કોંગ્રેસના આ ધારાસભ્ય વિધાનસભામાં ટી-શર્ટ પહેરીને આવ્યા તો અધ્યક્ષે ગૃહમાંથી બહાર કાઢી મૂક્યા

    ૧૫-માર્ચ-૨૦૨૧
કુલ દૃશ્યો |

Vimal Chudasama_1 &n
 
 
કોગ્રેસના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા (Vimal Chudasama) ગુજરાત વિધાનસભા ( Gujarat Vidhan sabha ) માં ટી-શર્ટ પહેરીને આજે પહોંચી ગયા અને આ બાબત વિવાદનો મુદ્દો બની ગયો છે. પ્રશ્ન એ થાય કે શું વિધાનસભામાં ટી-શર્ટ (T-shirt) પહેરીને ન જવાય. આવો પ્રશ્ન એટલા માટે થાય છે કે ગુજરાત વિધાનસભામાં ટી-શર્ટ પહેરીને આવેલા કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા (MLA Vimal Chudasama) ને અધ્યક્ષે ગૃહમાંથી બહાર કાઢી મુક્યા હતા.
 
ગુજરાત વિધાનસભામાં અંદાજપત્રનું સત્ર ચાલી રહ્યું છે અને ધારાસભ્યોને ટી-શર્ટ સહિત અમુક પહેરવેશ ન પહેરવાનો આદેશ અપાયો હતો. આમ છતાં વિમલભાઈ ટી-શર્ટ પહેરીને વિધાનસભામાં પહોંચી ગયા. જે હવે ઘર્ષણનો મુદ્દો બની ગયો છે. આ પછી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ટી-શર્ટ કેમ ન પહેરી શકાય.
 
ઉલ્લેખનીય વાત એ છે કે વિધાનસભામાં ડ્રેસકોડ હોય છે. તેનું પાલન દરેક વિધાનસભ્યે કરવું પડે છે. અહીં અધ્યક્ષ જ સર્વોપરી હોય છે. ધારાસભ્યોના ડ્રેસ કોડથી લઇને વાણી વર્તન અંગેના તમામ નિયમો અધ્યક્ષ નક્કી કરે છે. આ સંદર્ભે અમૂક પ્રકારના કપડાં અને વર્તણૂક અંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે કેટલાક નિયમો બહાર પાડ્યા હતા. જેમાં કાળા કપડાં અને ટી-શર્ટ સહિત કોઈપણ જાતના લખાણવાળા ખેસ કે શર્ટ ન પહેરવા માટેના આદેશો કરેલા છે. તેમ છતાં આ આદેશને ન માનતા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા વિધાનસભામાં ટી-શર્ટ પહેરીને પહોંચી ગયા અને તેમને ગૃહમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
 
આ સંદર્ભે વિમલભાઇ ( Vimal Chudasama ) નું કહેવું છે આ યુવાનોની સદી છે. મારી પાસે મારું ફિટનેસ છે, હું મારા મત વિસ્તારમાં પણ ટી-શર્ટ (T-shirt ) પહેરીને જ જાવ છું અટલે ટી-શર્ટ પહેરું છુ. જો કે હવે ધારસભ્ય વિમલભાઈને ગૃહમાંથી ત્રણ દિવસ સુધી સસ્પેન્ડ કરવાની માંગ પણ સામે આવી છે. જેનો વિરોધ પણ કોંગ્રેસના અન્ય ધારાસભ્યોએ કર્યો છે. અને આ સંદર્ભે અનેક તર્ક – વિતર્કો પણ રજૂ કરવમાં આવી રહ્યા છે.