આ કારણે ૪૩ ટકા ભારતીયોએ ચીની વસ્તું વાપરવાનું બંધ કરી દીધું છે - સર્વે

    19-Jun-2021
કુલ દૃશ્યો |

china_1  H x W:
 
 
ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ૨૦૨૦માં જે હિંસક ઝડપ થઈ તેનું એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. આ એક વર્ષમાં ભારતીયોનો ચીન પ્રત્યેનો ગુસ્સો ઓછો થયો નથી. લોકોએ ચીની વસ્તુંઓ ખરીદવાનું ઓછું કરી દીધું છે. આ વાતનો દાવો એક સર્વેમાં કરવામાં આવ્યો છે. આ દાવો ઓનલાઈન કંપની લોકલસર્કલ્સએ કર્યો છે.
 
 
૪૩ ટકા ભારતીય ગ્રાહકોએ ન ખરીદી ચાઈનીજ પ્રોડક્ટ
 
 
આ સર્વેનું સાચું માનીએ તો ૪૩ ટકા ભારતીય ગ્રાહકો “મેડ ઈન ચાઇના પ્રોડક્ટ”થી દૂર રહ્યા છે. ૩૪ ટકા ભારતીય ગ્રાહકોએ વર્ષ દરમિયાન ચીની બનાવટની માત્ર એક કે બે જ વસ્તું ખરીદી હતી. ૮ ટકા એવા પણ ગ્રાહકો હતા જેમણે વર્ષ દરમિયાન ચીનની ૩ થી ૫ વસ્તું ખરીદી હતી. આ રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માત્ર ૪ ટકા ગ્રાહકોએ ૫ થી ૧૦ ચીની બનાવટની વસ્તું ખરીદી હતી. ૩ ટકા લોકોએ ૧૦ થી ૧૫ વસ્તું અને માત્ર ૧ ટકા લોકો એવા છે જેણે ૨૦ થી વધુ ચીની બનાવટની વસ્તું ખરીદી હતી. ઉલ્લેખનીય છે કે સર્વેમાં ભાગ લેનારાઓમાંથી ૬ ટકા ગ્રાહકોએ આનો કોઇ જવાબ આપ્યો ન હતો.
 
 
૧ થી ૧૦ જૂન દરમિયાન કરવામાં આવ્યો સર્વે
 
 
લોકલ સર્કલ્સનો આ સર્વે દેશાના ૨૮૧ જિલ્લામાં થયો જેમાં ૧૭, ૮૦૦ જેટલા જવાબો મળ્યા હતા એટલે કે એવું કહી શકાય કે સર્વેમાં ૧૭,૮૦૦ લોકોએ ભાગ લીધો હતો. આ સર્વેમાં ૬૭ ટકા પુરૂષ અને ૩૩ ટકા મહિલાને સામેલ કરવામાં આવી હતી.
 

china_1  H x W: 
 
 
ભારતીય બજારો પર છે ચીનનું રાજ
 
 
ભારતીય બજારમાં ચીનની ભાગીદારીની વાત કરીએ તો ઇન્ટરમીડિએટ ગુડ્સ માટે ભારતીય ઇમ્પોર્ટમાં ૧૨ ટકા હિસ્સો ચીનનો હતો. કેપિટલ ગુડ્સમાં ૩૦ ટકા અને કંજ્યુમર ગુડ્સમાં ૨૬ ટકા ભાગીદારી ચીનની છે. જોકે સર્વેના રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૨૦માં ચીન સાથે થયેલા વેપારનો આંકડો ૫.૬ ટકાથી ઘટીને ૮૭.૬ અરબ ડોલર સુધી પહોંચી ગયો છે. પરંતું ઉલ્લેખનીય છે કે ૨૦૨૧ની શરૂઆતમાં આ આંકડો વધીને ૪૨ ટકા સુધી પહોંચી ગયો છે. આનું કારણ એ છે કે મહામારીના આ સમયમાં ભારતે મોટી સંખ્યામાં લાઇફ સેવિંગ ઇક્વિપમેન્ટ અને અન્ય મેડિકલ ઓક્સીજન ઇક્વિપમેન્ટ ચીનથી મંગાવ્યા હતા.
 
 
જૂન ૨૦૨૦માં થઈ હતી ઝડપ
 
 
જણાવી દઈએ કે ગયા વર્ષે ૨૦૨૦માં પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં ચીની સેના અને ભારતીય સેના વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા હતા. આ પછી જ કેન્દ્ર સરકારે અનેક “મેડ ઇન ચાઈના” પ્રોડક્ટ પર પ્રતિબંધ લગાવ્યો હતો કે જેના કારણે આત્મનિર્ભર અભિયાનને મજબૂતી મળે.આ ઉપરાંત ભારતે ૨૫૦ જેટલા ચીની એપ્સ પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો.
 
આ વર્ષે એટલે કે ૨૦૨૦ના નવેમ્બર મહિનામાં લોકલ સર્કિલ્સ દ્વારા કરવામાં આવેલ સર્વેમાં જાણવા મળ્યું છે કે ૭૧ ટકા ભારતીય ગ્રાહકો ચાઈનીજ પ્રોડક્ટ્સ ખરીદતા નથી. જે લોકોએ ચીની વસ્તુઓ ખરીદી છે એ પણ તે વસ્તું સસ્તી હોવાના કારણે જ ખરીદી છે.