વેક્સિન લેવા હવે રજિસ્ટ્રેશન કરાવીને જવું જરૂરી નથી, વાંચો…

    24-May-2021
કુલ દૃશ્યો |

covid vaccine_1 &nbs
 
 
૧૮ થી ૪૪ વર્ષના લોકોને કોરોનાની રસી લેવી હોય તો પહેલા www.cowin.gov.in વેબ સાઈટ પર જઈને રજિસ્ટ્રેશન કરાવવું પડતું હતું અને રસી લેવા માટેનો સ્લોટ પણ નક્કી કરવો પડતો હતો પણ હવે આ આખી પ્રક્રિયાને લોકોએ કરવાની નથી. એટલે કે જેને પણ રસી લેવી હોય તેને કોઇ વેબસાઈટ પર જવાનું નથી સીધા રસી આપતા કેન્દ્ર પર પહોંચી જાવ અહીં બેઠેલા સરકારના કર્મચારીઓ તમારું રજિસ્ટ્રેશન કરી આપશે અને પછી રસી આપશે. જેવું સિનિયર સિટિજન માટે કરતા હતા તેવું હવે બધા માટે થશે.
 
કેન્દ્રના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે હવે ૧૮ થી ૪૪ વર્ષના લોકો પણ રજિસ્ટ્રેશન કરાવ્યા વગર રસીકેન્દ્ર પર જઈ રસી લઈ શકે છે. અહીં એક વાત ઉલ્લેખનીય છે કે રજિસ્ટ્રેશન બંધ કરવામાં નથી આવ્યું, રજિસ્ટ્રેશન તો રસી લેનારાનું થશે જ પણ જે આપણે જાતે રજિસ્ટ્રેશન કરતા હતા હવે તે રસીકેન્દ્ર પર બેઠેલા કર્મચારીઓ આપણને કરી આપશે.
 
નોંધનીય વાત એ પણ છે કે જેને આ બધુ આવડે છે તે જાતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને પણ રસી લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે રજિસ્ટ્રેશનના નિયમ પછી લોકોને ઓનલાઈન સ્લોટ મળવામાં મુશ્કેલી આવતી હતી. લોકો જ્યા સ્લોટ ખાલી હોય ત્યાં રસી લેવા જતા હતા, આ ઉપરાંત તાજેતરના મીડિયા રીપોર્ટ પણ કહે છે કે રજિસ્ટ્રેશનનો નિયમ હોવા છતાં લોકો રજિસ્ટ્રેશન કરાવીને રસી લેવા જતા નહોતા, માટે મોટી સંખ્યામાં રસીનો બગાડ પણ થતો હતો. આ બધા રીપોર્ટના આધારે હવે કેન્દ્રના આરોગ્ય વિભાગે આ નવો નિર્યણ લીધો છે. આ ઉપરાંત ગામડાના લોકોને પણ આ રીતે જાતે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં ભારે મુશ્કેલી પડતી હતી અને જાનકારીના અભાવે ગ્રામિણ લોકો યોગ્ય લાભ લઈ શકતા ન હતા.
 

ગુજરાતમાં આ નિયમ લાગું નહી... 

 
જોકે આ સમચાર ફરતા થયા પછી ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે ગુજરાતમાં હમણા આ નિયમ લાગું નહી પડે. રાજ્યના આરોગ્ય અગ્રસચિવ ડો. જયંતિ રવીએ જણાવ્યું છે કે હાલ સરકાર દ્વાર વિક્સિનેશન જે રીતે થઈ રહ્યું છે તે જ રીતે થશે. એટકે જે ગુજરતાન યુવાનોએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે...