સ્ટ્રોંગ પર્સનાલિટિ ( Strong Personality ) મેળવવાની ૭ પાવરફૂલ ટિપ્સ

    ૧૭-માર્ચ-૨૦૨૧
કુલ દૃશ્યો |

strong personality quotes
 
 
21 મી સદીમાં તમારી પાસે સ્ટ્રોંગ પર્સનાલિટિ ( Strong Personality ) એટલે કે મજબૂત , આકર્ષક વ્યક્તિત્વ હશે તો સાચુ માનો તમારા અનેક કામ સરળાતાથી પૂરા થઈ જશે. એટલ જ આજે યુવાનો પર્સનાલિટિ ડેવલોપમેન્ટના કોર્ષ હજારો રૂપિયા ખર્ચીને કરે છે. કોર્પોરેટ કલ્ચરમાં તમે કામ કરતા હોવ અથવા તો કામ કરવાની ઇચ્છા હોય તો સ્ટ્રોંગ પર્સનાલિટિ ( Strong Personality ) હોવી જરૂરી છે. સ્ટ્રોંગ પર્સનાલિટિ મેળવવા ધણું બધું ધ્યાન રાખવું પડે છે પણ તેમ છતાં અહી આપેલી ૭ ટિપ્સ પર તમે કામ કરશો તો તમારામાં નક્કી ઘણો બધો ફરક દેખાશે….તો આવો જાણીએ એ ૭ ટિપ્સ વિશે
 

#1 દ્રષ્ટિકોણ | Angle of vision

 
અન્ય કરતા તમારો દ્રષ્ટિકોણ (Angle of vision) અલગ હોવો જોઇએ. જ્યાં લોકો સમસ્યા શોધતા હોય ત્યાં તમે એ સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરો. જેને કામ ન કરવું હોય તે બહાના શોધે છે, દરેક કામમાં સમસ્યા શોધે છે તમે ઉકેલ શોધો. તમારો પ્રભાવ સૌથી અલગ પડશે… Think Different
 

#2 સમયનો ઉપયોગ | Use Your Time

 
જેનો પ્રભાવ હોય છે તે લોકો સમયસર હોય છે. એટલે કે તેઓ પોતાનું બધું જ કામ સમયસર કરે છે. સમય બર્બાદ કરવામાં તેઓ માનતા નથી. વસ્તુની મહત્વતાને આધારે તેના માટે સમય ફાળવો, વધુ મહત્વની હોય તેને સમય આપો અને મહત્વની ન હોય ત્યાં સમય બર્બાદ ન કરો, આનાથી તમારી પાસે સમય બચશે અને તેનો ઉપયોગ તમે ગુણવત્તાયુક્ત કામ કરવામાં કરી શક્શો.
 

#3 આપણે કોઇને દેખાડી દેવાનું નથી | Work for self

 
કોઇ પણ કામ હોય તે આત્મસંતુષ્ટી માટે કરો, કોઇને દેખાડી દેવા કોઇ કામ ન કરો. દરેકની કામ કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે. કોઇને દેખાડી દેવા તમે કામ કરશો તો એ કામ તો થશે પણ સાથે સાથે તમારી એક અલગ નેગેટિવ બાજુ પણ લોકો સમક્ષ જશે. તમારો ઇગો, ઘમંડ તે કામમાં દેખાશે જે યોગ્ય નથી. માટે પોતાના માટે નિજાનંદ માટે કામ કરો બીજાને દેખાડી દેવા નહી
 

#4 નવું વિચારો | Think Different

 
હંમેશાં નવું વિચારો. કોઇ પણ કામ હોય, પડકાર હોય, મુશ્કેલી હોય તેને જોવાનો અભિગમ બદલો. આવા સમયે લોકો શું કરે છે એવું નહી પણ તમે શું નવું કરી શકો છો એ વિચારો. નવું વિચારશો તો નક્કી પોઝિટીવ માર્ગ મળી રહે છે
 

#5 સ્વીકાર | Acceptance

 
જે છે તે છે…ભૂલ હોય કે તમારી અજ્ઞાનતા હોય તેનો સ્વીકાર કરો અને એ અજ્ઞાનતા અને ભૂલ ફરી ના થાય તેના પર કામ કરો. આ સારા વ્યક્તિત્વની નિશાની છે. કોઇ ઢોંગ ના કરો, નથી ખબર તો નથી ખબર. સ્વીકાર ( Acceptance ) કરો અને આગળ વધો
 

#6 નીડર બનો | Be Bravo

 
નીડતા આકર્ષક હોય છે. તમે નીડર બનશો તો આપો આપ તમારું વ્યક્તિત્વ ખીલી ઉઠશે. કોઇ પણ કામ હોય નીડર બની કરો, તમારા વિચાર નીડર બનીને રજૂ કરો. નીડરતા આત્મવિશ્વાસ દેખાડે છે. જે પ્રભાવિક હોય છે. માટે સ્ટ્રોંગ પ્રર્સનાલિટિ મેળવવા નીડરતા હોવી ખૂબ જરૂરી છે
 

#7 સાંભળવાની કલા શીખો | Listening to People

 
સ્ટ્રોંગ પર્સનાલિટિ ( Strong Personality ) મેળવવી હોય તો સાંભળવાનો ગુણ વિકસાવો, તમારી સામે કોઇ વાત રજૂ કરતું હોય તો તેને સમજવા માટે સાંભળો તેને જવાબ આપવા માટે નહી. કોઇ વ્યક્તિને તમે સમય આપીને એને બરોબર સાંભળો તો તે એક સારી છાપ લઈને જાય છે. વાત કરતી વખતે આજુબાજુમાં ધ્યાન ન રાખો, સામેવાળી વ્યક્તિની આંખથી આંખ મીલાવીને તેને સાંભળો.
 
તો આ હતી સ્ટ્રોંગ પર્સનાલિટિ ( Strong Personality ) મેળવવાની ૭ સામાન્ય ટિપ્સ, તમે આટલું કરશો તો પણ બધાને તમારામાં ઘણો ફરક દેખાશે…
 
 

જુવો વીડિઓ.... Strong Personality