સાવધાન ! WhatsApp પર આવેલો આ મેસેજ તમારું બેંક બેલેન્સ ખાલી કરી શકે છે!

    ૨૫-માર્ચ-૨૦૨૧
કુલ દૃશ્યો |

fake massage_1  
 
 
WhatsApp હાલ દરેકના મોબાઇલમાં છે. તરત સંદેશ, વીડિઓ મોકલવો હોય તો આ એપના માધ્યમથી ઝડપથી મોકલી શકાય છે માટે તેનો ઉપયોગ પણ બધા કરે છે. હવે આ એપનો ઉપયોગ બધા કરે છે માટે અહી ફ્રોડ કરનારાઓની નજર પણ વધારે છે. અહીં ફ્રોડ વધારે થાય છે. રોજ આ સંદર્ભે અવનવા છેતરાવાના કિસ્સાઓ અહીં ( WhatsApp ) ઘટે છે, માટે જો તમે WhatsApp વાપરતા હોવ તો તમારે થોડું ધ્યાન રાખવા જેવું છે. હમણા જ એક છેતરામણો મેસેજ અહીં વાઈરલ થયો છે. તમારે આ મેસેજ આવ્યો હોય તો તમારે ચેતી જવાનું છે.
 
તાજેતરમાં જ વોટ્સએપ ( WhatsApp ) પર એક સર્વેનો મેસેજ વાઈરલ થયો છે. આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે જો તમે આ સર્વેમાં ભાગ લેશો અને આ સર્વે ફોર્મ ભરશો તો તમને Amazon ના ૩૦માં ઉત્સવ દરમિયાન ફ્રીમાં ગિફ્ટ આપવામાં આવશે. જો આ મેસેજ તમારા મોબાઇલમાં આવ્યો હોય તો ચેતી જાવ તમે સ્કેમમાં ફસાઈ શકો છો! કેમ કે આ મેસેજ ફેક છે.
 

આ રીતે થાય છે તમારી સાથે છેતરપીંડી | Fake WhatsApp Massage

 
આ મેસેજમાં એક ULR એટલે કે એક લિંક આપવામાં આવી છે. અને કહેવામાં આવ્યું છે કે આ લિંક પર ક્લિક કરશો એટલે તમને ફી ગિફ્ટ જીતવાનો મોકો મળશે. આ લિંક પર તમે ક્લિક કરશો એટલે એક સર્વે ફોર્મ ખુલે છે. આ સર્વે ફોર્મમાં તમારી પાસેથી અનેક પર્સનલ જાણકારી માંગવામાં આવે છે. આ ઉપરાંત તમારી ઉમર, જાતિ પણ માગવામાં આવે છે.
 
આ સર્વેમાં એ પણ પૂછવામાં આવી રહ્યું છે કે તમે એન્ડ્રોયડ ફોનનો ઉપયોગ કરો છો કે આઈફોનનો? આ પેજ પર એક ટાઇમર પણ દેખાય છે. આ ટાઇમર જોઇ આપણને લાગે કે આ ફોર્મ ઝડપથી ભરવાનું છે એટલે ફ્રી ગિફ્ટ જીતવાના ચક્કરમાં આપણે ફોર્મ ભરવામાં પણ ઝડપ વધારી દઈએ છીએ અને ઉતાવળમાં ન આપવાની માહીતી પણ આપી દઈએ છીએ. ઉલ્લેખનીય વાત એ છે કે આ સર્વે ફોર્મ ભર્યા પછી તમારા મોબાઇલની સ્ક્રીન પર એક ગિફ્ટ બોક્સ દેખાય છે, જેના પર ક્લિક કરવાથી તમને મેસેજ આવે છે કે તમે એક હુઆવેઈ મેટા ૪૦ પ્રો સ્માર્ટફોન જીતી ચૂક્યા છો પરંતું આ ગિફ્ટ મેળવવા તમારે આ મેસેજ અન્ય ૫ વોટ્સએપ ગૃપમાં પોસ્ટ કરવો પડશે અથવા ૨૦ વ્યક્તિઓને મોકલવો પડશે.
 

આ રીતે બચો આવા ફેક મેસેજથી । Identify Fake Massage on WhatsApp

 
પ્રશ્ન એ થાય છે ક આ બધુ જ કર્યા પછી ગિફ્ટ મળે છે? તો જવાબ એ છે કે ગિફ્ટ તો કોઇને મળતી નથી પણ તમારી અંગત માહીતી આ લોકોને મળી જાય છે જેના સહારે આ લોકો તમારા બેંક બેલેન્સ સુધી પહોંચી જાય છે. અને ટ્રીક વાપરી તમારું બેંક બેલેન્સ ખાલી કરી નાંખે છે. આવા લોભમાં આવવાથી તમે તો સ્કેમમાં ફસાવ છો પણ સાથે વોટ્સએપ ( WhatsApp ) પર શેર કરી અન્યને પણ ફસાવા પહેલ કરો છો. માટે આવા લોભામણા મેસેજથી બચવું જોઇએ. જે લોકો હોંશિયાર છે તે લોકો તો આવી લિંક પર ક્લિક નહી કરે પણ જેઓ આવા ફ્રોડથી અજાણ છે તે થોડી લાલચમાં આવી આ રીતે લૂંટાઈ જાય છે. માટે સાવધાન રહો.
 

ધ્યાનમાં રાખો….

 
# તમારી જન્મતારીખ આવા કોઇ ફોર્મમાં ન ભરો. તમને યોગ્ય લાગે ત્યાં જ જન્મ તારીખ લખો.
 
# OTP કોઇને ન આપો.
 
# જે મેસેજ આવ્યો હોય તેને બરાબર ધ્યાનથી વાંચો, તેને શંકાની નજરજી વાંચો.
 
# WhatsApp પર આવેલી આવા સર્વેની કોઇ લિંક પર ક્લિક ન કરો, તમને વિશ્વાસ હોય તો જ ચેક કરીને તે લિંક ખોલવી જોઇએ.
 
# આવા મેસેજ જો ધ્યાનથી વાંચવામાં આવે તો તમને ખબર પડી શકે છે કે આ ફેક મેસેજ છે. મોટા ભાગે તેના સ્પેલિંગમાં ભૂલ હોપ છે. દા.ત. Amazon ની જગ્યાએ Amezon લખ્યું હોય. આવા મેસેજમાં તમને જંક અને જરૂર ન હોય તેવા ઇમોજી, કેરેક્ટર પણ જોવા મળે છે.
 
# ટૂંકમાં કોઇ પણ મેસેજ હોય તેને ક્રોસ ચેક કરો, ગૂગલ ( Google ) પર સત્તાવાર વેબસાઈટ પર જઈ માહીતી મેળવો. ગમે તેવી વેબસાઈટ ( Website ) પર ભરોશો ન કરો. થોડું ધ્યાન આપશો તો ફેક ( Fake ) અને આવા સ્કેમવાળા મેસેજ ( Massage ) પકડી શકાય છે અને બચી શકાય છે..