ગુજરાતમાં સૌથી વધારે સાઇબર ક્રાઇમ Cyber Crime આ શહેરમાં થાય છે!

    ૧૫-માર્ચ-૨૦૨૧
કુલ દૃશ્યો |

 Cyber Crime_1  
 
 
ઇન્ટરનેટના આ યુગમાં સાઇબર ક્રાઇમ ( Cyber Crime ) વધતો જાય છે. ડેટાથી લઈને બેંકમાં રહેલા તમારા પૈસા સુરક્ષિત નથી. દિન પ્રતિદિન સાઇબર અટેક થઈ રહ્યા છે, સાઇબર ક્રાઇમ ( Cyber Crime ) થઈ રહ્યો છે. આવા સમયે ગુજરાતમાં પણ સાઇબર ક્રાઇમ ( Cyber Crime ) ના કેસો નોંધાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સાઇબર ક્રાઈમ ( Cyber Crime ) ની સૌથી વધારે ઘટના ગુજરાતના અમદાવાદમાં નોંઘાઈ છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો ૧૮૬૯ કેસ સાઇબર ક્રાઇમના નોંધાયા છે.
 
ઉલ્લેખનીય છે કે અમદાવાદના જમાલપુર વિસ્તારના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ સંદર્ભે વિધાનસભામાં પ્રશ્ન પુછ્યો હતો જેનો જવાબ સરાકરે વિધાનસભામાં આપ્યો હતો. વિધાનસભામાં સરકાર દ્વારા જે માહિતી રજૂ કરવામાં આવી તે મુજબ છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ ( Ahmedabad ) માં ૯૪૦ જેટલા સાઇબર ક્રાઇમ ( Cyber Crime ) ના કેસ નોંધાયા છે. જેમાં વર્ષ ૨૦૧૫માં ૨૦ કેસ, ૨૦૧૬માં ૭૧ કેસ ૨૦૧૭માં ૧૧૨ કેસ, ૨૦૧૮માં ૨૨૮ કેસ, ૨૦૧૯માં ૧૭૫ કેસ અને ૨૦૨૦માં ૩૩૪ કેસ નોંધાયા છે.
 
રાજકોટ (Rajkot) ની વાત કરીએ તો અહીં પાંચ વર્ષમાં ૬૫ કેસ નોંધાયા છે. જેમાં વર્ષ ૨૦૧૫માં ૪ કેસ, ૨૦૧૬માં ૭ કેસ ૨૦૧૭માં ૭ કેસ, ૨૦૧૮માં ૧૮ કેસ, ૨૦૧૯માં ૧૦ કેસ અને ૨૦૨૦માં ૧૯ કેસ નોંધાયા છે.
 
આજ રીતે સુરત (Surat) ની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં સુરતમાં ૬૮૬ જેટલા સાઇબર ક્રાઇમના કેસ નોંધાયા છે. જેમાં વર્ષ ૨૦૧૫માં ૧૦ કેસ, ૨૦૧૬માં ૬૧ કેસ ૨૦૧૭માં ૧૧૦ કેસ, ૨૦૧૮માં ૧૫૪ કેસ અને ૨૦૨૦માં ૧૨૧ કેસ નોંધાયા છે.
વડોદરા (Vadodara) ની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં વડોદરામાં ૧૭૮ જેટલા સાઇબર ક્રાઇમના કેસ નોંધાયા છે. જેમાં વર્ષ ૨૦૧૫માં ૯ કેસ, ૨૦૧૬માં ૬૨ કેસ ૨૦૧૭માં ૧૫ કેસ, ૨૦૧૮માં ૨૦ કેસ, ૨૦૧૯માં ૨૭ કેસ અને ૨૦૨૦માં ૪૫ કેસ નોંધાયા છે.
 
ઉલ્લેખનીય વાત એ છે કે સાઇબર ક્રાઇમ બાબતે છેલ્લા પાંચ વર્ષમાં અમાદાવાદ ( Ahmedabad ) માં ૧૫૦૪ આરોપીઓની ધરપકડ થઈ છે તેમજ રાજકોટમાં ૮૯, સુરતમાં ૪૪૩ અને વડોદરામાં ૨૧૦ આરોપીઓની ધરપકડ થઈ છે.
ઉલ્લેખનીય વાત એ છે કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં છેલ્લા પાંચ વર્ષામાં સૌથી વધારે સાઇબર ક્રાઇમના કિસ્સા અમદાવાદમાં વધુ બન્યા છે.
 
જોકે વિધાનસભામાં સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સાઇબર ક્રાઇમ ( Cyber Crime ) રોકવા શક્ય હોય એટલા બધા જ પગલા ભરાઈ રહ્યા છે. ગુનો કરનાર ઝડપથી પકડાય એ માટે જરૂર હોય એ બધી જ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે, આ માટે સ્પેશિયલ ડ્રાઇવ પર કરવામાં આવે છે. આરોપીઓને પકડવા માટે બેંકોની પણ મદદ લેવામાં આવી રહી છે.