સાબરમતી આશ્રમથી અમૃત મહોત્સવની શરૂઆત, વડાપ્રધાને વિઝિટર બૂકમાં જે સંદેશ લખ્યો તે વાંચવા જેવો છે

    ૧૨-માર્ચ-૨૦૨૧
કુલ દૃશ્યો |

narendra modi_1 &nbs
 
 
આઝાદીના અમૃત મહોત્સવ ( Azadi No Amrut Mahotsav ) નો આજથી પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi ) એ આજથી આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો છે. આ ઉજવણીના કાર્યક્રમનું નામ “આઝાદી કા અમૃત મહોત્સવ” ( Azadi Ka Amrut Mahotsav ) રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે સાબરમતી આશ્રમ ( Sabarmati Ashram) માંથી કર્યુ હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમ ( Sabarmati Ashram) થી દાંડી માર્ચને લીલીઝંડી આપી હતી. દાંડી માર્ચ એ જ રૂટ પર જશે જે રૂટ પર ૯૧ વર્ષ પહેલા ગાંધીજી (Gandhiji) એ દાંડી માર્ચ (Dandi March) યોજી હતી અને નમક કાનૂનને તોડયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૩૦માં આજના દિવસે જ મહાત્મા ગાંધીએ દાંડીયાત્રા ( Dandi Yatra ) ની શરૂઆત કરી હતી અને નમક કાનૂનને તોડયો હતો. આજે તેના ૯૦ વર્ષ પૂર્ણ થયા છે.
 
અમદાવદ (Amdavad) માં આવવાની સાથે આજે સવારે વડાપ્રધાને સાબરમતી આશ્રમ ( Sabarmati Ashram) ની હૃદયકુંજની મુલાકાત લીધી હતી અને ગાંધીજી (Gandhiji) ની પ્રતિમાને સુતરની આંટી પણ પહેરાવી તેમને વંદન કર્યા હતા. ગાંધી આશ્રમની મુલાકાત બાદ તેમણે વિઝિટર બૂક ( Visitors Book ) માં પોતાનો સંદેશ પણ લખ્યો હતો. વડાપ્રધાને શું લખ્યું આ વિઝિટર બૂક ( Visitors Book ) માં ? આ દરકે વાંચવા જેવું છે. ગુજરાતના પ્રસિદ્ધ લેખક જય વસાવડા પણ પોતાના ફેસબૂક એકાઉન્ટ પર આ સંદેશ વાંચીને લખે છે કે “ઉત્તમ અક્ષરો, સર્વોત્તમ સંદેશ” !
 

વડાપ્રધાનનો આખો સંદેશ વાંચો…PM Modi visits Sabarmati Ashram, writes in visitors' book

 

narendra modi_1 &nbs