વસ્તી નિયંત્રણનો કાયદો લાવવો ખૂબ જરૂરી છે - ઇન્દ્રેશકુમાર

    ૧૫-માર્ચ-૨૦૨૧
કુલ દૃશ્યો |

rss,indresh kumar_1 
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના (RSS) રાષ્ટ્રીય કાર્યકારિણી સદસ્ય ઇન્દ્રેશ કુમારજી ( Indresh Kumar RSS ) હાલ ઝારખંડના પ્રવાસે છે. શનિવારે તેઓ રાંચીમાં હતા અને રવિવારે રાંચીમાં આયોજિત એક કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા હતા.
 
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના (RSS) રાષ્ટ્રીય કાર્યકારિણી સદસ્ય ઇન્દ્રેશકુમાર ( Indresh Kumar RSS ) એ કહ્યું છે કે વધતી જતી વસ્તી ભારતની સાથે સમગ્ર વિશ્વ માટે એક મોટી સમસ્યા છે. ભારતમાં વધતી જતી વસ્તીના નિયત્રંણ માટે બે બાળકોનો કાયદો બનાવવો જોઇએ. આ બાબતને કોઇ જાતિ ધર્મ કે સંપ્રદાય સાથે ન જોડવી જોઇએ. જનસંખ્યા વધવાથી બધાને મુશ્કેલીઓ પડે જ છે. સમગ્ર દેશે એક થઈને આ સંદર્ભે એક કાયદો બનાવી તેને લાગુ કરવા વિચાર કરવો જોઇએ. વર્તમાન સરકારની વાત કરીએ તો ૧૫ ઓગષ્ટ ૨૦૧૯માં પોતાના ઉદબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi) એ કહ્યું હતું કે નાનો પરિવાર પણ એક દેશપ્રેમ જ છે.
 
ઇન્દ્રેશકુમારે ( Indresh Kumar RSS ) રવિવારે રાંચી પ્રેસ ક્લબમાં જનસંખ્યા ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક પત્રકાર પરિષદ દરમિયાન આ વાત કહી હતી. ઇન્દ્રેશકુમારે કહ્યું કે ૧૮૫૭માં ૮૩ લાખ વર્ગ કિલોમીટરમાં ભારત ફેલાયેલું હતું અને તેની જનસંખ્યા ૩૫ કરોડ હતી. ૧૯૫૦માં ૩૧.૫ કિમીનું ભારત રહી ગયું અને ત્યારે પણ તેની સંખ્યા ૩૪ કરોડ હતી. આજે ભૂમિ તો એટલી જ છે પણ જનસંખ્યા ૧૩૦ કરોડ કરતા વધી ગઈ છે. આ વૃદ્ધિના કારણે અનેક સમસ્યાઓ ઉભી થઈ છે. તે બધાને નડી રહી છે. પછી તે હીન્દુ હોય કે મુસ્લિમ, સિખ હોય કે ઇસાઇ…
 
ઇન્દ્રેશકુમારે ( Indresh Kumar RSS ) આગળ કહ્યું કે જનસંખ્યા નિયંત્રણ કાયદાને ધર્મ કે જાતિ સાથે ન જોડવો જોઇએ. વોટબેંકની રાજનીતિ કરનારા આ બાબતને ઘર્મ સાથે જોડીને જોઇ રહ્યા છે. મેં કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી દેશના ૨૫ લાખ મુસ્લિમો સાથે રૂબરૂ મળીને વાત કરી છે, ઇસાઇઓને પણ મળ્યો છું, તેમની સાથે ચર્ચા પણ કરી છે. બૈદ્ધ, અનુસૂચિત જાતિ, જનજાતિ સમાજ સાથે પણ આ સંદર્ભે ચર્ચા કરી છે, બધાનું માનવું છે કે જનસંખ્યા વધવાથી મુશ્કેલીઓ વધી છે.
 
ઇન્દ્રેશકુમારે ( Indresh Kumar RSS ) આગળ કહ્યું કે મુસલમાનોની વાત કરીએ તો ૭૪ વર્ષમાં તેમની સ્થિતિ કેમ સુધરી નહી તેમને તો વધારાની સુવિધાઓ પણ અપાય જ છે. આ કાયદાને ઘર્મ સાથે એ લોકો જ જોડે છે જે રાજનીતિ કરે છે. આ સમાજને વોટબેંક સમજનારા નેતાઓએ જ આ સમાજની સ્થિતિ બગાડી છે. આ લોકોને માત્ર સત્તાથી મતલબ છે. સમાજ સાથે તેમને કઈ લેવાદેવા નથી. તેમણે ભાર દેતા જણાવ્યું કે આજ રીતે જો જનસંખ્યા વધતી રહેશે તો માણસ માણસને ખાવા મજબૂર થઈ જશે. જનસંખ્યા વધવાને કારણે વિશ્વની અનેક સભ્યતાઓ સમાપ્ત થઈ ગઈ છે. શક, હુણ, કુષાણનું અસ્તિત્વ રહ્યું નથી. આ સમસ્યા વૈશ્વિક છે. ૨૦૦ કરોડની ધરતી પર ૧૦૦૦ કરોડ લોકો રહેશે ત્યારે સ્થિતિ કેવી હશે? આ સમજવાની જરૂર છે.
 
ઇન્દ્રેશકુમારે ( Indresh Kumar RSS ) જણાવું કે બે બાળકોની નીતિ તથાકથિત ધર્મનિરપેક્ષ સરકાર સમયે જ બની હતી. આજે પણ છે પણ એવું બની રહ્યું નથી. તેમણે કહ્યું કે ધારા ૩૭૦ હટી શકે, ૩૫એ હટી શકે તો જનસંખ્યા નિયંત્રણ કાયદો કેમ ન બની શકે? જનતાની માંગ વધશે તો સરકારે કાયદો બનાવવો પડશે.