ભગવાનનો માણસ | ભગવાનના માણસ બનવું કેટલું સહેલું છે!

    26-May-2021
કુલ દૃશ્યો |

pathey _1  H x
 
 
એક બાળક ચામડી બાળી નાખતા તાપમાં પગમાં ચપ્પલ પહેર્યા વગર જ ફૂલમાળા વેચી રહ્યો હતો. પરંતુ લોકો એની સાથે પણ તોલ-ભાવ કરી રહ્યા હતા. એક સજ્જન વ્યક્તિને આ ફૂલ જેવું બાળક આકરા તાપમાં વગર ચપ્પલે મજૂરી કરતું જોઈ ખૂબ જ દુઃખ થયું.
 
તેઓએ બજારમાંથી ચપ્પલ લાવી બાળકને આપતાં કહ્યું લે, આ ચપ્પલ તારા માટે છે, તે પહેરી લે.
 
પેલા બાળકે ફટાફટ ચપ્પલ પહેરી લીધાં. તેના ચહેરા પર ગજબની ખુશી હતી. તેણે પેલા સજ્જનનો હાથ ચૂમતાં કહ્યું, શું તમે ભગવાન છો ?
 
પેલા સજ્જન કાંઈ સમજી શક્યા નહીં. તેઓએ પોતાના કાન પર હાથ મૂકી દેતાં કહ્યું, અરે... ના ના બેટા, હું ભગવાન નથી.
પેલો છોકરો ફરી હસ્યો અને કહ્યું, તો પછી તમે ભગવાનનું માણસ હશો. કારણ કે મેં કાલે રાત્રે જ ભગવાનને કહ્યું હતું કે, તાપમાં મારા પગ ખૂબ જ બળે છે. મને ચપ્પલ અપાવી દેજો.
 
પેલા સજ્જન હસ્યા અને બાળકના માથા પર વહાલથી હાથ ફેરવી પોતાના ઘર તરફ ચાલી નીકા. હવે એ સજ્જન જાણી ચૂક્યા હતા કે, ભગવાનના માણસ બનવું કેટલું સહેલું છે.