અંતિમ ભારતીય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની ગણના વિશ્ર્વના શ્રેષ્ઠ શાસકોમાં શા માટે થાય છે ?

    23-Jun-2021
કુલ દૃશ્યો |

 Hindu Samrajya Diwas_1&n
 
 
જેઠ સુદ ૧૩ (તા. ૨૩-૬-૨૦૨૧) હિન્દુ સામ્રાજ્ય દિન નિમિત્તે ( Hindu Samrajya Diwas ) વિશેષ
 
કાવેરીની ઉત્તરથી લઈને ગંગાપ્રવાહના વિસ્તારો ઉપર વર્ષો સુધી લોકનાયક તરીકે શાસન કરનારા પ્રજાવત્સલ શાસક છત્રપતિ શિવાજી મહારાજ ( Chhatrapati Shivaji Maharaj ) નો સંતો, સમાજ અને સમયની માંગને અનુસરીને ૬ જૂન, ૧૬૭૪ એટલે કે જેઠ સુદ ૧૩ના શુભ દિવસે રાજ્યાભિષેક થયો હતો. ભારતના અંતિમ સમ્રાટ એવા છત્રપતિ શિવાજી મહારાજે વિદેશી આક્રાંતા અને અત્યાચારી મ્લેચ્છ શાસકોના દમનકારી અને વિધ્વંશક શાસનથી ભારતીય સમાજનું રક્ષણ કર્યું હતું. તલવાર અને લવ જેહાદથી થતા ધર્માંતરણને અટકાવ્યું હતું. પરમ પ્રતાપી, પ્રકાંડ વિદ્વાન અને સમર્થ પ્રજાવત્સલ શાસક સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક દિનની સ્મૃતિમાં પ્રસ્તુત છે આ આદરાંજલિ...
 
* રાજ્યાભિષેક પ્રસંગે સિંહાસન ઉપર પહોંચવા માટે એક એક સોપાન ઉપર પગ મૂકતી વેળાએ શિવા નાઈ, વીર બાજીપ્રભુ, વીર તાનાજી જેવા અમર બલિદાનીઓ છત્રપતિ શિવાજી મહારાજની આંખો સમક્ષ તરવરતા હતા ! તેમની સ્મૃતિથી અત્યંત વ્યથિત થયેલા છત્રપતિ શિવાજી મહારાજે ( Chhatrapati Shivaji Maharaj ) મનોમન તેમને આદરાંજલિ આપતાં આપતાં સિંહાસન ગ્રહણ કર્યું હતું.
 
* છત્રપતિ શિવાજીનો રાજ્યાભિષેક સમારોહ ૧ માસ સુધી ચાલ્યો હતો અને કોંગ્રેસના સ્થાપક એવા અંગ્રેજોના પુરોગામી અંગ્રેજોએ પણ છત્રપતિ શિવાજી મહારાજને નમસ્કાર કરીને તેમને અમૂલ્ય ભેટો આપી હતી ! અંગ્રેજોને પણ નમાવનારા આ એક માત્ર ભારતીય નરકેસરી એટલે સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ !!
 
ભારત ઉપર એક હજાર વર્ષના હિન્દુદ્વેષી વિદેશી આક્રાંતાઓના શાસન પછી પણ ભારતમાં આજે ૮૦% જેટલી જનસંખ્યા હિન્દુ છે. યુરોપ-અમેરિકા ખંડોમાં થયેલાં થોડાં જ વર્ષોના ઈસાઈ આક્રમણોને કારણે પશ્ર્ચિમનાં આ રાષ્ટો ખ્રિસ્તી બની ગયાં, ઇસ્લામી તલવારના આતંકથી એશિયા આફ્રિકાના દેશો ઇસ્લામિક બની ગયા, પરંતુ આ બંને પંથોના ભારત ઉપર થયેલા ૧૦૦૦ વર્ષના આતંક પછી પણ ભારતમાં ૮૦% જેટલી જનસંખ્યા હિન્દુ છે. આથી જ પાકિસ્તાની કવિ ઇકબાલની વાત ૧૦૦% સાચી લાગે છે. (આશ્ર્ચર્ય લાગે છે ને ?) કે...
 
 
કુછ બાત હૈ કિ,
હસ્તી મીટતી નહીં હમારી,
સદીયોં રહા હૈ દુશ્મન,
દૌરે જહાં હમારા !
 
 
સેક્યુલર ગેંગના લોકો સ્પષ્ટતા કરશે કે આ ગીતમાં આ પાકિસ્તાની કવિએ ‘દુશ્મન’ શબ્દ કોના માટે પ્રયોજ્યો છે ? ૮૦% ભારતીયો ‘દુશ્મન’ કોણ છે તેે સારી રીતે જાણે જ છે.
 
ભારતમાં ૧૦૦૦ વર્ષના ‘દુશ્મનો દૌરા’ રહ્યા હોવા છતાં ભારતમાં આજે ૮૦% જેટલા હિન્દુ શા માટે છે તેનું કારણ મહાન હિન્દુ કવિ ભૂષણે માત્ર બે પંક્તિઓમાં વર્ણવી દીધું છે.
 
 
કાશીજી કી કલા જાતી,
મથુરા મસ્જીદ હોતી,
શિવાજી ન હોતે તો
સુન્નત હોત સબકી...
 
 
આજે પોગો જેવી રમતો રમતા-રમાડતા સૌ કોઈએ ધ્યાનમાં રાખવું જોઈએ કે રાષ્ટનિર્માણ માટે કાર્ટૂન નેટવર્ક નહીં પરંતુ રાષ્ટીય ચારિત્ર્યનું નેટવર્ક જ કામ લાગે છે. રામાયણ-મહાભારતની વાતો સાંભળીને ઊછરેલા બાળ શિવરાયે માત્ર ૧૬ વર્ષની વયે પોતાના સમવયસ્ક ૧૦-૧૫ તરુણોની સાથે રોહિડેશ્ર્વર મહાદેવની સાક્ષીએ રક્તની અંજલિ આપીને હિન્દવી સ્વરાજ્યનો સંકલ્પ કર્યો હતો. ચોમાસાની મેઘતાંડવ કરતી એક અંધારી રાત્રે અંતરિયાળ ઘનઘોર વનમાં આવેલા આ ર્જીણશીર્ણ થયેલા મહાદેવના મંદિરમાં જે તરવરિયા તરુણો પહોંચ્યા તે બધા જ શિવરાયે લીધેલીતેમની પરીક્ષામાં સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયેલા કોઈ તાનાજી કે વીર બાજીપ્રભુ ( Veer Bajiprabhu ) હતા !
  
 
 
આ ‘શિવ સંકલ્પ’ની પૂર્તિ કરવાના વિજયયજ્ઞનો આરંભ થોડા જ દિવસોમાં તોરણનો કિલ્લો જીતીને થયો અને તે પછી શિવાજી મહારાજના નેતૃત્વમાં એક પછી એક પ્રદેશોને મ્લેચ્છોના દમનમાંથી મુક્ત થતા ગયા.
 
 
માંડ ૫૧ વર્ષના આયુષ્યમાં છત્રપતિ શિવાજી મહારાજ ( Chhatrapati Shivaji Maharaj ) ના જીવનમાં ‘વિશ્રામ’ લખાયો ન હતો. જેમ ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવોના જીવનમાં બાલ્યાવસ્થાથી લઈને આસુરી પડકારો આવતા હતા તેમ છત્રપતિ શિવાજી મહારાજના જીવનમાં પણ બધી દિશાઓથી મ્લેચ્છ આક્રાંતાઓના પડકારો આવતા હતા. બીજાપુર, નગર, ભાગ્યનગર, દિલ્હી સહિતના અનેક મ્લેચ્છ શાસકોએ છત્રપતિ શિવાજી મહારાજને પરાસ્ત કરવાનાં અનેક ષડયંત્રો કર્યાં પણ ‘રણછોડ’ શબ્દને સાર્થક કરનારા છત્રપતિ શિવાજી મહારાજે ઔરંગઝેબ જેવા કટ્ટર ઝનૂની શાસક સહિત આદિલશાહ, નિઝામશાહ તથા અંગ્રેજ વેપારીઓના સર્વ અત્યાચારો અને ષડયંત્રો ઉપર પોતાની કૂટનીતિ, રણનીતિ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણને કારણે વિજય પ્રાપ્ત કર્યો હતો.
 
આજના મહારાષ્ટ, કર્ણાટક અને તેલંગાણા જેવા પ્રદેશોમાં લોકોએ તેમને ‘અઘોષિત’ રાજા તરીકે સ્વીકાર્યા હતા. આ ઉપરાંત તેમનું શાસન ગુજરાત, માળવા અને ઉત્તર પ્રદેશ સુધી વિસ્તરેલું હતું અને આ વિસ્તારોમાં વીર છત્રસાલ જેવા સ્થાનિક પરાક્રમી શાસકોને શાસન સોંપ્યું હતું. આમ એક છત્રની નીચે સ્વતંત્ર ગણરાજ્યોની સાંસ્કૃતિક ભારતની કલ્પનાને તેમણે સાકાર કરી હતી. રાજસ્થાનના કેટલાક પ્રદેશો ઉપર લવ જેહાદ દ્વારા શાસન કરનારા દિલ્હીના શાસક અકબર કરતાં છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યનો વિસ્તાર લગભગ છ ગણો હતો, છતાં પણ આ પ્રજાવત્સલ શાસકને ‘સમ્રાટ’ કહેવામાં સામ્યવાદી ગેંગની જેમ સર્વસામાન્ય હિન્દુ પણ શરમ અનુભવે છે. તે સેક્યુલરીઝમનો જ પ્રતાપ ગણી શકાય !
 
 
ભારતીય સમાજને મ્લેચ્છોના આતંકથી મુક્ત કરીને હિન્દવી સ્વરાજ્ય સ્થાપવાના સ્વપ્નદ્રષ્ટા રાજમાતા જીજામાતા પણ જાણે કે આ સ્વપ્ન સિદ્ધ થાય તે જોવા માટે જ જીવતાં હોય તેમ હિન્દવી સ્વરાજ્યની સ્થાપનાના માત્ર એક સપ્તાહ પછી જીજામાતાનું નિધન થયું. રાજ્યાભિષેક પ્રસંગે સિંહાસન ઉપર પહોંચવા માટે એક એક સોપાન ઉપર પગ મૂકતી વેળાએ શિવા નાઈ, વીર બાજીપ્રભુ, વીર તાનાજી જેવા અમર બલિદાનીઓ છત્રપતિ શિવાજી મહારાજની આંખો સમક્ષ તરવરતા હતા ! તેમની સ્મૃતિથી અત્યંત વ્યથિત થયેલા છત્રપતિ શિવાજી મહારાજે મનોમન તેમને આદરાંજલિ આપતાં આપતાં સિંહાસન ગ્રહણ કર્યું હતું. તેમનો રાજ્યાભિષેક સમારોહ ૧ માસ સુધી ચાલ્યો હતો અને કોંગ્રેસના સ્થાપક એવા અંગ્રેજોના પુરોગામી અંગ્રેજોએ પણ છત્રપતિ શિવાજી મહારાજ ( Chhatrapati Shivaji Maharaj ) ને નમસ્કાર કરીને તેમને અમૂલ્ય ભેટો આપી હતી ! અંગ્રેજોને પણ નમાવનારા આ એક માત્ર ભારતીય નરકેસરી એટલે સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ !!
 
છત્રપતિ શિવાજી મહારાજે આતંકી ઔરંગઝેબને પણ મૂર્ખ બનાવ્યો હતો. એ ધર્માંધ બાદશાહે આગ્રામાં છત્રપતિ શિવાજી મહારાજની કબર પણ ખોદાવી રાખી હતી, પરંતુ લોખંડી પહોરામાંથી છટકીને છત્રપતિ શિવાજી મહારાજ અને બાળરાજા સંભાજી મહારાજ બુદ્ધિપૂર્વક છટકી ગયા હતા અંગ્રેજોને દંડનારા અને તેમને કારાવાસમાં ધકેલનારા એકમાત્ર ભારતીય શાસક હતા. સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ ! સિદ્દી જૌહર નામના ક્રૂર સરદારે મહિનાઓ સુધી તેમને ઘેર્યા હતા છતાં તે પાશવીના ઘેરામાંથી તેઓ બુદ્ધિચાતુર્યને કારણે છટકી ગયા હતા. એકસાથે અનેક દિશાઓથી થઈ રહેલાં આક્રમણોને તેમણે અદ્ભુત વ્યુહરચના કૌશલ્યોને કારણે ખાાં હતાં. ગમે તેવાં સંકટોમાં પણ તેઓ સ્થિતપ્રજ્ઞ રહી શકતા હતા. આથી જ જ્યારે મુસ્લિમ આક્રમકોએ તુલજા ભવાની માતાનું મંદિર કે પંઢરપુરનું વિઠ્ઠલ મંદિર ધ્વસ્ત કર્યું ત્યારે તેઓએ કોઈ જ ભાવાત્મક પ્રતિકાર કર્યો ન હતો, પરંતુ એ વ્યૂહરચનાને આધારે અફઝલનો વધ કર્યો હતો તથા શાહિસ્તખાનની આંગળીઓ વાઢી હતી અને વર્ષો સુધી ટેક્સ નહીં ભરનારા અંગ્રેજોની સુરતમાં આવેલી કોઠી ઉપર દરોડા પાડીને ટેક્સ વસૂલ કર્યો હતો. (આજે પણ કોંગ્રેસે બનાવેલા ઇન્કમટેક્સ એક્ટ અંતર્ગત ટેક્સ ન ભરનારાઓ ઉપર દરોડા - જપ્તી જેવાં પગલાં ભરવામાં આવે છે. શું કોંગ્રેસીઓએ સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના કર્તૃત્વમાંથી પ્રેરણા લીધી હોય એવું બને ખરું ?)
 
પ્રભુ શ્રીરામની શાલીનતા, ભગવાન શ્રીકૃષ્ણનું વ્યૂહરચના કૌશલ્ય, ચાણક્યની કૂટનીતિ, સમ્રાટ ચંદ્રગુપ્તનાં પરાક્રમ, આર્યભટ્ટ અને ભાસ્કરાચાર્યની વૈજ્ઞાનિક દૃષ્ટિ, હિમાલય જેવી ઉત્તુંગ અડગતા અને મહાસાગરના ગાંભીર્યના ધની પ્રજાવત્સલ સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ અત્યંત વિદ્વાન હતા. તેમણે તેમના કાર્યકાળમાં ૮૦ જેટલાં પુસ્તકોનું લેખન કરાવ્યું હતું. પર્વત અને સમુદ્રનું સામરિક મહત્ત્વ સમજીને તેમણે ભારતનું પ્રથમ નૌકાદળ ઊભું કર્યું હતું. તેઓ યુદ્ધ અથવા ગનીમિ કાવા જેવાં આક્રમણો કરતી વખતે ખગોળવિજ્ઞાનનો ઉપયોગ કરતા. સજ્જનોને શિરપાવ અને દુર્જનોને દંડ એ તેમની નીતિ હતી. આથી જ તેમની રાજમુદ્રા ઉપર ‘મુદ્રા ભદ્રાય રાજતે’ એવું અંકિત થયું હતું. આવા દીર્ઘદ્રષ્ટા, લોકસંગ્રહી, પરમ પ્રતાપી, પ્રજાવત્સલ સમ્રાટને એક નેતા ડુંગરનો ઉંદર કહેતા, તો સામ્યવાદી બૌદ્ધિક આતંકીઓ ‘નિરક્ષર’ કહેતા, પરંતુ સાચા ભારતીય માટે આજે પણ સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ પોતાના કૂળદેવતા છે. તેમના બુદ્ધિચાતુર્ય, પ્રજા વત્સલ વ્યવહાર, સમાજકલ્યાણની નીતિ, અદ્ભુત વિદેશ નીતિ, અષ્ટ પ્રધાન મંડળ દ્વારા લોકતંત્રની સ્થાપના જેવા અનેક ગુણોને કારણે આજે તેમની ગણના વિશ્ર્વના શ્રેષ્ઠ શાસકોમાં થાય છે. તેમના હાથે માર ખાઈને ધન્યતા અનુભવતા અંગ્રેજોએ પણ તેમના ચિત્રને લંડન મ્યુઝિયમમાં સ્થાન આપીને આદરાંજલિ આપી છે. આ સમર્થ સમ્રાટને હિન્દુ સામ્રાજ્ય દિન નિમિત્તે માનવંદના.
 
સમર્થ સંત રામદાસ સ્વામીએ શિવાજીના સ્વપ્નને સાકાર કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું
 
 
અંતિમ ભારતીય સમ્રાટ ગણાતા છત્રપતિ શિવાજી મહારાજના વ્યક્તિત્વમાં ભગવાન શ્રીરામની શાલીનતા, ભગવાન શ્રીકૃષ્ણનું વ્યૂહરચના કૌશલ્ય, ચાણક્યની કૂટનીતિ, સમ્રાટ ચંદ્રગુપ્તનું પરાક્રમ, આર્યભટ્ટ અને ભાસ્કરાચાર્ય જેવી વૈજ્ઞાનિક દૃષ્ટિ, હિમાલય જેવી ઉત્તુંગ અડગતા અને મહાસાગરનું ગાંભીર્ય જેવા મળે છે. બાલ્યાવસ્થામાં તેમણે જોયેલા હિન્દુઓ ઉપર થતા મુસ્લિમ અત્યાચારો, સમાજમાં વ્યાપ્ત કુસંપ અને સ્વાર્થવૃત્તિનો અંત લાવવા માટે તેમણે હિન્દુ સામ્રાજ્યનું સ્થાપનાનું સ્વપ્ન સેવ્યું હતું. પિતાજી શાહજી રાજે, માતા જીજાબાઈ, પાલક ગુરુ દાદા કોંડદેવ અને આધ્યાત્મિક માર્ગદર્શક સમર્થ સંત રામદાસ સ્વામીએ તેમના આ સ્વપ્નને સાકાર કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
 
 
- જગદીશ આણેરાવ