અંતરિક્ષના ઉપગ્રહો પર જઈ અહીં ખનન કરી કિંમતી પદાર્થ પૃથ્વી પર લાવાનું મિશન શરૂ થઈ ગયું છે

    31-May-2021
કુલ દૃશ્યો |

sapce mining _1 &nbs
 ફોટો પ્રતિકાત્મક છે...

હવે અંતરિક્ષમાં માનવીઓ જશે ત્યાં ખોદાણ કરશે અને જે મળશે તેને પૃથ્વી પર લાવી વેચાણ કરશે!

 
દુનિયાનો પહેલો ટ્રિલિનિયર (ખરબપતિ) અંતરિક્ષમાં બનશે. આવો દાવો વર્ષ ૨૦૧૮માં અમેરિકાના ટેક્સાસના સીનેટર ટેડ ક્રુજે નાસાનું બજેટ વધારવના બિલ પર હસ્તાક્ષર કરતી વખતે કર્યો હતો. કદાચ આ કારણે જ આજે દુનિયાના તમામ કરોડપતિ વેપારીઓ અને કંપનીઓ આ સપનાને હકીકતમાં ફેરવા તમામ પ્રકારના વિકલ્પ પર વિચાર કરવા લાગ્યા છે. સ્પષ્ટ વાત કરીએ તો હવે અંતરિક્ષમાં માનવીઓ જશે અને ત્યાં ખોદાણ કરશે અને જે મળશે તેને પૃથ્વી પર લાવી વેચાણ કરી વેપાર કરશે. આપણે વાત કરી રહ્યા છીએ સ્પેસ માઈનિંગની. એટલે હવે ટૂંક સમયમાં અંતરિક્ષના ગ્રહ પર, ઉપગ્રહો પર ખોદકામ થવાનું છે.
 
Alphabet Inc., ગૂગલની આ કંપનીના ફાઉન્ડર લૈરી પેજ, પૂર્વ સીઈઓ એરિક શ્મિટ અને હોલીવુડના મોટા ફિલ્મ નિર્માતા જેમ્સ કેમરોને Planetary Resources Inc.માં ખૂબ મોટી સંખ્યામાં પૈસા રોક્યા છે. આ કંપની સ્પેસ માઈનિંગ માટે બનાવવામાં આવી છે. જેનો ઉદ્દેશ ઉપગ્રહો પરથી બહુમૂલ્ય પદાર્થોનું ખનન કરી તેને પૃથ્વી પર લાવવાનો છે. એવી અનેક કંપનીઓ છે કે અંતરિક્ષમાં જે ખનિજ છે તેને પૃથ્વી પર લાવી ખરબો રૂપિયા કમાવાના કામમાં જોડાયેલી છે. આ કામ માટે નાસા ( NASA ) થી બધાને વધારે પડતી આશા હતી પણ ૨૦૧૮માં તત્કાલિન અમેરિકાના રષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નાસાના Asteroid Redirect Mission માંથી ખસી ગયા. આ મિશન અંતર્ગત નાસ ( NASA ) ક્ષુદગ્રહને પૃથ્વીની નજીનના ઓરબિટમાં લાવી તેના પર શોધ તથા ખનન કરવાનું હતું.
 

શું આવું શક્ય છે?

 
શું અંતરિક્ષમાં જઈ આ રીતે ખનન કરવું અને ત્યાંના પદાર્થોને પૃથ્વી પર લાવવા શક્ય છે? આવું મિશન પણ શક્ય છે ખરું? આ માટે પહેલા તો વિજ્ઞાનીઓને જોઇએ અઢળક ફંડિંગ, અઢળક રૂપિયા. આ ઉપરાંત પૃથ્વીથી દૂરના ગ્રહો પર ખનન કરવાના આધુનિક સાધનો, મશીનો, રોકેટ, અધ્યતન ટેકનોલોજી, ઉર્જાના સ્ત્રોત…આ જરૂરિયાત જ આ પ્રોજેક્ટ માટે સૌથી મોટો પડકાર છે. મોટાભાગની બેંકો, કંપનીઓ, કરોડપતિઓ આ મિશન પર પૈસા લગાવવા તૈયાર નથી. આવું એટલા માટે કેમ કે આ મિશન જો શરૂ થાય તો તે દુનિયાનું સૌથી મોઘું મિશન સાબિત થશે અને મહત્વની વાત એ છે કે અંતરિક્ષમાં જઈ આવા કોઇ કિંમતી પદાર્થો મળશે કે કેમ તે નક્કી નથી. એટલે કમાણીની કોઇ ગેરન્ટી નથી. એક અભ્યાસ કહે છે કે ઉપગ્રહ પર ખનન કરવું હોય તો ૨.૬ બિલિયન ડોલર એટલે કે ૧,૮૮,૪૨,૪૩,૪૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ થાય. એવું અનુમાન ગલાવાયું છે કે એક ફૂટબોલ સાઈઝના એસ્ટેરૉયડ પર લગભગ ૫૦ બિલિયન ડોલરની કિંમત બરાબરનું પ્લેટિનમ મળી શકે છે. પરંતું આ સાથે તર્ક પણ અપાય છે કે જો એસ્ટેરૉયડના ખનનથી કોઇ પણ પદાર્થ જો આટલી મોટી માત્રામાં પૃથ્વી પર લાવવામાં આવશે તો તેની કિંમત પછી એટલી નહી રહે જેટલી હાલ છે. પછી તે પદાર્થ દુર્લભ પણ નહી ગણાય અને બહુમૂલ્ય પણ નહી ગણાય!
 

sapce mining _1 &nbs 
 

શું કહે છે કાયદા?

 
શું આવી રીતે પૃથ્વીનો માનવી અંતરિક્ષમાં ખનન કરી શકે? બીજો પડકાર ખનિજના માલિકીના હકનો પણ છે. ૧૯૬૭ની આઉટર સ્પેસ ટ્રીટી કહે છે કે કોઇ પણ દેશ ખગોળીય પિંડ પર પોતાની માલિકીનો દાવો ન કરી શકે. જોકે આ ટ્રીટીમાં એ કહેવામાં નથી આવ્યું કે કોઇ ખગોળીય પિંડના સંશાધનો પર પણ આ નિયમ લાગુ પડે છે કે કેમ? ૧૩ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઈટલી, જાપાન, લક્ઝમબર્ગ, સંયુક્ત અરબ અમીરાત, યૂનાઈટેડ કિંગડમ અને અમેરિકા આ આઠ દેશોએ ચંદ્રના દોહનને નિયંત્રિત કરવા માટે આર્ટેમિસ કરારમાં પણ આ મુદ્દાને એમને એમ ચર્ચા વગર છોડી દીધો હતો.
 

મિશનનું ભવિષ્ય

 
નાસાના Asteroid Redirect Mission ને જવે રદ્દ કરી દેવામાં આવ્યું છે. પણ ઉલ્લેખનીય વાત એ છે કે ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પહેલા જ સપ્ટેમ્બર ૨૦૧૬માં OSIRIX-REX મિશન લોંચ થઈ ગયુ છે અને એસ્ટેરૉયડ ૧૦૧૯૫૫ બેન્નૂ તરફ તે વધી રહ્યું છે. આ વર્ષે એસ્ટેરૉયડ બેન્નૂ પર લેન્ડિગ કરશે અને અહીં સેમ્પલ એકત્રિત કરીને પૃથ્વી પર પાછુ આવશે. બસ આ મિશન પર જ બધાની અનેક આશાઓ જોડાયલી છે. આ મિશનની સફળતા – નિષ્ફળતા અંતરિક્ષના ઉપગ્રહો પરના ખનના મિશનનું ભવિષ્ય નક્કી કરશે.