ગુજરાતના નોખા-અનોખાં અભયારણ્યો | અભયારણ્યો અને પ્રકૃતિમાં રસ હોય તો ગુજરતાના આ સ્થળોએ તમારે જવું જોઇએ

    ૦૨-એપ્રિલ-૨૦૨૧
કુલ દૃશ્યો |

Wildlife Sanctuaries In G
 
ગુજરાતમાં પ્રકૃતિનો ખજાનો છે. જો તમને અભયારણ્યો અને પ્રકૃતિમાં રસ હોય તો ગુજરતાના આ સ્થળોએ તમારે જવું જોઇએ, અહીં પહોંચશો એટલે કુદરતની સુંદરતાનો તમને ખ્યાલ આવશે… । Hingolgadh Sanctuary, Wild Ass Sanctuary, ghudkhar sanctuary, mitiyala wildlife sanctuary, jessore bear sanctuary, Thol Bird Sanctuary, Narayan Sarovar Sanctuary...

હિંગોલગઢ કુદરતી શિક્ષણ અભયારણ્ય | Hingolgadh Sanctuary

હિંગોલગઢ એક કુદરતી પ્રશિક્ષણ અભયારણ્ય ( Hingolgadh Sanctuary ) છે. ગોંડલથી માત્ર 32 કિ.મી. દૂર આવેલું આ અભયારણ્ય ( Hingolgadh Sanctuary ) અનોખું છે. ઊંચા-નીચા પર્વતના ઢોળાવો, જમીનનાં લક્ષણોની તરાહો, ધોધ. આ લક્ષણોની વનસ્પતિ (ઘાસ, છોડ, છોડવા અને ઝાડીવાળાં વૃક્ષો) અને તેમના પર નભતા પ્રાણીજગત પર થતી અસરો - આ તમામ ભૌતિક લક્ષણોનું નિરીક્ષણ કરવાની મૂલ્યવાન તક આ આ વિલક્ષણ પર્યાવરણીય શિક્ષણમાં મળે છે.
 
બુલબુલનું સુમધુર સંગીત તમને મોહિત કરે છે અને ક્ષુપ પાછળ ઊભેલું શરમાળ શિયાળ તમારું ધ્યાન ખેંચે ત્યારે તમે ઊભા છો તે જગ્યા અને આસપાસના સરિસૃપોથી સાવધ રહેજો. કુદરતનો આ વણબોટાયેલો બગીચો સાપ્ની 19 જાતિઓનું પણ નિવાસસ્થળ છે, અને તમારી સાવધાની તમારા પ્રવાસને સલામત અને યાદગાર રાખશે. પૃથ્વી માતા પ્રત્યેની શ્રદ્ધા અને સન્માન પ્રગટ કરવાનો, કુદરતપ્રેમી અને તેને જવાબદાર બનવાનો સરળ અને સાચો રસ્તો છે.
 
 

Hingolgadh Sanctuary_1&nb

અહીં કેવી રીતે પહોંચશો

રોડ દ્વારા : અહીંથી સૌથી નજીકનું બસ સ્ટેશન જસદણ (15 કિ.મી.) છે.
રેલવે : અહીંથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન ગોંડલ (32 કિ.મી.) છે.
હવાઈ માર્ગે : અહીંથી સૌથી નજીકનું વિમાનમથક રાજકોટ (70 કિ.મી.) છે.

ઘુડખર અભયારણ્ય | Wild Ass Sanctuary

દૂર સુદૂર વેરાન જંગલ, સિસકારા મારતી રેતીની આંધી, મૃગજળના દેખાતાં પાણીની પાછળ ઘુડખર આખા રણમાં આમથી તેમ ફરતાં, દોડતાં, ભાગતાં હોય તે ઉપરાંત વિશ્ર્વના અન્ય જંગલી પ્રાણીઓ પણ દેખાય તેવું આ કચ્છનું રણ સૌને આકર્ષે છે. આ અભયારણ્યની સ્થાપ્ના વર્ષ 1973માં થઈ હતી. તેણે આખું નાનું રણ અને તેની સીમા પર આવેલા જિલ્લાઓની વેસ્ટ લેન્ડ પોતાનામાં સમાવી કુલ 4953 સ્ક્વે.કિ.મી. વિસ્તરામાં ફેલાયું છે.
 
ઘુડખર( Wild Ass Sanctuary ) નામથી જાણીતું આ પ્રાણી, એક સમયે ઉત્તર પશ્ર્ચિમ ભારતમાં, પશ્ર્ચિમ પાકિસ્તાન અને સાઉથ ઈરાનમાં દેખાતું. હવે તે માત્ર ભારતના ગુજરાતમાં આવેલા કચ્છના રણમાં જ દેખાય છે. એ જંગલી ગર્દભ, ઘોડા, ઝિબ્રા અને ગધેડાની જ પ્રજાતિ છે.
 

Ghudkhar Sanctuary_1  
 
ઘુડખર ( Wild Ass Sanctuary ) નો અભયારણ્યમાં ફરવાનો સમય વહેલી સવારનો છે. સવારે અને સાંજે ફરવા જવું હોય તો ધ્રાંગધ્રા પાટડી અથવા ઝૈનાબાદ (વિરમગામ રેલવે સ્ટેશનની પાસે)થી જીપ મળી જાય છે. ધ્રાંગધ્રાથી પાટડી સુધીની બસો ઇન્ટરસિટી જીપ પણ મળી રહે છે. (Ghudkhar Sanctuary)

અહીં કેવી રીતે પહોંચવું

સડક માર્ગે : ઘુડખરનું અભયારણ્ય ( Ghudkhar Sanctuary ) અમદાવાદ ( Ahmedabad )થી 130 કિ.મી., વિરમગામથી 45 કિ.મી., રાજકોટથી 175 કિ.મી., ભૂજથી 265 કિ.મી. દૂર છે. આ તમામ સ્થળોએ રાજ્ય પરિવહનની બસો ઉપલબ્ધ છે.
રેલ માર્ગે : સૌથી નજીકનાં રેલવે સ્ટેશનો
 
ધ્રાંગધ્રા - 16 કિ.મી., અમદાવાદ - 130 કિ.મી., રાજકોટ - 175 કિ.મી.

મીતીયાળા વન્યજીવન અભયારણ્ય | Mitiyala Wildlife Sanctuary

Mitiyala Wildlife Sanctuary | ઊંચાં ઘાસનાં મેદાનો અને અર્ધસૂકાં ખરાઈ વૃક્ષો વચ્ચે આવેલી ઊંચી નીચી પહાડી પગદંડીઓના ગ્રામીણ કુદરતી વાતાવરણ માટે જાણીતું મીતીયાળા વન્યજીવન અભયારણ્ય ગીર સિંહ અભયારણ્યની લગભગ એક શાખા જેવું છે. 18.22 ચોરસ કિ.મી. વિસ્તારમાં પથરાયેલા આ અભયારણ્યને 2004માં સત્તાવર દરજ્જો મળ્યો હતો.
 
આ એ સ્થળ છે જ્યાં સાચા એશિયાટિક સિંહોની બાદશાહી કુદરતની ગરિમા બનેલી છે. તે તમારું સ્વાગત કરે છે અને થોડા વધુ અંદર જાવ ત્યાં ટપકાંવાળાં હરણનાં ઝુંડ અહીં તહીં કૂદકતાં અને પોતાને જંગલના રાજાથી બચાવતાં નજરે પડે છે.
કુદરતની ભવ્યતામાં પથરાયેલા વિસ્તારમાં શાહી એશિયાઈ સિંહો મોટાભાગે ગીરના જંગલોમાં જાય છે, કારણ કે મીતીયાળા અભયારણ્ય થોડું જ દૂર છે અને ગીરના જંગલ સાથે તેની સરહદો અડે છે.
 

Mitiyala Wildlife Sanctua 
 

અહીં કેવી રીતે પહોંચશો

Mitiyala Wildlife Sanctuary | સડક માર્ગે : જૂનાગઢ અમદાવાદથી 327 કિ.મી., રાજકોટથી 102 કિ.મી. અને પોરબંદરથી 113 કિ.મી. છે. આ દરેક સ્થળેથી એસ.ટી. બસ દ્વારા જૂનાગઢ જઈ શકાય છે.
 
રેલવે માર્ગ : અમદાવાદ-વેરાવળ રેલ્વે લાઇન પર બે એક્સપ્રેસ ટ્રેનો દોડે છે.
 

જેસોર આળસુ રીંછ અભયારણ્ય | Jessore Bear Sanctuary

 
પાલનપુરથી 65 કિ.મી. અને માઉન્ટ આબુથી માત્ર 45 કિ.મી. દૂર બનાસકાંઠા જિલ્લામાં જેસ્સર સુસ્ત રીંછનું અભયારણ્ય ( Jessore Bear Sanctuary ) સ્થિત છે. 180.66 કિ.મી. લાંબા જેસ્સર ટેકરીના વનમાર્ગ અને તેની આસપાસના વિસ્તારમાં વિવિધ અલભ્ય અને ભયજન્ય વનસ્પતિ અને પશુસૃષ્ટિ હોવાને લીધે વર્ષ 1978ના મે મહિનામાં તેને વાઈલ્ડ લાઇફ સેન્ચુરી (વન્યજીવન અભયારણ્ય) ઘોષિત કર્યુ હતું. અભયારણ્યના વને અરાવલીની જીવસૃષ્ટિનું રક્ષણ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.
 

Jessore Bear Sanctuary_1& 
અરાવલિ ટેકરીના વાડામાં સ્થિત જેસ્સર ટેકરી ગુજરાતનું બીજું ઊંચામાં ઊંચું શિખર છે. આ અભયારણ્ય તેના લુપ્ત થતા સુસ્ત રીંછ માટે જાણીતું છે. અન્ય મહત્ત્વની પ્રાણીસૃષ્ટિમાં ચિત્તા રેસસ મકાક નામના બંદર, ભારતીય ગંધ માર્જાર, શાહુડી, શિયાળ, સ્ટ્રાઈપ્ઠ (ઝેબ્રા જેવું પટાવાળું પ્રાણી) હાયના, જંગલી રીંછ વગેરે સામેલ છે.

થોળ તળાવ પક્ષી અભયારણ્ય । Thol Bird Sanctuary

 
થોળ તળાવ પક્ષી અભયારણ્ય ( Thol Bird Sanctuary ) એટલે છીછરા મીઠાં પાણીનું સ્થાન જેને કિનારે કળણ છવાયેલી છે અને બંને બાજુએ ઝાંખરાવાળું જંગલ આવેલું છે. આ તળાવ અભયારણ્ય 7 સ્કવે. કિ.મી.ના વિસ્તારમાં ફેલાયેલું છે અને વર્ષ 1988માં અધિકૃત રીતે અભયારણ્ય ઘોષિત થયું હતું. ઉપરાંત તે થોળ પક્ષી અભયારણ્ય નામથી જાણીતું છે.
 

Thol Bird Sanctuary_1&nbs 
 
છીછરા પાણીના જળાશય અને સુસ્પષ્ટ વાતાવરણ, વિવિધ પ્રકારનાં પક્ષીઓ અને કીટનું નિવાસસ્થાન છે, જ્યાં તેમના માટે કુદરતી બરું બન્યાં છે. તળાવની આસપાસ આવેલી કૃષિજન્ય જમીન દ્વારા અનેક પક્ષીઓને તેમનું ભોજન મળી રહે છે. જ્યારે જળવિજ્ઞાનનું વાતાવરણ અન્ય જીવોનું ધ્યાન રાખી લે છે જ્યારે પક્ષીઓનું ટોળું એક સાથે પોતાની મોટી પાંખો ફેલાવીને લાંબી ગરદન અને લાંબા પગથી આકર્ષક રીતે ઊડે છે ત્યારે આકાશમાં બનતા આકારો અને રંગો જોતાં જ મન પ્રસન્ન બને છે વળી તેઓ માછલી અને કીટ પકડવાની રમત રમે ત્યારે તેમને જોવાની મજા પડે છે. ( Thol Bird Sanctuary )
Thol Bird Sanctuary | આ સ્થાન જે 100 પ્રકારના પક્ષીઓનું નૈસર્ગિક ઘર બન્યું છે તે સહેલાણીઓ પક્ષીપ્રેમી અને પક્ષીઓના અભ્યાસ કરનારાઓ માટે યાદગાર અનુભવ બની રહે છે.

નારાયણ સરોવર વન્યજીવન અભયારણ્ય | Narayan Sarovar Sanctuary

ઘુડખર અભયારણ્યની જેમ નારાયણ સરોવર ( Narayan Sarovar Sanctuary ) પણ વિશાળ વન્યજીવનનો વિસામો છે. અહીં સસ્તન, સરિસૃપ અને પંખીઓની અસંખ્ય પ્રજાતિઓ (જેમાંની 15 તો લુપ્ત થવાની અણી પર છે) વસે છે. મુખ્ય પ્રજાતિઓમાં શિંકારા છે. અહીંના પ્રતિકૂળ વાતાવરણમાં એવાં પ્રાણીઓ જ જીવી શકે છે જે અત્યંત ગરમી, ભારે પવનો અને વારંવાર આવતા વાવાઝોડા ધરાવતી રણની આબોહવા સાથે અનુકૂલન સાધી શકે છે. આ કારણસર અહીં જોવા મળતી ઘણી પ્રજાતિઓ બીજે જોવા મળતી નથી.
નારાયણ સરોવરનો ( Narayan Sarovar Sanctuary ) મોટો હિસ્સો રણના કાંટાળા જંગલ અને ઝાડી જંગલનો ભાગ છે. ક્યાંક કળણભૂમિ તો ક્યાંક ઘાસનાં સૂકાં મેદાનો છે. અહીં ગોરડ અને બાવળ જેવાં વૃક્ષો વધારે જોવા મળે છે. પૂર્વમાં ગોરડ અને પશ્ર્ચિમમાં બાવળનાં વૃક્ષો છે. અભયારણ્યમાં વનસ્પતિની 252 પ્રજાતિઓમાં હેરમો, બોરડી, પીલુ, થોર, ગૂગળ, સલાઈ, ઈન્ગોરિયો, કેરડો, કેરિસા અને આક્રમક ગાંડો બાવળ (પ્રેસોપિસ જુલીફ્લોરા) પણ જોવા મળે છે. આ વાયવ્ય કચ્છમાં આવેલ છે.
  

Narayan Sarovar Sanctuary 

અહીં કેવી રીતે પહોંચશો

 
સડક માર્ગે : 125 કિ.મી. દૂર આવેલા ભૂજથી દિવસમાં બે વખત બસ નારાયણ સરોવર ( Narayan Sarovar Sanctuary ) જવા માટે ઊપડે છે. (સવાર અને સાંજે) આ એક માત્ર ઉપલબ્ધ જાહેર પરિવહન છે.