જેસલ-તોરલની સમાધિ અંજાર | Jesal Toral Samadhi

    ૦૧-એપ્રિલ-૨૦૨૧
કુલ દૃશ્યો |

jesal toral samadhi_1&nbs
 
 
કચ્છ ( Kutch ) ની ધરા એ સંતો અને શૂરાઓની ભૂમિ છે, અહીંની માટીમાંથી અનેક સંતો પેદા થયા છે, એટલું જ નહીં, કચ્છમાં વસતા લોકો પરાપૂર્વથી ભક્તિ અને ઈશ્ર્વરપરાયણતામાં અગ્રેસર છે, જેના પરિણામે દરેક ધર્મ-સંપ્રદાયનાં પ્રાચીન ધર્મસ્થાનો અને દેવાલયો અહીં ગામેગામ જોવા મળે છે. રામાયણ-મહાભારત કાળથી અહીં શૈવપંથીઓ દ્વારા શિવાલયો, વિષ્ણુપંથીઓ દ્વારા તેના અવતારોનાં દેવાલયો અને શાક્ત પંથીઓ દ્વારા મા જગદ્અંબાનાં સ્વરૂપોનાં વિવિધ મંદિરો અહીં જોવા મળે છે, જેની સંખ્યા હજારોમાં થવા જાય છે. પણ અહી આપણે જેસલ-તોરલની સમાધિ ( Jesal Toral Samadhi ) ની વાત કરીશું...
 
તોરલ ત્રણ નર તારિઆ, સાંસતિયો ને સધીર,
જેસલ જગનો ચોરટો, પલમાં કીધો પીર...
 
જેસલ જાડેજા ( Jesal Jadeja ) અને તોરલ કાઠિયાણી ( Toral Kathiyani ) ની વાર્તાથી ગુજરાતનો કયો માણસ અજાણ છે? કચ્છ ( Kutch ) ફરવા આવતા લોકોની જોવાલાયક સ્થળોની યાદીમાં અંજાર ( Anjar ) અવશ્ય હોય છે, એ જેસલ-તોરલ ( Jesal Toral Samadhi ) ના આ સ્થાનની મહત્તા દર્શાવે છે. કચ્છમાં કહેવાય છે કે આ સમાધિઓ અમુક મુદતે જરા જરા હટતી એકબીજાની નજદીક આવતી જાય છે. ‘જેસલ હટે જવ ભર અને તોરલ હટે તલ ભર’ એવી લોકકહેવત મુજબ હટતી હટતી બંને સમાધિઓ જ્યારે એકબીજાથી તદ્દન નજદીક આવશે ત્યારે પ્રલયકાળ જેવો કોઈ બનાવ બનશે એવી લોકોક્તિ ચાલે છે. ભુજ ( Bhuj ) થી ૪૬ કિ.મી.ના અંતરે આવેલા તાલુકા મથકે અંજાર શહેરની મધ્યમાં જ જેસલ-તોરલની સમાધિ આવેલ છે. સમાધિઓનો ઘાટ કબર જેવો હોય છે. આથી કચ્છના બીજા અન્ય હિંદુ સંતોની જેમ જેસલને પણ ‘પીર’ની ઉપમા આપવામાં આવે છે.