વિશ્ર્વભરમાં ભારતીય મૂળના લોકોનું વધી રહેલું યોગદાન । સબસે આગે હોંગે હિન્દુસ્તાની

    ૨૪-માર્ચ-૨૦૨૧   
કુલ દૃશ્યો |

nationals and citizens of
 
 
 
વિશ્ર્વભરમાં ભારતીય મૂળના લોકોનો ડંકો વાગી રહ્યો છે. કમલા હેરિસ અમેરિકાના ઉપરાષ્ટપતિ બન્યાં છે. તો બ્રિટનની ખજાનાની ચાવી ઋષિ સુનક પાસે છે. ૨૦૨૧ ઇન્ડિયા સ્પોરા ગવનર્ર્મેન્ટ લીડર્સની યાદીમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકા અને બ્રિટન સહિત વિશ્ર્વભરના ૧૫ દેશોમાં ભારતીય મૂળના ૨૦૦થી વધુ લોકો નેતૃત્વનાં વિવિધ પદો પર આરૂઢ છે.
આમાંથી ૬૦ લોકોએ તો મંત્રીમંડળમાં પણ સ્થાન મેળવ્યું છે. આવો, વાત કરીએ વિશ્ર્વભરમાં વસી રહેલા એવા કેટલાક ભારતીયોની જેઓએ પોતાની પ્રતિભાથી સમગ્ર વિશ્ર્વમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે અને ભારતને ગૌરવ અપાવ્યું છે.
 
ભારતીય મૂળના લોકોનાં વિશ્ર્વભરની સરકારોમાં મહત્ત્વનાં પદો સંભાળવાનો ઇતિહાસ રહ્યો છે. અમેરિકા હોય બ્રિટન હોય, કે પછી કેનેડા, મોરીસસ, ફીજી, ગુયાના કે આયર્લેન્ડ ભારતીય મૂળના લોકોએ અનેક ઉચ્ચ પદો સંભાળ્યા પણ છે અને શોભાવ્યાં પણ છે.
 

કમલા હેરિસ : અમેરિકાના સૌપ્રથમ મહિલા ઉપરાષ્ટપતિ । Kamala Harris

 
અમેરિકામાં થયેલી ચૂંટણીઓમાં કમલા હેરિસ ( Kamala Harris ) ને શરૂઆતથી જ ડેમોક્રેટ પક્ષ તરફથી ઉપરાષ્ટપતિ તરીકે જાહેર કરી તેનો ભરપૂર પ્રચાર કરવામાં આવ્યો હતો. તેઓ અમેરિકાના સૌપ્રથમ મહિલા ઉપરાષ્ટપતિ બન્યાં છે. કમલા હેરિસ ( Kamala Harris ) ની માતાનું નામ શ્યામલા ગોપાલન છે અને કમલા હેરિસનો સંબંધ તમિલનાડુ સાથે છે. તેઓ બાળપણમાં અનેક વખત પોતાની નાની બહેન માયા હેરિસ સાથે તમિલનાડુમાં પોતાના મોસાળમાં આવતાં હતાં, માટે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાથી પણ તે ઘણેખરે અંશે વાકેફ છે.
 

સ્વાતિ મોહન : પર્સિવરેન્સ રોવર લેન્ડિંગમાં મહત્ત્વની જવાબદારી સંભાળનાર | Swati Mohan NASA

 
અમેરિકા (America) ની અંતરિક્ષ એજન્સી નાસા (NASA) ની જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં માર્સ પર્સિવરેન્સ રોવર મિશનના લેન્ડિંગ દરમિયાન એક મહિલા સતત સમગ્ર વિશ્ર્વને રોવરની પળેપળની માહિતી આપી રહી હતી. આ મહિલા ભારતીય મૂળના અમેરિકન વૈજ્ઞાનિક સ્વાતિ મોહન ( Swati Mohan ) હતાં, જેઓએ માર્સ પર્સિવરેન્સ રોવરને મંગળ ગ્રહ પર ઉતારવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. ૨૦૧૩થી તેઓ આ મિશનનો હિસ્સો છે.
 

nationals and citizens of 
 

વનિતા ગુપ્તા : સહયોગી એટર્ની જનરલ | Vanita Gupta

 
૪૫ વર્ષનાં વનિતા ગુપ્તા ( Vanita Gupta ) જો બાઈડન સરકારમાં સહયોગી એટોની જનરલ પદ પર નિયુક્તિ પામ્યા છે. ઉલ્લેખનીય છે કે વનિતા ઓબામા સરકારમાં પણ ન્યાય વિભાગમાં નાગરિક અધિકાર પ્રભાગમાં પ્રમુખપદે રહી ચૂક્યાં છે. વનિતા ગુપ્તાની છાપ અમેરિકાના સૌથી સન્માનિત નાગરિક અધિકારના વકીલોમાંના એક તરીકેની છે. ૪૬ વર્ષના વનિતા ગુપ્તા ( Vanita Gupta ) નો સંબંધ ઉત્તર પ્રદેશના અલીગઢ સાથે છે. વનિતા ગુપ્તા અમેરિકન સિવિલ લિબર્ટી યુનિયનના સર્વોચ્ચ વકીલ છે.
 

ડૉ. વિવેક મૂર્તિ : અમેરિકી સર્જન જનરલ | Dr Vivek Murthy

 
ડૉ. વિવેક મૂર્તિ ( Dr Vivek Murthy ) બીજી વખત અમેરિકાના સર્જન જનરલ બન્યા છે. ૪૩ વર્ષના ડૉ. વિવેક મૂર્તિ ઓબામા સરકારમાં પણ અમેરિકાના સર્જન જનરલ હતા. ડૉ. મૂર્તિ જન સ્વાસ્થ્ય અને ચિકિત્સા સંબંધિત મામલામાં જો બાઈડને સૌથી વિશ્ર્વસનીય સલાહકારોમાં સામેલ કર્યા છે. ઉલ્લેખનીય છે કે ડૉ. વિવેકમૂર્તિએ પોતાના પ્રથમ કાર્યકાળમાં નશીલા પદાર્થોથી લઈ માનસિક સ્વાસ્થ સાથે સંકળાયેલ અનેક મોટા પ્રશ્ર્નોના નિરાકરણમાં ખૂબ સારી ભૂમિકા ભજવી હતી. તેઓએ સ્વાસ્થ જીવનશૈલી અને બાળકોના રસીકરણ માટે પણ વિશેષ કાર્ય કર્યું હતું.
 

નિકિક હેલી / બોબી જિંદાલ | Nikki Haley

 
નિકિક હેલી ( Nikki Haley ) સંયુક્ત રાષ્ટ (UN) માં અમેરિકાના રાજદૂત જેવા મહત્ત્વનાં પદ સંભાળી ચૂક્યાં છે. ૨૦૧૬માં અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારમાં સ્થાન મેળવનાર તેઓ ભારતીય મૂળના પ્રથમ રાજનેતા હતા. આ પહેલાં તેઓ બે વખત કેરોલાઈના ગવર્નર રહી ચૂક્યાં હતાં. તો ભારતીય મૂળના અમેરિકન નાગરિક એવા બોબી જિંદાલ લુઇજિયાનાના ગવર્નર બન્યા હતા. તેઓ આ પદ શોભાવનાર પ્રથમ ભારતીય અમેરિકન હતા. જિંદાલ રિપબ્લિકન પક્ષ તરફથી અમેરિકાના રાષ્ટપતિ પદ તરીકેના દાવેદાર હોવાની પણ વાતો વહેતી થઈ હતી.
 

nationals and citizens of 
 

પ્રીતિ પટેલ : બ્રિટનમાં ભારતીય મૂળના પ્રથમ ગૃહમંત્રી | Preeti Patel

 
પ્રીતિ પટેલ (Preeti Patel) બ્રિટનની બોરિસ જોનસન સરકારમાં ગૃહમંત્રી છે. ૪૭ વર્ષના પ્રીતિ પટેલ બ્રેઝિટ સમર્થકોનો મુખ્ય ચહેરો છે. તેમની ગણના કંઝર્વેટિવ પક્ષના સૌથી ચર્ચિત નેતાઓમાં થાય છે. તેઓ પોતાની દક્ષિણપંથી વિચારધારા માટે પણ જાણીતા છે. તે હિન્દુ ગુજરાતી પરિવારમાંથી આવે છે. તેમનો પરિવાર પહેલા યુગાન્ડા ત્યાર બાદ બ્રિટનમાં આવીને વસ્યો હતો અને ૨૦૧૦માં કંઝર્વેટિવ પક્ષ તરફથી ચૂંટણી જીતી પ્રથમવાર બ્રિટિશ સંસદમાં પહોંચ્યાં હતાં.
 

ઋષિ સુનક : બ્રિટિશ સરકારમાં નાણામંત્રી | Rishi Sunak

 
૩૯ વર્ષીય ઋષિ સુનક ( Rishi Sunak ) બ્રિટિશ સરકારમાં નાણામંત્રી છે. આ પહેલાં તે ટ્રેઝરીના મુખ્ય સચિવ તરીકે કામ કરી રહ્યા હતા. ૨૦૧૫માં તેઓ પોર્કશરની રિચમંડ બેઠક પરથી કંઝર્વેટિવ પક્ષના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ૨૦૧૯માં તેઓ નાણા મંત્રાલયના મુખ્ય સચિવ બન્યા હતા. આ પહેલાં તેઓ જાન્યુઆરી ૨૦૦૮થી જુલાઈ ૨૦૧૯ સુધી રહેઠાણ, સમુદાય અને સ્થાનીય સરકાર મંત્રાલયના સંસદીય સચિવ પણ રહ્યા હતા. તેમની ગણના પક્ષના એક ઉદય થઈ રહેલા રાજનેતા તરીકે થાય છે.
 

અનીતા આનંદ : કેનેડાના પબ્લિક સર્વિસ એન્ડ પ્રોક્યોરમેન્ટના કેન્દ્રીય મંત્રી | Anita Anand

 
કેનેડામાં આમ જોઈએ તો વર્તમાન સરકાર ભારતીય મૂળના સાંસદોને કારણે જ ટકેલી છે. અહીંની કેબિનેટમાં ભારતીય મૂળના લોકોની ભરમાર છે. લગભગ ૧૫થી વધુ ભારતીય મૂળના લોકો અહીંની કેબિનેટમાં છે. પબ્લિક સર્વિસ એન્ડ પ્રોક્યોરમેન્ટના કેન્દ્રીય મંત્રી અનીતા ( Anita Anand ) ઇન્દિરા આનંદ કેનેડિયન કેબિનેટમાં સામેલ થનારા પ્રથમ હિન્દુ મહિલા છે. આ અગાઉ તેઓ ટોરંટો વિશ્ર્વવિદ્યાલયમાં કાયદાના પ્રોફેસર રહી ચૂક્યાં છે. તેમના માતા અમૃતસરનાં અને પિતા તમિલનાડુના હતા.
 

nationals and citizens of 

નવદીપ બેસ : કેનેડામાં સાયન્સ ઇવોનેશન એન્ડ ઇન્ડસ્ટ્રી મંત્રી | Navadeep Bains

 
કેનેડાની ટ્રુડો સરકારમાં સાયન્સ, ઇનોવેશન એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મંત્રી નવદીપ બેસ ( Navadeep Bains ) કેનેડાના ઓટારિયો પ્રાંતમાં જન્મ્યા હતા. શીખ મતમાં માનનારાં તેમનાં માતા-પિતા ભારતથી કેનેડા જઈ વસ્યાં હતાં. ૨૦૦૪માં માત્ર ૨૬ વર્ષની ઉંમરે તેઓ પોતાની પ્રથમ ચૂંટણી જીત્યાં હતાં અને કેનેડાની સંસદમાં લિબરલ પક્ષના સૌથી યુવા સાંસદ બન્યા હતા. તેમની ગણના ઇનોવેશન એટલે કે નવાચારના પ્રોત્સાહક નેતામાં થાય છે.
 

હરજીત સજ્જન : કેનેડાના રક્ષામંત્રી | Harjit Sajjan

 
ભારતના પંજાબના : હોશિયારપુરમાં જન્મેલા હરજીત સજ્જન ( Harjit Sajjan ) હાલ કેનેડાના રક્ષામંત્રી છે. તેઓ કેનેડાના સૈન્યમાં લેફ્ટિનેન્ટ કર્નલ તરીકે પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ કેનેડિયન પોલીસમાં ૧૧ વર્ષો સુધી પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. પંજાબમાં જ જન્મેલા હરબતસિંહ ઘાલીવાલ ૧૯૯૭માં કેનેડાની કેન્દ્રીય કેબિનેટમાં સદસ્ય બનનાર પહેલા ભારતીય હતા.
 

nationals and citizens of 

મહેન્દ્ર ચૌધરી : ફિજીના પૂર્વ નાણામંત્રી | Mahendra Chaudhary

 
દક્ષિણી પ્રશાંત મહાસાગર ક્ષેત્રના દેશ ફિજીમાં ભારતીય મૂળના લોકો ન માત્ર સાંસદ કે મંત્રી જ બલ્કે પ્રધાનમંત્રી પણ બની ચૂક્યા છે. અહીં ૩૮ ટકા જેટલી આબાદી ભારતીયોની છે. લેબર પક્ષના નેતા મહેન્દ્ર ચૌધરી ( Mahendra Chaudhary ) ૧૯૯૯માં ફિજીના પ્રધાનમંત્રી બન્યા હતા. જો કે તેના એક વર્ષ બાદ જ ત્યાં સૈન્ય બળવો થતા તેમની સરકાર પડી ગઈ હતી. ત્યાર બાદ ૨૦૦૬થી સંસદીય ચૂંટણી જીતી તેઓ નાણામંત્રી પણ બન્યા હતા.

લિયો વારડેકર : આયર્લેન્ડના સૌથી યુવા પ્રધાનમંત્રી | Leo Varadkar

 
૨૦૧૭માં આયર્લેન્ડના સૌથી યુવા પ્રધાનમંત્રી બનેલા લિયો વરડાકર ( Leo Varadkar )આયરલેન્ડના કંઝર્વેટિવ પક્ષમાં ધુરંધર અને યુવા નેતા છે. અહીંના ડબ્લિનમાં જન્મેલા લિયો કારકિર્દીની શરૂઆત એક તબીબ તરીકે કરી. ૨૦૦૭માં તેઓએ અહીંની ચૂંટણીઓમાં ઝંપલાવી સાંસદ બન્યા. તેઓનો સંબંધ મહારાષ્ટ સાથે છે. તેમના પિતા મહારાષ્ટીય હતા, જ્યારે મા આયરલેન્ડની એક નર્સ હતાં.
 

nationals and citizens of 
 

પ્રીતમ સિંહ : સિંગાપુરમાં વિપક્ષના નેતા | Pritam Singh

 
સિંગાપુરમાં પણ ભારતીય મૂળના લોકોનો દબદબો વધી રહ્યો છે. અહીં સત્તાપક્ષ હોય કે વિપક્ષ ભારતીય મૂળના લોકોની બોલબાલા છે. ગત વર્ષે અહીં ભારતીય મૂળના પ્રીતમસિંહે ( Pritam Singh ) વિપક્ષના નેતા બની ઇતિહાસ સર્જ્યો હતો. ૨૦૨૦ની થયેલ ચૂંટણીઓમાં તેમના પક્ષે ૯૩માંથી ૧૦ બેઠકો જીતી લઈ સિંગાપુરના ઇતિહાસમાં સૌથી મોટા વિપક્ષ તરીકે ઊભર્યો હતો. ઉલ્લેખનીય છે કે અહીં ભારતીય મૂળનાં ઇન્દ્રાણી રામ સદનના નેતા છે અને તેઓ સત્તાપક્ષ પીપલ એક્શન પાર્ટીના નેતા પણ છે.
 

નીરા ટંડન : પ્રબંધન અને બજેટ કાર્યાલય ડાયરેક્ટર | Nira Tandan

 
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ બાદ નીરા ટંડન ( Nira Tandan ) વ્હાઇટ હાઉસમાં બીજા સૌથી મુખ્ય ભારતીય મૂળના અધિકારી છે. અમેરિકન પ્રોગ્રેસ સંસ્થાના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી નીરા ટંટન પ્રબંધન અને બજેટ કાર્યાલયના નિર્દેંશક છે. તેઓ આ કાર્યાલયનું નેતૃત્વ કરનારાં પહેલાં અશ્ર્વેત મહિલા છે.
 

ભારત રામમૂર્તિ : ડેપ્યુટી ડાયરેક્ટર એનઈસી | Bharat Ramamurti

 
ભારતીય મૂળના અમેરિકન ભારત રામમૂર્તિ ( Bharat Ramamurti ) અમેરિકાના આર્થિક સુધાર અને ગ્રાહક સંરક્ષણ માટે રાષ્ટ્રીય આર્થિક પરિષદના ઉપનિર્દેંશક છે. રાષ્ટ્રીય આર્થિક પરિષદ અમેરિકન પ્રશાસન માટે સ્થાનિક અને આંતરરાષ્ટીય સ્તર પર આર્થિક નીતિ તૈયાર કરવામાં સમન્વયનું કામ કરે છે. આ અગાઉ તેઓ રુઝવેલ્ટ ઇન્સ્ટિટ્યૂટમાં કોર્પોરેટ પાવર પ્રોગ્રામનાં પ્રબંધ નિર્દેંશક હતા. રામમૂર્તિનાં માતાપિતા તમિલનાડુનાં નિવાસી છે.