‘શિવલિંગ’ Shivling અર્થનો અનર્થ હિન્દુદ્વેષીઓ શિવલિંગને ‘લિંગ’ એટલે કે જનનાંગ ગણાવીને ભ્રમણાઓ ફેલાવી રહ્યા છે

    ૧૧-માર્ચ-૨૦૨૧
કુલ દૃશ્યો |
 
shivling_1  H x
 
 

તા. ૧૧ માર્ચ, શિવરાત્રિ નિમિત્તે વિશેષ

 
શિવલિંગનો અર્થ ‘શિવનું પ્રતિક’ થાય છે. આવા જ કેટલાક બીજા શબ્દો જોઈએ તો પુરુષલિંગનો અર્થ પુરુષનું પ્રતિક થાય છે. તેવી જ રીતે સ્ત્રીલિંગનો અર્થ સ્ત્રીનું પ્રતિક થાય છે. જ્યારે નપુસંક લિંગનો અર્થ નપુંસકનું પ્રતિક થાય છે.
 
 
મહાન હિન્દુ ધર્મ ( Hindu Religion ) ને બદનામ કરવા માટે વિધર્મીઓ અનેક વર્ષોથી પ્રયત્નો કરી રહ્યાં છે. હિન્દુઓ ( Hindu ) ની પરંપરા, જીવનશૈલી, મંદિરો, ધાર્મિક રીતરીવાજો, પૂજા પદ્ધતિ વગેરે વિશે અનેક ભ્રામક માન્યતાઓ હિન્દુ ( Hindu ) દ્વેષીઓએ ફેલાવી છે. એવી એક ભ્રામક માન્યતા શિવલિંગ ( Shivling ) વિશે પણ વિરોધીઓએ વ્યાપ્ત કરી છે. એ માન્યતા છે શિવલિંગને ‘લિંગ’ (જનનાંગ) માનવાની માન્યતા. કેટલાક લોકો દ્વારા શિવલિંગ પૂજા ( Shivling Pooja ) ને લઈ સમાજમાં જુઠી ભ્રમણા ફેલાવવામાં આવી છે કે, હિન્દુઓ ( Hindu ) ‘લિંગ’ અને ‘યોની’ની પૂજા કરે છે. વિધિની વક્રતા એ છે કે સ્વધર્મનો ઓછો અભ્યાસ અને જ્ઞાન ધરાવનારા કેટલાક હિન્દુઓ પણ આ ભ્રામક માન્યતાને સાચી માની બેઠા છે.
 
ખરેખર તો શિવલિંગ એ પુરુષનું લિંગ નથી અને આપણે હિન્દુઓ ( Hindu ) લિંગ અને યોનિની નહીં, પરંતુ એક પ્રતિકની પૂજા કરીએ છીએ. માનવીય ગુપ્તાંગો તરીકે તેને ચીતરીને વિધર્મીઓએ હિન્દુઓને ભરમાવ્યા છે, પરંતુ અહીં શિવલિંગ ( Shivling ) ની સાચી માહિતી પ્રસ્તુત કરીએ છીએ. જે આપણી સાચી પૂજા પદ્ધતિથી આપણને પરિચિત કરાવશે.
 
સંસ્કૃત ભાષા (Sanskrit Language) બધી જ ભાષાઓની જનેતા કહેવામાં આવે છે. સંસ્કૃત ( Sanskrit ) માં લિંગનો અર્થ ચિહ્ન, પ્રતિક એવો થાય છે. જે લોકો લિંગને જનનેદ્રીય કહી અશ્ર્લીલ ચિતરી રહ્યા છે. તે જનનેન્દ્રિય માટે સંસ્કૃત ( Sanskrit ) માં ‘શિશ્ર્ન’ એવો ચોક્કસ શબ્દ છે, ત્યારે સંસ્કૃત મુજબ શિવલિંગનો અર્થ ‘શિવનું પ્રતિક’ થાય છે. આવા જ કેટલાક બીજા શબ્દો જોઈએ તો પુરુષલિંગનો અર્થ પુરુષનું પ્રતિક થાય છે. તેવી જ રીતે સ્ત્રીલિંગનો અર્થ સ્ત્રીનું પ્રતિક થાય છે. જ્યારે નપુસંક લિંગનો અર્થ નપુંસકનું પ્રતિક થાય છે.
 

શિવલિંગ શું છે ? Shivling

 
શૂન્ય આકાશ, અનંત બ્રહ્માંડ અને નિરાકાર પરમ પુરુષના પ્રતિકને શિવલિંગ ( Shivling ) કહેવામાં આવ્યું છે. સ્કંદપુરાણ મુજબ આકાશ સ્વયં લિંગ છે. શિવલિંગ ( Shivling ) વાતાવરણ સહિત ઘુમતી ધરતી તેમજ સમગ્ર અનંત બ્રહ્માંડનો એક્સ એટલે કે ધરી છે. શિવલિંગ ( Shivling ) નો અર્થ અનંત પણ છે. એટલે કે જેની કોઈ ન તો શરૂઆત છે કે ન તો કોઈ અંત.
શિવલિંગ ( Shivling ) નો અર્થ લિંગ કે યોનિ બિલકુલ નથી
 
શિવલિંગ ( Shivling ) ને લઈ આ ભ્રમણા ભાષાના ખોટા રૂપાંતર અને મલેચ્છ યવનો દ્વારા આપણા ધર્મગ્રંથોને નષ્ટ કરી દેવાને કારણે તેમજ બાદમાં અંગ્રેજો દ્વારા ષડયંત્રપૂર્વક તેની વ્યાખ્યા બદલી નાખવાનાં કારણે ફેલાઈ છે. જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે આપણે ત્યાં એક જ શબ્દના જુદા જુદા અર્થો નીકળે છે. ઉદાહરણ તરીકે હિન્દી શબ્દ ‘સૂત્ર’ને જ લઈ લો, સૂત્રનો અર્થ દોરી કે કાંચો તાંતણો પણ થાય છે. ‘સૂત્ર’ કોઈ ગણિતિક સૂત્ર પણ હોઈ શકે છે. સૂત્રનો અર્થ કોઈ ભાષ્ય લેખન જેમ કે નારદીય સૂત્ર, બ્રહ્મસૂત્ર વગેરે પણ થાય છે. તેવી જ રીતે અર્થને સંપત્તિ પણ કહેવાય છે અને મતલબ પણ થાય છે.
  
બરોબર આવી જ રીતે શિવલિંગ ( Shivling ) ના સંદર્ભમાં લિંગ શબ્દ ચિહ્ન, નિશાની, ગુણ, વ્યવહારનું પ્રતિક છે. ધરતી તેનો આધાર છે અને સૌ અનંત શૂન્યથી પેદા થઈ તેમાં જ લય થાય છે. તેના કારણે તેને લિંગ કહેવામાં આવે છે. આવી જ રીતે તેને અન્ય નામોથી પણ સંબોધવામાં આવે છે. જેમ કે, પ્રકાશ સ્તંભ /લિંગ, અગ્નિ સ્તંભ/લિંગ, ઊર્જા સ્તંભ/લિંગ, બ્રહ્માંડીય સ્તંભ/લિંગ. બ્રહ્માંડમાં બે જ ચીજ છે. એક ઊર્જા અને બીજું પદાર્થ. માનવ શરીર પદાર્થનું બનેલું છે અને આત્મા ઊર્જા છે. આવી જ રીતે શિવ પદાર્થ અને શક્તિ ઊર્જાનું પ્રતિક બનીને શિવલિંગ બને છે. વાસ્તવમાં શિવલિંગએ આપણા બ્રહ્માંડની આકૃતિ છે. લિંગ શબ્દનો સંબંધ પ્રતિક સાથે પણ છે. દિપકની પ્રતિમા બનાવવાને લઈ તેની શરૂઆત થઈ હોવાનું મનાય છે. હઠયોગી દીપશિખા એટલે કે દીપકની વાટ પર ધ્યાન લગાવતા હતા, પરંતુ હવામાં દીપકની જ્યોત હલી જતી હતી તેથી સ્થિર ધ્યાન પ્રક્રિયામાં ખલેલ ઊભી થતી હતી માટે દીપકની પ્રતિમા સમાન શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું. જેથી કરીને એકાગ્રતાથી વિના અવરોધે ધ્યાન લગાવી શકાય.
  

હવે વાત યોનિ શબ્દની

 
યોનિનો સંસ્કૃત અર્થ પ્રાદુર્ભાવ એટલે કે પ્રકટીકરણ થાય છે. જીવ પોતાના કર્મો મુજબ જુદી જુદી યોનિમાં જન્મ લે છે. પરંતુ આ શબ્દને પણવિધર્મીઓ દ્વારા વિકૃત કરી દેવામાં આવ્યો છે. હિન્દુ ધર્મમાં ૮૪ લાખ યોનિઓનો ઉલ્લેખ છે. એટલે કે ૮૪ લાખ પ્રકારના જન્મ છે. વિજ્ઞાન પણ માને છે કે ધરતી પર ૮૪ લાખ પ્રકારનાં જીવ છે.
 
પુરુષ અને સ્ત્રી બન્ને મળે ત્યારે મનુષ્ય યોનિ શબ્દ બને છે. માત્ર પુરુષ કે માત્ર સ્ત્રી માટે મનુષ્ય યોનિ શબ્દનો ઉલ્લેખ સંસ્કૃતમાં ક્યાંય નથી. આ લિંગ અને યોનિ બન્ને શબ્દોના અર્થ ખૂબ જ પવિત્ર છે. પરંતુ વિકૃત મોગલો, વિધર્મીઓ અને ગંદી માનસિકતાવાળા અંગ્રેજોએ લોકોનાં દિમાગમાં આ બન્ને શબ્દો ગુપ્તાંગો તરીકે ઠસાવી દીધા છે. જેને હિન્દુઓએ સ્વીકારી લીધું છે. ત્યારે હવે સમય આવી ગયો છે. હિન્દુ સમાજે આ પ્રકારનાં અપપ્રચારનો જડબાતોડ જવાબ આપવાનો અને તેના માટે હિન્દુ સમાજે તેમની પેઢીને પોતાના ધર્મનું સાચુ જ્ઞાન આપવું પડશે અને હિન્દુ ધર્મરક્ષકોએ પણ આવા અપપ્રચારો સામે એક ઝુંબેશ ચલાવી પડશે.