આ અરબપતિ અંતરિક્ષમાં જઈ રહ્યો છે તો ૯૭૦૦૦ લોકોએ કહ્યું હવે પૃથ્વી પર પાછા આવવાની જરૂર નથી

    23-Jun-2021
કુલ દૃશ્યો |

Jeff Bezos_1  H
 
 
મજાક મજાકમાં શરૂ થયેલી એક અરજીએ ધમાલ મચાવી છે. આ અરજી પર ૯૭૦૦૦ લોકોએ હસ્તાક્ષર કર્યા છે. આ અરજી શેના માટે છે ખબર છે? જાણશો તો નવાઈ લાગશે. આ અરજી અમેજોનના સંસ્થાપક અને સીઇઓ જેફ બેજોસ ( Jeff Bezos ) માટે છે. તે અંતરિક્ષમાં જઈ રહ્યા છે તો તે ધરતી પર પાછા ન આવે એ માટે આ અરજી થઈ છે અને તેના પર ૯૪૦૦૦ કરતા વધારે લોકોએ હસ્તાક્ષર કર્યા છે.
 
જેફ બેજોસે ( Jeff Bezos ) ૭ જૂનના રોજ એક જાહેરાત કરી હતી કે તે ૨૦ જુલાઇના રોજ અંતરિક્ષમાં જશે કેમ કે બ્લૂ ઓરિજિન નામની એક રોકેટ કંપનીની તેમણે સ્થાપના કરી છે. આ કંપની પહેલીવાર અંતરિક્ષ ઉડાનનું સંચાલન કરવાની છે. આથી જેફે આ જાહેરાત કરી છે. જેફની આ જાહેરાત પછી નેટિજનોએ તેમના પર અનેક મીમ્સ બનાવ્યા છે પણ આ અરજી અત્યાર સુધીની સૌથી મનોરજંક સાબિત થઈ છે. પહેલીવાર અંતરિક્ષમાં જઈ રહેલા કોઇ વ્યક્તિને પાછા ધરતી પર ન આવવાની વાત કહેવાઈ રહી છે.
 
“જેફ બેજોસને ( Jeff Bezos ) ધરતી પર આવવાની પરવાનગી ન આપવામાં આવે” આ મથાળા હેઠળ આ અરજી “રિકી જી” નામના એક યુજર્સે એક વેબસાઈટ change.org પર કરી છે. જેફ બેજોસે અંતરિક્ષમાં જવાની જાહેરાત કરી તેના ત્રણ દિવસ પછી આ વેબસાઈટ પર આ અરજી લોંચ કરવામાં આવી હતી. આ અરજીનું મથાળું છે , "Do not allow Jeff Bezos to return to Earth." આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે અરબપતિઓએ ધરતી પર ન રહેવું જોઇએ તેઓ અંતરિક્ષમાં રહી શકે છે.
 
આ અરજી થયાના માત્ર બે અઠવાડિયા થયા છે અને આ અભિયાન સાથે ૯૭૦૦૦ કરતા વધારે લોકો અરજી પર હસ્તાક્ષર કરી જોડાઈ ગયા છે. આ વેબસાઈટ પર જેટલી અરજીઓ થઈ છે તેમાં સૌથી વધું હસ્તાક્ષર આ અરજી પર થયા છે.
 
તમને જણાવી દઈએ કે બેજોસ ( Jeff Bezos ) પોતાના ભાઈ અને બ્લૂ ઓરિજિનની ૨.૮ કરોડ ડોલરમાં નીલામ થયેલી એક સીટના વિજેતા સાથે ન્યૂ શેપર્ડ અંતરિક્ષ યાનમાં બેસીને ૧૧ મિનિટની ઉડાન ભરવાના છે.