આ યુવાને ૧૧ દિવસ ઝાડ પર રહી કોરોનાને હરાવ્યો!

    21-May-2021
કુલ દૃશ્યો |

ramavat shiva_1 &nbs
 
 
સોશિયલ મીડિયા પર એક ઝાડ પર પલાથીવાળીને બેસેલા યુવાનની તસવીર ખૂબ જ વાઈરલ થઈ છે. આ યુવાનનું નામ છે રામાવત શિવા. અને તે તેલગાંણાનો વતની છે. રામાવતને કોરોનાના થોડા લક્ષણો લાગતા તેણે તરત કોરોનાનો ટેસ્ટ કરાવ્યો અને રીપોર્ટ પોઝિટિવ આવ્યો. હવે ગામનાં આઇસોલેશન માટે એટલી વ્યવસ્થા ન હતી અને તેનું ઘર પણ ખૂબ નાનુ છે. હા ગામડું હોવાથી ઘર પાસે ફળિયું છે અને ફળિયામાં અનેક ઘટાદાર ઝાડ પણ છે.
 
બસ આ ઝાડને જોઇને આ યુવાનેને વિચાર આવ્યો કે આ ઝાડ ઉપર જ આઈસોલેટ થઈએ તો કેવું? બસ પછી શું? યુવાનની ઉમર ૧૮ વર્ષ હતી, લોહી ગરમ છે અને ગામડાનો હોવાથી ઝાડ પર ચડવું – ઉતરવું નવી વાત ન હતી. તેણે ઝાડ ઉપર આઇસોલેટ થવાનું વિચાર્યુ અને ઝાડ ઉપર આરામ કરી શકાય એવી વ્યવસ્થા પણ કરી.
 

ramavat shiva_1 &nbs 
 
શિવાનું કહેવું છે કે મારી જોડે બીજો કોઇ વિકલ્પ જ ન હતો. મારું પાંચ લોકોનો પરિવાર છે. અને રહેવા માટે માત્ર એક જ રૂમ છે. પરિવારના આ સભ્યોને સુરક્ષિત રાખવા મે આ નિર્યણ લીધો હતો.
 

ramavat shiva_1 &nbs 
 
શિવા પોતાનો અનુભવની વાત કરે છે કે કોરોના પોઝિટિવ હોવાની મને ખબર પડી તો પહેલો દિવસ તો હું ઘરમાં જ ન ગયો. આખો દિવસ ઘરની બહાર આકાશ નીચે બેસી રહ્યો. આ આખા દિવસમાં મને વિચાર આવ્યો કે ઝાડ પર રહીએ તો કેવું? બસ પછી શું એક ગાદલું લીધું અને દોરી વડે ઝાડ પર વ્યવસ્થિત બાધી દીધુ. અહીં હું ૧૧ દિવસ રહ્યો. આ ૧૧ દિવસ મેં પુસ્તકો વાંચીને પસાર કર્યા છે. સંગીત મને ગમે છે એ પણ ખૂબ સાંભળ્યું. માતા ખાવાનું ઝાડ નીચે મૂકી દેતી અને હું તે ખાઇને પાછો ઝાડ ઉપર ચડી જતો. કામ હોય ત્યારે ના છોટકે નીચે આવતો બાકી ઉપર જ સમય પસાર કરતો.
 
શિવાનું કહેવું છે કે નવમાં દિવસે મને લાગ્યું કે કોરોના જઈ રહ્યો છે. ગામમાં આ સમયે માર સહિત ૫૦ લોકો સંક્રમિત હતા બધાને રહેવાની મુશ્કેલી હતી. તમને જણાવી દઈએ કે શિવા હૈદરાબાદની એક કોલેજમાં બીએનો અભ્યાસ કરે છે.