આયુર્વેદનું રામબાણ ઔષધ ‘હળદર’ શરદી, ઉધરશ, તાવ કેન્સરને હરાવી શકે છે હળદર । Benefits of Turmeric

    14-Apr-2021
કુલ દૃશ્યો |

Benefits of Turmeric_1&nb
 
 
 
Benefits of Turmeric | આજે આપણે હળદર અને તેના ઔષધ-પ્રયોગો વિશે વાત કરવાના છીએ. હળદર બધી જ પ્રકૃતિવાળા - બાળકો, સ્ત્રીઓ, યુવાનો, વૃદ્ધો, સગર્ભા અને પ્રસૂતા બધાને નિર્ભયપણે આપી શકાય તેવી અને બિલકુલ હાનિરહિત છે. હળદર વધુ પડતા કફ અને આમદોષને પચાવે છે કે બાળી નાખે છે. હળદર રક્તને શુદ્ધ કરે છે, દેહનો રંગ પણ સુધારે છે. હળદરનો પ્રભાવ રસરક્તાદિ સાતેય ધાતુઓ તથા વાયુ, પિત્ત અને કફ ત્રણે દોષો પર પડે છે. આમ છતાં કફ ધાતુ પર તેનો પ્રભાવ વધુ પડે છે. હળદરમાં વિષનાશક અને લોહીને પ્રસરાવવાનો પણ ગુણ છે.
 

હળદરના ઘરગથ્થુ પ્રયોગો | Benefits of Turmeric

 
#1  શરદી : અંગારા પર હળદર નાખીને રોજ તેની ધુમાડી લેવી. હળદર-ચૂર્ણ દૂધમાં નાખી ઉકાળીને પીવાથી લાભ થાય છે.
 
#2 ઉધરસ : હળદર અને સૂંઠને મિક્સ કરી સવાર-સાંજ મધમાં ચાટવું. હળદરની ધુમાડી લેવી.
 
#3 કફની ખાંસી : ગરમ કરેલા દૂધમાં હળદર-સાકર તથા ઘી નાખી રોજ પીવું. હળદરને તાવડીમાં શેકી તેની ગાંગડી મોંમાં રાખી ચૂસવી.
 
#4 હિસ્ટીરિયા : હળદરની ધુમાડી દર્દીને સુંઘાડવી.
 
#5 શરદીનો તાવ : હળદર અને બાજરીના લોટનો સારી રીતે ધુમાડો લેવાથી પરસેવો વળી તાવ ઊતરી જાય છે.
 
#6 વાગવું-મચકોડ : હળદર અને મીઠાને પાણીમાં ખદખદાવી દરરોજ તેનો લેપ કરવાથી આરામ થાય છે.
 
#7 દમ : શ્ર્વાસના દર્દીએ હળદર અને સૂંઠનું ચૂર્ણ રોજ મધ સાથે લાંબો સમય સુધી રોજ ચાટવું.
 
#8 ક્ષય (ટીબી) : ખડી સાકર અને હળદરનું ચૂર્ણ ૩થી ૫ ગ્રામ જેટલું દરરોજ સવાર-સાંજ મધ કે પાણી સાથે લાંબા સમય સુધી લેવું.
 
#9 કૃમિ : હળદર અને ગોળ મિક્સ કરીને બાળકને સવાર-સાંજ બે વાર આપવું.
 
#10 કાકડા : મધમાં હળદર મેળવી, કાકડા પર લગાવવાથી વધેલા કાકડા બેસી જાય છે.
 
#11 ન રુઝાતાં ચાંદાં : હળદરને તેલમાં કકડાવી, જલદી ન રુઝાતા અને વારંવાર ભરાતા ઘા જખમ પર તે તેલ ચોપડવાથી ખૂબ જ લાભ થાય છે.
 
#12 મૂઢમાર : હળદર અને કળિચૂનાનો લેપ કરવાથી મૂઢમારની પીડા તથા સોજો મટે છે અથવા હળદર-મીઠાનો લેપ પણ કરી શકાય છે.
 
 
નોંધ - આ માહિતી આપની જાણકારી માટે છે, બાકી દરેક માણસની તાસિર અલગ અલગ હોય છે એટલે એ પ્રમાણે તેની માત્રાનો ઉપયોગ કરવો પડે છે. માટે વૈદ્યની સલાહ લેવી હિતકારી છે...