“વુહાન વાઈરસ" ને ઇન્ડિયન વાઈરસ નામ આપવા કોણ આતુર છે? સરરકારે સોશિયલ મીડિયા કંપનીને કહી દીધું છે કે હટાવી લો….

    22-May-2021
કુલ દૃશ્યો |

coronavirus_1  
 
 
કોરોના વાઈરસ ભારતીય વાઈરસ કેવી રીતે હોય શકે? દુનિયાની અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓ દાવા સાથે કહી કહી રહી છે કે કોરોના વાઈરસ ચીનની લેબોરેટરીની દેન છે. પણ હવે એક ચોક્કસ ઇરાદા પૂર્વક આ વાઈરસ સાથે ભારતનું નામ જોડવા સોશિયલ મીડિયા પર “ભારતીય વાઈરસ” “ ભારતીય વેરિયન્ટ” શબ્દ વાપરવામાં આવી રહ્યો છે. આથી ભારત સરકારે પણ આ સંદર્ભે કડક કાર્યવાહી કરી છે. કેન્દ્ર સરકારે પત્ર લખી બધી જ સોશિયલ મીડિયા કંપનનીને કહી દીધું છે કે તમારા પ્લેટફોર્મ પર જે પણ કોરોના વાઈરસ સંદર્ભનું કન્ટેન્ટ છે તેમા ભારતીય વેરિયન્ટ કે ભારતીય વાઈરસ શબ્દનો ઉલ્લેખ થયો હોય તો તે કન્ટેન્ટ તરત ત્યાંથી હટાવી લો. ભારતના આઈટી વિભાગે બધી જ સોશિયલ મીડિયા કંપનીને પત્ર લખી આવું કન્ટેન્ટ હટાવી લેવા જણાવ્યું છે. કોરોના સંદર્ભે ખોટી માહિતીનો પ્રસાર-પ્રચાર રોકવા સરકારે આ પગલું ભર્યુ છે.
 
હિન્દુસ્તાન દૈનિકની વેબસાઈટના અહેવાલ પ્રમાણે આઈટી વિભાગે પત્ર લખ્યો છે જેમાં તેમણે લખ્યું છે કે સ્વાસ્થ્ય મંત્રાલયે ૧૨ મે ના રોજ આ સંદર્ભે સ્થિતિ સ્પષ્ટ કરી દીધી હતી. આથી તેમણે સોશોયલ મીડિયા કંપનીઓને કહ્યું છે કે જે સામગ્રીમાં ઇન્ડિયન વેરિયન્ટનો ઉલ્લેખ થયો હોય તે સામગ્રી હટાવી દે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) ૧૧ મેના રોજ જણાવ્યું હતું કે ભારતમાં પહેલીવાર દેખાયેલો કોરોના વાઈરસ બી.૧.૬.૧૭ને વૈશ્વિક ચિંતાના એક પ્રકારના રૂપે વર્ગીકૃત કરાયો હતો. જોકે આ બાદ તરત જ ભારત સરકારે એક બયાન જાહેર કરી કહ્યું હતું કે ભારતીય વેરિયન્ટ શબ્દનો ઉપયોગ કરનારી મીડિયા રીપોર્ટ આધાર વગરની છે.
 
શુક્રવારે બધી જ સોશિયલ મીડિયા કંપનીને પત્ર લખી આઈટી વિભાગે જણાવ્યું છે કે આ સામગ્રી હટાવી દો. ભારતીય વેરિયન્ટ શબ્દનો ઉલ્લેખ સંપૂર્ણ રીતે ખોટો છે. ભારત સરકાર સ્પષ્ટ રીતે કહે છે કે WHO એ પોતના ૩૨ પેજના દસ્તાવેજમાં ભારતીય વેરિયન્ટ શબ્દને કોરોના વાઈરસ બી.૧.૬.૧૭ સાથે ક્યાંય જોડ્યો નથી. ભારતીય શબ્દનો ઉપયોગ પણ રીપોર્ટમાં થયો નથી.