કોરોના ( Coronavirus )ની બીજી લહેર : આપણું ભવિષ્ય આપણા હાથમાં જ!

    17-Apr-2021   
કુલ દૃશ્યો |

covid second wave_1 
 
 
 
કોરોના ( Coronavirus ) લોકડાઉન ( Lockdown ) ની એનિવર્સરી સમયે ગત વર્ષનો બદલો લેતો હોય તેમ વધારે જોશથી સંક્રમિત થયો છે. દેશમાં દૈનિક કેસોની સંખ્યા ૮૫ હજાર અને ગુજરાત ( Gujarat ) 6000 ને પાર. નવા કેસોમાં ૭૮ ટકા કેસ માત્ર ૬ રાજ્યો - મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને ગુજરાત ( Gujarat ) ના જ છે. મહારાષ્ટ્ર ( Maharashtra ) ને જાણે પોતાનું વડુંમથક જાહેર કર્યુ હોય એમ ત્યાં સૌથી વધુ કેસ. એમાંય સિત્તેર ટકાથી વધારે લોકોને કોરોનાનાં લક્ષણોય જોવા નથી મળ્યા. નવા વેરિએન્ટ તેમજ નવા સ્ટ્રેનનો બીજો તબક્કો વધુ જીવલેણ પુરવાર થઈ શકે છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ૧૮ રાજ્યોમાંથી ૭૩૬ કેસ ડબલ મ્યુટેન્ટ વેરિએન્ટના છે. તેમનામાં યુકેના દર્દીઓ જેવો B-1.1.7 પ્રકારનો વાયરસ જોવા મળ્યો. અન્ય કેટલાક કેસોમાં બ્રાઝિલમાંથી મળેલ P-1 વાયરસ મળ્યો. હાલ દેશની રાષ્ટ્રીય કક્ષાની ૧૦ લેબોરેટરીઝમાં નવા વાઈરસ (Virus) ના જીનોમ્સ ફ્રિકવન્સ સમજવા રિસર્ચ થઈ રહ્યું છે. ગુજરાતની કોવિડ કોર કમિટીના સભ્ય ડો. તેજસ પટેલ (Dr Tejash Patel) કહે છે કે, `કોરોના (Corona) ના અગાઉ જોવા મળેલા સ્ટ્રેનની સરખામણીએ આ સ્ટ્રેનને કારણે ચેપ ફેલાવાની શક્યતા ૭૦ ટકા જેટલી વધી જાય છે.'
 
સ્થિતી ભારેલા અગ્નિ જેવી છતાં નાગરિકોમાં પહેલાં જેટલી સાવચેતી અને શિસ્તનો અભાવ જોવા મળે છે. ચેતવણીઓ છતાં લોકો માસ્ક, સેનેટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સિંગ બાબતે સતત બેદરકારી દાખવી રહ્યા છે. તહેવારોની મોસમમાં ખરીદી કરવા, સ્ટેડિયમમાં મેચ જોવા, ચૂંટણી રેલીઓ અને સભાઓમાં હજ્જારો લોકોનાં ટોળે ટોળાં ઊમટ્યાં. માત્ર રાજકારણીઓ અને સત્તાધીશો જ નહીં, સામાજિક, ધાર્મિક, જ્ઞાતિમંડળો, ક્લબો, સંસ્થાઓના મેળાવડાઓ ય થયા. ગાઇડલાઇન્સનું કેટલું ઉલ્લંઘન થયું તે આ મેળાવડાઓમાં હાજર જનતાને ખબર જ છે.
 
કોરોના ( Corona ) થી ઉગરવાનો એક માત્ર ઇલાજ વેક્સિન છે. ભારત સરકારે વેક્સિન બાબતે આવકાર્ય પહેલ કરી, અત્યાર સુધીમાં ૭ કરોડ ૩૦ લાખથી વધુ લોકોને વેક્સિન આપી. ભારતની વસ્તીની દૃષ્ટિએ પાંચ ટકા આસપાસ લોકોને વેક્સિન અપાઈ છે, પરંતુ વેક્સિનેશનના દાયરામાં વધુને વધુ લોકોને આવરી લેવા અત્યંત જરૂરી. સરકાર કેન્દ્રીય સ્તરથી આગળ વિકેન્દ્રિત ધોરણે વેક્સિનેશન અપનાવશે એટલે સરળતાથી વધુ લોકોને આવરી શકાશે. બ્રિટનમાં વધુને વધુ લોકોને વેક્સિન આપી કોરોનાની બીજી લહેરને કઈ રીતે કાબૂમાં લેવામાં આવી એનો અભ્યાસ કરવા જેવો ખરો.
 
સંક્રમણ રોકવામાં સનો સાથ-સહકાર ન હોય તો છેલ્લાં ૧૦ દિવસની ગતિ જોતાં રોજનાં ૧લાખથી વધુ કેસ આવવાની શક્યતા ખરી. અને થોડાક રાજ્યોમાં પણ લોકડાઉન કરવું પડે તોબેરોજગારી, આર્થિક નુકસાન, ડર, કોરોના-વોરિયર્સની માનસિક તાણ બધુ જ વધે. `સ્વ' અને `સ્વદેશ' બંનેની જવાબદારી હવે દેશના એકેએક નાગરિકની છે એ ન ભુલવું.
પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડ્ડુચેરીમાં કોરોના નથી દેખાતો, કારણ કે ત્યાં ચૂંટણી છે ! લોકશાહી દેશમાં ચૂંટણી એક અનિવાર્ય પ્રક્રિયા પરંતુ, લોકો લોકશાહીના મંદિરના ભગવાન છે. તેમના જીવના જોખમે કંઈ ના હોય.
 
ટેક્નોલોજીના આ જમાનામાં વર્ચ્યુઅલ સભાઓ થઈ શકે, હજારોને બદલે લાખ્ખો લોકોને તેમાં જોડીને પ્રચાર કરી શકાય. હજુ મતદાન બાકી છે. વિધાનસભાની ચૂંટણીઓવાળા રાજ્યોની કુલ ૨૫ કરોડ આબાદીમાં ૧૮.૩૮ કરોડ મતદારો છે. તેમાંના ૫૦% લોકો ય કોરોના પ્રોટોકોલ નેવે મુકીને ચૂંટણીમાં ભાગ લે તો દેશની સ્થિતી ભયાનક બની શકે છે. પાછળથી દોષિતો શોધવા કે સંસ્થાઓ / પાર્ટીઓ પર આરોપ મૂકવો એટલે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવા ઘાટ થાય.
 
રાહતની વાત એટલી જ કે અન્ય દેશોની સરખામણીમાં મૃત્યુઆંક (હાલ પૂરતો) ઓછો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ભારતનો રિકવરી રેટ ૯૫.૩૧ ટકા જેટલો છે. યુએસ, બ્રાઝિલ, રશિયા અને ઈટલી પણ ભારત કરતાં પાછળ છે. આ સંજોગોમાં સ્વજાગ્ૃાતિ એ જ સાચી સાવચેતી બની રહેશે. આપણું ભવિષ્ય આપણા હાથમાં છે. કોરોનાને ગંભીરતાથી લો, વેક્સિન લેવામાં કોઈ આળસ કે બીક ના રાખો. અંધશ્રદ્ધા કે અફવાઓમાં ના અટવાવ. કોરોના મહામારીને નાથી શકાશે પરંતુ ષ્ટિકોણની મહામારી હશે તો મહેનતનું ફળ નહીં મળે. નકારાત્મક ષ્ટિકોણ હરગિજ ના જોઈએ. તંત્રએ જે આકરા નિયમો બનાવ્યા છે એ આપણું ભવિષ્ય સરળ કરવા માટે છે. તંત્ર ચલાવનારા અને લોકો બન્ને નિયમોનું પાલન કરે અને સારા સ્વાસ્થ્ય માટે સમગ્ર મેડીકલ બંધુત્વનો નવો પડકાર સેવાભાવનો ષ્ટિકોણ રાખીને ફરી કાર્યરત થાય તો મહામારીમાંથી બચવાની તક ઉજળી બને. ચઢાણ કપરું છે, અશક્ય નથી. ચાલો, સ સાથે મળીને નિરામય જીવન માટે પ્રયત્નશીલ થઈએ.