દેશના આ રાજ્યમાં રહે છે સૌથી વધુ કરોડપતિ, ઉત્તરપ્રદેશ પ્રદેશ બીજા નંબરે અને ગુજરાત?

    ૧૭-માર્ચ-૨૦૨૧
કુલ દૃશ્યો |

Dollar millionaires in In
 
 
Dollar millionaires in India । જે પરિવારની વર્ષની આવક ૧૦ લાખ ડોલર હોય તેને “મિલિયનર ડોલર પરિવાર” કહેવામાં આવે છે. ભારતમાં મહારાષ્ટ્રની જીડીપી સૌથી વધારે છે. દેશની જીડીપીમાં તેનું યોગદાન લગભગ ૧૬ ટકા જેટલું છે. નાણાકીય વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૯ની વચ્ચે આ રાજ્યની અર્થવ્યવસ્થા વર્ષે લગભગ ૬.૯ ટકા જેટલી વધી રહી છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં દેશના સૌથી વધારે એટલે કે ૨૪૭ સૌથી અમીર લોકો રહે છે.
 
 
  • #દેશમાં ૪.૧૨ લાખ જેટલા પરિવાર “ડોલર-મિલિયનેર પરિવાર” છે જેમા સૌથી વધારે ૫૬૦૦૦ પરિવાર મહારાષ્ટ્રમાં રહે છે.
  •  
  • #મહારાષ્ટ્ર પછી સૌથી વધારે મિલિયનેર પરિવાર (Dollar millionaires) ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને ગુજરાતમાં રહે છે
  •  
  • # જે પરિવારની વર્ષની આવક ૧૦ લાખ ડોલર હોય તેને મિલિયનર ડોલર પરિવાર કહેવામાં આવે છે.

 
દેશમાં ૪.૧૨ લાખ જેટલા પરિવાર “ડોલર-મિલિયનેર (Dollar millionaires) પરિવાર” છે એટલે કે જેની વર્ષે આવક ૭ કરોડ રૂપિયા કરતા વધારે છે. આવા પરિવાર મહારાષ્ટ્રમાં વધારે છે જેની સંખ્યા ૫૬૦૦૦ જેટલી છે. હમણા હુરૂન ઇન્ડિયા (Hurun India report) ની વેલ્થ રીપોર્ટ ૨૦૨૦ આવી જેમાં આ બધું કહેવામાં આવ્યું છે. આ રીપોર્ટ પ્રમાણે મહારાષ્ટ્ર પછી સૌથી ધનવાન પરિવાર ઉત્તરપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને ગુજરાતમાં રહે છે. દેશના કુલ કરોડપતિ પરિવારમાંથી ૪૬ ટકા કરોડપતિ તો આ રાજ્યમાં જ રહે છે.
 

પહેલા નંબરે મહારાષ્ટ્ર

 
જે પરિવારની વર્ષની આવક ૧૦ લાખ ડોલર હોય તેને મિલિયનર ડોલર પરિવાર કહેવામાં આવે છે. ભારતમાં મહારાષ્ટ્રની જીડીપી સૌથી વધારે છે. દેશની જીડીપીમાં તેનું યોગદાન લગભગ ૧૬ ટકા જેટલું છે. નાણાકીય વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૯ની વચ્ચે આ રાજ્યની અર્થવ્યવસ્થા વર્ષે લગભગ ૬.૯ ટકા જેટલી વધી રહી છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં દેશના સૌથી વધારે એટલે કે ૨૪૭ સૌથી અમીર લોકો રહે છે.
  

બીજા નંબરે ઉત્તરપ્રદેશ

 
ઉત્તરપ્રદેશમાં મિલિયનર પરિવારોની સંખ્યા ૩૫૦૦૦ છે. આ રાજ્યની અર્થવ્યવસ્થા છેલ્લા એક દાયકાથી ૧૦.૬ ટકાની ગતિએ આગળ વધી રહી છે. આ સૂચીમાં ત્રીજા સ્થાને તમિલનાડું છે જ્યાં ૩૫૦૦૦ ધનવાન પરિવાર રહે છે. છેલ્લા પાંચ વર્ષથી આ રાજ્યની અર્થવ્યવસ્થા પણ વર્ષે ૧૨.૨ ટકાની ગતિએ આગળ વધી રહી છે. આ રાજ્યમાં દેશના ૬૫ સૌથી અમીર વ્યક્તિ રહે છે.
 
આ યાદીમાં કર્ણાટક ચોથા સ્થાને છે. અહીં ૩૩૦૦૦ મિલિયનર પરિવાર રહે છે. છેલ્લા પાંચ વર્ષથી આ રાજ્યની અર્થવ્યવસ્થા પણ વર્ષે ૧૦ ટકાની ગતિએ આગળ વધી રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દાયકામાં આ રાજ્યની પ્રતિ વ્યક્તિ આવક ૧૧ ગણી વધી છે. રીપોર્ટ પ્રમાણે દેશના ૭૨ જેટલા અમીર લોકો કર્ણાટકમાં રહે છે.
 
ગુજરાત (Gujarat) ની વાત કરીએ તો ગુજરાત પણ આ યાદીમાં આવે છે. આ રીપોર્ટ પ્રમાણે ૨૯૦૦૦ ધનવાન પરિવાર એટલે કે ડોલર મિલિયનર પરિવાર ગુજરાતમાં રહે છે. આ યાદીમાં ગુજરાત પાંચમાં સ્થાને આવે છે. ગુજરાતમાં દેશના ૬૦ જેટલા અમીર વ્યક્તિ રહે છે. આવા રાજ્યોની ટોપ ટેનની યાદી બનાવીએ તો આ પાંચ રાજ્યો પછી પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને તેલંગાનાનો પણ સમાવેશ થાય છે
 

મુંબઈની વાત અલગ છે

 
આ તો થઈ રાજ્યોની વાત પણ શહેરની વાત કરીએ તો મુંબઇની વાત અલગ છે. મુંબઈમાં ૧૬,૯૩૩ ડોલર મિલિયનર પરિવાર રહે છે જે અન્ય શહેરની તુલનામાં સૌથી વધારે છે. ૧૫૮૬૧ પરિવાર સાથે દિલ્હી બીજા સ્થાને અને ૧૦,૦૦૦ પરિવાર સાથે કોલકાત્તા ત્રીજા સ્થાને આવે છે. ૭,૫૮૨ પરિવાર સાથે બેંગલુરૂ ચોથા સ્થાને અને ૪,૬૮૫ પરિવાર સાથે ચેન્નઈ પાંચમાં સ્થાને આવે છે.