માઈક્રોસોફ્ટના નવા ચેરમેન ભારતીય મૂળના સત્ય નડેલા વિશે જાણો તેમણે નેતૃત્વના ગુણ આ રમતમાંથી શીખ્યા છે

    17-Jun-2021
કુલ દૃશ્યો |

Satya Nadella_1 &nbs
 
 
પ્રતિભાની દ્રષ્ટિએ ભારત બેજોડ છે. વોશ્વના કોર્પોરેટ જગતમાં આજે ભારતીયોની માંગ વધી છે. આવા સમયે આઈટી જગતમાંથી એક ક્રાંતિકારી સમાચાર આવ્યા છે. માઇક્રોસોફ્ટના સીઈઓ ( Microsoft CEO) સત્ય નાદેલા (Satya Nadella ) ને તેમના કામ બદલ પ્રમોશન આપવામાં આવ્યું છે અને અને હવે તેઓને માઈક્રોસોફ્ટ ( Microsoft ) ના ચેરમેન ( Microsoft chairman )બનાવવામાં આવ્યા છે. આવા સમયે આવો આ ગૌરવશાળી ભારતીયના વિઝન અને મિશન પર નજર નાખીએ...
 
 
દુનિયાના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે, ભારતીય પ્રોફેશનલ લોકો દેશના ઉદ્યોગ વેપારને એક નવી દિશા આપી ભારતની માટીને સોનામાં રૂપાંતરિત કરવાની શક્તિ ધરાવે છે... થોડાં વર્ષો પહેલાં અમેરિકાના પૂર્વ પ્રમુખ ઓબામાએ અમેરિકાના યુવાનોને સંબોધતાં કહ્યું હતું કે તમે ખૂબ ભણો. નવું સંશોધન કરો નહીંતર બહારથી આવેલા (ભારતીય) લોકો ટોચના હોદ્દા પર બેસી જશે ! નાસાથી લઈને વિશ્ર્વની અનેક મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓની કમાન આજે ભારતીયોના હાથમાં છે.
આઈટી જગતની આ એક ક્રાંતિકારી ઘટના છે. અબજો ડાલરની વાર્ષિક આવક ધરાવતી આ કંપની બિલ ગેટ્સ અને પોલ એલને 1975માં સ્થાપી હતી. બિલ ગેટ્સ (Bill Gates ) તેના પહેલા અને સ્ટીવ બાલમર આ કંપનીના બીજા સીઈઓ અને સત્ય નડેલા (Satya Nadella ) ત્રીજા સીઈઓ હતા. હવે તેઓ કંપનીના ચેરમેન બન્યા છે. આખી દુનિયાની નજર આજે સત્યા નાદેલા પર છે. એક જમાનામાં માઇક્રોસોફ્ટ દુનિયાની નંબર વન અને સૌથી મોટી કંપની હતી પણ સ્પર્ધાના આ યુગમાં આજે તે પાછળ છે.
 
 
સત્યા નાદેલા (Satya Nadella ) નો પરિચાય…
 
 
સત્ય નાદેલા (Satya Nadella ) નો જન્મ 1969માં હૈદરાબાદમાં થયો. તેમના પિતા બીએન યુગાંધર ઇન્ડિયન સિવિલ સર્વિસના વરિષ્ઠ અધિકારી તથા પૂર્વ વડાપ્રધાન પી. વી. નરસિંહ રાવના સચિવ રહી ચૂક્યા છે. સત્યા નાદેલાનો પ્રાથમિક અભ્યાસ હૈદરાબાદની પબ્લિક સ્કૂલમાં પૂર્ણ થયો. ત્યાર પછી તેમણે કર્ણાટકની મણિપાલ ઇન્સ્ટિટ્યૂટમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં બેચલર ડિગ્રી મેળવી. આ ડિગ્રી પછી નોકરીની ઉત્તમ તકો તેમના માટે રાહ જોઈ રહી હતી પણ તેમણે વિદેશમાં જઈને આગળ ભણવાનું ચાલુ રાખ્યું. વિદેશમાં તેમણે Wisconsin Milwaukee યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સની માસ્ટર્સ ડિગ્રી મેળવી. આ યુનિવર્સિટી અમેરિકામાં આવેલી છે અને ત્યાર બાદ શિકાગો યુનિવર્સિટીમાંથી એમબીએની ડિગ્રી મેળવી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો.
 
અભ્યાસ પૂર્ણ કર્યા પછી સમય હતો કારકિર્દી ઘડવાનો. નોકરી માટે સત્ય નાદેલાએ માઇક્રોસોફ્ટને પસંદ કરી. 1992માં તેઓ માઇક્રોસોફ્ટ કંપનીમાં પ્રોગ્રામ મેનેજર તરીકે જોડાયા. વિન્ડોઝ ડેવલપર રિલેશન્સ ગ્રુપમાં જવાબદારી પણ નિભાવી. અહીં ઘડિયાળના કાંટા જોયા વગર નાદેલાએ મહેનતથી કામ કર્યું. પોતાની મહેનત અને વિચારશક્તિથી એક પછી એક રેન્ક આગળ વધતા ગયા. માઇક્રોસોફ્ટ બિઝનેસ સોલ્યુશન્સ ગ્રુપ્ના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ તથા 19 ડાલર બિલિયનના માઇક્રોસોફ્ટ સર્વર અન્ડ ટુલ બિઝનેસના પ્રેસિડન્ટ તરીકે પણ માઇક્રોસોફ્ટમાં રહી જવાબદારી નિભાવી. ૨૦૧૪ના આગસ્ટ મહિનામાં માઇક્રોસોફ્ટના બીજા સીઈઓ બાલમર રિટાયર્ડ થયા અને સત્યા નડેલા આ કંપનીના ત્રીજા સીઇઓ બન્યા. આ કામ માટે કંપનીએ તેમને વર્ષનો 12 લાખ ડાલર પગાર ચૂકવ્યો અને બોનસ અને કંપનીના શેર ગણીએ તો સત્ય નાદેલાનો વાર્ષિક પગાર લગભગ 112 કરોડ રૂપિયા હતો. હવે છ વર્ષ સીઇઓ તરીકે કામ કર્યા પછી સત્યા નડેલાને કંપનીએ ચેરમેન બનાવ્યા છે.
 

Satya Nadella_1 &nbs 
 
માઇક્રોસોફ્ટ ( Microsoft ) માં ૨૮ વર્ષ...
 
 
1992માં નાદેલા માઇક્રોસોફ્ટ ( Microsoft ) સાથે જોડાયા અને તેમના નેતૃત્વ હેઠળ કંપનીના અનેક ઉત્પાદનો થયાં. આમાંથી કેટલાંક ઉપકરણો તો કંપની માટે ખૂબ સારાં સાબિત થયા. વિન્ડો સર્વર, ડેવલપર્સ ટૂલ, અજૂર આમાંના એક છે. સત્યા નાદેલાને ‘ક્લાઉડ ગુરુ’ પણ કહેવાય છે. માઇક્રોસોફ્ટની ક્લાઉડ સેવા ‘અજૂર’ને સ્થાપિત કરવા નાદેલાનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે.
 
ક્રિકેટમાંથી શીખ્યા નેતૃત્વના ગુણ...
 
ભારતીય મૂળના સત્ય નાદેલા (Satya Nadella ) ક્રિકેટ પ્રેમી છે. તેમનું માનવું છે કે ક્રિકેટ પરથી હું ઘણુ શીખ્યો છું. નેતૃત્વની કળા મને ક્રિકેટે શીખવી છે. મારા કરિયરના ઘડાવમાં ક્રિકેટની ભાગીદારી છે. ક્રિકેટ ટીમવર્ક અને નેતૃત્વ શીખવે છે. તેમાં ધૈર્ય પણ છે. દુનિયાની રમતોમાં તે સૌથી લાંબી રમત છે. ટેસ્ટ ક્રિકેટ તેમને વધુ પસંદ છે. ટેસ્ટ મેચ જોતા જોતા મને એક રશિયાની નોવેલ વાંચતા હોય તેવો અનુભવ થાય છે. આજે આ ક્રિકેટપ્રેમી આઈટી જગતની ખૂબ મોટી કંપનીનો કેપ્ટન બની ગયો છે. જોવાનું રહ્યું કે આ કેપ્ટન પોતાના નેતૃત્વથી માઇક્રોસોફ્ટને નંબર વન પર લાવે છે કે કેમ ?
 
 
અને છેલ્લે...
 
 
૨૦૧૪માં સત્ય નડેલા (Satya Nadella ) માઇક્રોસોફ્ટ( Microsoft ) ના સીઈઓ બન્યા ત્યારે તેમણે કહેલું કે…
‘‘માઇક્રોસોફ્ટ ( Microsoft ) સમગ્ર વિશ્ર્વને ટેક્નોલોજી મારફતે ક્રાંતિકારી પરિવર્તન લાવી દેનારી જૂજ કંપનીઓ પૈકી એક છે અને તેનું સુકાન સંભાળવા માટે મને પસંદ કરાયો તેનાથી વિશેષ સન્માન મારે માટે બીજું ન હોઈ શકે. માઇક્રોસોફ્ટ માટે આગામી સમયમાં અઢળક તક રહેલી છે, પરંતુ આ તક ઝડપી લેવા માટે અમારો ફોક્સ કેળવીને વધુ ઝડપથી આગળ વધવું પડશે અને સતત પરિવર્તન લાવતા રહેવું પડશે. અમારા ગ્રાહકોને શક્ય એટલી ઝડપથી ઇનોવેટિવ પ્રોડક્ટસ આપવાની અમારી ક્ષમતામાં ઝડપ લાવવાનું મારું સૌથી મોટું કામ રહેશે.’’ -