અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) ને કેમ કહેવું પડ્યું કે ભારતીય લોકો અમેરિકામાં છવાઈ રહ્યા છે

    ૦૫-માર્ચ-૨૦૨૧
કુલ દૃશ્યો |

Joe Biden_1  H
 
NASA ના મંગળ મિશનની સફળતા પછી જો બાઈડેને (Joe Biden) હમણા જ વિજ્ઞાનીઓ સાથે વર્ચુઅલ બેઠક કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે ભારતીય મૂળના અમેરિકન ( Indian-Americans ) લોકો અમેરિકા પર છવાઈ રહ્યા છે. સ્વામિ મોહન ( Swati Mohan ), ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ ( Kamala Harris ) અને મારી આ સ્પીચ લખનાર વિનય રેડ્ડી પણ ભારતીય મૂળના અમેરિકન ( Indian-Americans ) જ છે
 
અમેરિકા ( America )ના રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) ને પોતાની સરકારમાં અનેક ભારતીય મૂળના અમેરિકન ( Indian-Americans ) લોકોને સમાવ્યા છે. તેમને જવાબદારીઓ આપી છે. હમણા જ તેમણે કહ્યું કે ભારતીય મૂળના અમેરિકન લોકો અમેરિકા પર છવાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ બન્યાના ૫૦ દિવસમાં જો બાઇડને પોતાની ટીમમાં ૫૫ ભારતીય મૂળના અમેરિકન નાગરિકોનો સમાવેસ કર્યો છે.
 
NASA ના મંગળ મિશનની સફળતા પછી જો બાઈડેને હમણા જ વિજ્ઞાનીઓ સાથે વર્ચુઅલ બેઠક કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે ભારતીય મૂળના અમેરિકન લોકો અમેરિકા પર છવાઈ રહ્યા છે. સ્વામિ મોહન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ ( Kamala Harris ) અને મારી આ સ્પીચ લખનાર વિનય રેડ્ડી પણ ભારતીય મૂળના જ છે
 
NASA ના મંગળ ૨૦૨૦ મિશનનું નેતૃત્વ ભારતીય મૂળની અમેરિકન વિજ્ઞાની સ્વાતિ મોહન ( Swati Mohan ) કરી રહી છે. ૨૦ જાન્યુઆરી અમેરિકાના ૪૬માં રાષ્ટ્રપતિના રૂપે શપથ લેનારા જો બાઈડેને ૫૫ જેટલા ભારતીય અમેરિકન નાગરિકોને જુદા-જુદા વિભાગમાં જુદી – જુદી જવાબદારીઓ, હોદ્દાઓ આપી એક ઇતિહાસ રચ્યો છે.
 
ઉલ્લેખનીય વાત એ છે કે આ ૫૫ લોકોમાં અધડી સંખ્યા મહિલાઓની છે. આમાથી અનેક મહિલાઓની તો વાઈટ હાઉસમાં જ નિયુક્તિ થઈ છે. અત્યાર સુધીમાં ઓબામાં – બાઈડેનની ૨૦૦૯ થી ૨૦૧૭ની સરકારે જ સૌથી વધુ ભારતીય મૂળના લોકોને નિયુક્ત કર્યા હતા. જો કે આમા ટ્રમ્પ સરકાર પણ પાછળ રહી ન હતી. ટ્રમ્પે પણ ભારતીય મૂળના અમેરિકન નાગરિકોને કેબિનેટ રેંક આપી નેશનલ સિક્યોરિટી કાઉન્સિલમાં નિયુક્તિ કરી હતી.
 
જો બાઈડેન (Joe Biden) પ્રશાસને પહેલા ૫૦ દિવસમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં ભારતીય મૂળના અમેરિકન નાગરિકોની નિયુક્તિઓ કરી છે. થોડા સમય પહેલા ડો. વિવેક મૂર્તિને અમેરિકન સર્જન જનરલ તરીકે પછી વનિત ગુપ્તાને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસમાં એસોસિએટ અટોર્ની જનરલ તરીકે મીડિયામાં નોંધ લેવાઈ હતી.
 
જાણીતા સમાજસેવી તથા ઇન્ડિયાસ્પોરાના સંસ્થાપક એમ. રંગાસ્વામીનુ કહેવું છે કે “આ જોવું ખૂબ આનંદમય છે કે કેટલા બધા ભારતીય મૂળના અમેરિકન નાગરિક લોકસેવાના આ ક્ષેત્રમાં આવી ગયા છે. મને મારા સમુદાયની આ તરક્કી જોઇને ખૂબ ગર્વ થઈ રહ્યો છે.”