વેક્સિન ટુરિઝમ - હવે લોકો વેક્સિન લેવા પ્રવાસ કરી રહ્યા છે

    22-May-2021
કુલ દૃશ્યો |

Vaccine Tourism_1 &n
 
 
Vaccine Tourism | દેશમાં વેક્સિનનું સૌથી વધુ ઉત્પાદન થતું હોવા છતાં ૧૩૨ કરોડની જનસંખ્યા વાળા આ દેશમાં સ્વભાવિક છે કે બધાને કોરોનાની વેક્સિન ખૂબ ઝડપથી આપવી એ પડકાર જનક છે. સરકાર કોશિશ કરી રહી છે પણ છતાં વિક્સિનને લઈને અનેક સમસ્યા દેશમાં સર્જાઈ રહી છે. આવામાં વેક્સિન ટુરિઝમનો એક નવો વ્યવસાય સામે આવ્યો છે. જ્યાં એક દેશથી બીજા દેશ વચ્ચે ફ્લાઈટ ચાલુ છે ત્યાં આવો એક નવો કોન્સેપ્ટ બહાર આવ્યો છે.
 
આ વાત માત્ર ભારતની જ નથી પણ સમગ્ર દુનિયાની છે. દેશ-વિદેશના લોકો વેક્સિન લેવા રશિયા પણ જઈ રહ્યા છે અને જ્યાં સરળતાથી વેક્સિન મળી રહે તે દેશમાં પણ જઈ રહ્યા છે. આવામાં દુબઈની એક ટ્રાવેલ્સ એજન્સી અરેબિયન નાઈટ્સ ટૂર્સએ દિલ્હીથી મોસ્કો સુધી ૨૩ રાતનું એક ટૂર પેકેજ લોન્ચ કર્યુ છે. આ પેકેજમાં યાત્રીને પેકેજની સાથે સ્પુતનિક – વીનો ડોઝ પણ આવાની વાત છે. આ પેકેજની કુલ કીંમત ૧.૩ લાખ રાખવામાં આવી છે.
 
અંગ્રેજી વેબસાઈટ ઈટી ટ્રાવેલ્સ વર્લ્ડને જાણકારી આપતા અએબિયન ટૂર્સ તરફથી ભારતીય સ્થિતિ પ્રમાણે સુજીત સિંહે જણાવ્યું કે દુબઈમાં આ માટેની બધી જ જગ્યા ભરાઈ ગઈ છે. જાણકારી પ્રમાણે વેક્સિન લેવા યાત્રીએ પહેલા રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને બીજા જ દિવસે યાત્રીને વેક્સિન આપી દેવામાં આવશે.
 
અગત્યની વાત એ છે કે આ ટૂર્સ પેકેજ તો હમણા આવ્યું બાકી લોકડાઉનથી કંટાળી ગયેલા લોકો તો ખૂબ પહેલાથી આવું કરી રહ્યા છે. રશિયામાં જઈને કોઇ પણ વ્યક્તિ વેક્સિન લઈ શકે છે. અહીં માત્ર રશિયાના લોકોને જ રસી અપાય એવું નથી. અહીં અનેક જગ્યાએ વેક્સિનેશન સેન્ટર છે ત્યાં કોઇ પણ જઈને જરૂરી રજિસ્ટ્રેશન કરીને વેક્સિન લઈ શકે છે. આવું વિદેશના અનેક લોકો કરી ચૂક્યા છે અને કરી પણ રહ્યા છે. કદાચ આના પરથી જ આ ટૂર્સ એજન્સીને આવો વિચાર આવ્યો હશે.