છે કે પાણી પણ તેની અસર નથી પડી અને કોઇ પણ ખતરો નથી. તમને જણાવી દઈએ કે આ પ્લાંટનું પાણી શહેરના ૧૫૦૦૦ લોકો પીવે છે.