ગુજરાતમાં કોંગ્રેસની હારના ૧૦ કારણો જાણવા જેવા છે! Congress lose gujarat election

    ૦૨-માર્ચ-૨૦૨૧
કુલ દૃશ્યો |

Gujarat Congress_1 &
 
 
ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા 23 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની પેટાચૂંટણી રવિવારે યોજાઇ હતી. તેમાં જિલ્લા પંચાયતોમાં સરેરાશ 66 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જેનું પરિણામ આજે જાહેર થયું છે અને આ બધી જ જગ્યાએ ભાજપ (BJP) ની જીત થઈ છે.
 
ગુજરાતની ૩૧ જિલ્લા પંચાયતમાંથી ૩૧ જિલ્લા પંચાયત પર, ૨૩૧ તાલુકા પંચાયતમાંથી ૧૯૭ અને ૮૧ નગરપાલિકામાંથી ૭૫ પર ભાજપની જીત થઈ છે અને કોગ્રેસ (Gujarat Congress) ની કારમી હાર થઈ છે. તાપીતો કોંગ્રેસનો ગઢ ગણાય છે અહીં પણ પહેલીવાર ભાજપની જીત થઈ છે.
 
કોગ્રેસ (Gujarat Congress) ની ૨૦૧૫ કરતા પણ કારમી હાર થઈ છે. આવું કેમ થયું? ભાજપ (BJP) ની ઐતિહાસીક જીત અને કોંગ્રેસની આવી હાર કેમ થઈ? આવો જાણીએ કોંગ્રેસ (Gujarat Congress) ની હારના કેટલાક કારણો…
 
#૧ કોંગેસ (Gujarat Congress) સત્તાધારી પક્ષની જે નબળાઈ છે તેનો ફાયદો ઉપાડવામાં એકદમ નિષ્ફળ ગઈ છે.
 
#૨ કોંગ્રેસ માત્ર આરોપ-પ્રત્યારોપ પૂરતી જ સિમિત રહી, તે માત્ર આરોપ પ્રત્યારોપ કરતી રહી પણ પ્રજાની વચ્ચે જઈ વિશ્વાસ પેદા ન કરી શકી.
 
#૩ મહાનગરપાલિકામાં થયેલી હાર બાદ પણ કોગ્રેસના નેતાઓ જાગ્યા નહી પણ વધારે નિરાશ થયા. હારમાંથી શિખવાના બદલે મનથી હાર સ્વીકારી લીધી. લોકો વચ્ચે જઈ સભાઓ ગજવાની જગ્યાએ આ નેતાઓએ માત્ર મીડિયા સામે જ વાત મૂકવાનું પસંદ કર્યુ.
 
#૩ કોંગ્રેસ (Gujarat Congress) માં જૂથવાદ છે અને આંતરિક મતભેદ પણ છે, આ વાત હાર્દિક પટેલ પણ જાહેરમાં સ્વીકારી ચૂક્યો છે. તો કોંગ્રેસની હારનું એક કારણ આ જૂથવાદ અને આંતરિક મતભેદ પણ છે. એકજુથ થઈ કોંગ્રેસ ચૂંટણી લડવામાં નિષ્ફળ ગઈ છે. જેનું આ પરિણામ છે.
 
#૪ ઉમેદવારની પસંદગીમાં પણ કોંગ્રેસ (Gujarat Congress) નિષ્ફળ ગઈ. ભાજપે સગા-સંબધીઓને ટિકિટ ન આપી અને આ સંદર્ભે કડક નિયમો બનાવી તેનું પાલન કર્યુ પણ કોંગ્રેસના નેતાઓએ સગા-સંબંધીઓને અઢળક ટિકિટ અપાવી. જેનું વિપરિત પરિણામ આવ્યું. પ્રજાને યોગ્ય ઉમેદાવાર ન મળ્યો અને કોંગ્રેસને મત ન મળ્યા.
 
#૫ કોંગ્રેસમાં હંમેશાંની જેમ નેતૃત્વનો અભાવ દેખાયો. લોકપ્રિય નેતાનો કોંગ્રેસમાં અભાવ છે, કોઇ એવો ચહેરો નથી જેના પર લોકોનો વિશ્વાસ જાગે.
 
#૬ કોંગ્રેસ અસરકારક પ્રચાર ન કરી શકી. ભાજપે પોતાના સ્ટાર પ્રચારક નેતાઓને પ્રચારમાં ઉતાર્યા પણ કોગ્રેસના મોટા નેતાઓ બહુ પ્રચાર ન કરી શક્યા.
 
#૭ કોંગ્રેસ (Gujarat Congress) જનતાનો મૂળ સમજવામાં આ વખતે પણ નિષ્ફળ રહી. સ્થાનિક મુદ્દા સાથે ચૂંટણી લડવાની જગ્યાએ કોંગ્રેસ રાષ્ટ્રીય મુદ્દાઓ સાથે મેદાનમાં ઉતરી. જે સ્થાનિક લોકોના ગળે ન ઉતર્યા.
 
#૮ કોંગ્રેસમાં લોકપ્રિયનેતાનો અભાવ છે. પ્રજાને કોઇ નેતા ગમતો હોય એવો એક પણ નેતા ગુજરાતમાં હાલ કોંગ્રેસ પાસે નથી.
 
#૯ અસરકારક સંગઠન કોંગ્રેસ (Gujarat Congress) પાસે નથી. કાર્યકર્તાઓ છે પણ સતત મળેતી હારના કારણે તેમનો ઉત્સાહ દેખાતો નથી. કાર્યકર્તાઓની નિષ્ક્રીયતાના કારણે કોંગ્રેસ પ્રજાના મન સુધી પહોંચી શકી નહી. કોરોનાકાળમાં કોંગ્રેસની કામગિરિ દેખાઇ નહી.
 
#૧૦ કોંગ્રેસની અનિર્ણાયક સ્થિતિ પણ તેની કારમી હારનું કારણ છે. ત્વરીત નિર્યણ અહીં લેવાતો નથી કેમ કે તેના જે પ્રમુખ બને છે તે પક્ષમાં બધે સ્વીકાર્ય હોતા નથી જેમ કે હાર્દિક પટેલ. આ ચૂંટણીમાં હાર્દિક (Hardik Patel) ને જવાબદારી જ ન સોંપાઈ.