વિશ્વમાં માત્ર એક જ વ્યક્તિ છે જે તમારી પ્રગતિને અવરોધી - રોકી શકે છે

    12-Apr-2021
કુલ દૃશ્યો |

Success Mantra _1 &n 
 
 

સફળતાનું સૂત્ર | Success Mantra | Pathey

એક ખૂબ મોટી કપનીના કર્મચારીઓ લંચ ટાઇમ પરથી પરત ફર્યા, તો તેઓએ નોટિસ બોર્ડ પર એક સૂચના લખેલી જોઈ. તેમાં લખેલું હતું, કાલે તમારો એક સાથી મૃત્યુ પામ્યો છે, જે તમારી પ્રગતિમાં સૌથી મોટો અવરોધ હતો. માટે તમામ કર્મચારીઓએ તેની શ્રદ્ધાંજલિમાં હાજર રહેવું.
 
બધા જ કર્મચારીઓ કપનીના મીટિગ હોલમાં શ્રદ્ધાંજલિ સભામાં પહોંચ્યા. સૌના મનમાં એક જ સવાલ હતો આખરે એ કોણ હતું, જે આપણી પ્રગતિમાં સૌથી મોટો અવરોધ હતો ?' તમામના મનમાં એ-એ અધિકારીઓ આવવા લાગ્યા જે ક્યારેક ને ક્યારેક તેમના કામમાં અવરોધરૂપ બન્યા હોય. શ્રદ્ધાંજલિ સભાના હોલમાં વધુ એક સૂચના લખી હતી. જે વ્યક્તિનું અવસાન થયું છે તેની તસવીર પરદા પાછળ લગાવવામાં આવી છે. તમામે એક એક કરી ત્યાં જવાનું છે અને તેને શ્રદ્ધાંજલિ આપવાની છે.
 
કર્મચારીઓના ચહેરા પર હેરાનીનો ભાવ સ્પષ્ટ વર્તાતો હતો. કર્મચારીઓ એક પછી એક પરદા પાછળ જવા લાગ્યા. પરંતુ તેમના આશ્ચર્યની વચ્ચે ત્યાં કોઈ જ તસવીર લાગેલી ન હતી. ત્યાં એક અરીસો (દર્પણ) લાગેલું હતું. જેની નીચે એક વાક્ય લખેલું હતું. વિશ્વમાં માત્ર એક જ વ્યક્તિ છે જે તમારી પ્રગતિને અવરોધી - રોકી શકે છે, જે તમને મર્યાદામાં બાંધી શકે એ વ્યક્તિ તમે પોતે જ છો.