પાથેય - ચાણક્યની આ યુક્તિથી હજ્જારો નિર્દોષ પ્રાણીઓનો જીવ બચી ગયો!

    16-Jul-2021
કુલ દૃશ્યો |

chanakya_1  H x 
 
 
મગધસમ્રાટ બિન્દુસારે એક વખત પોતાની સભામાં પૂછ્યૂં, દેશની ખાદ્ય સમસ્યાને ઉકેલવા માટે સૌથી સસ્તી વસ્તુ શું છે ? એ સાંભળી મંત્રીગણ વિચારમાં પડી ગયા. શિકારના શોખીન એક સામંતે કહ્યું, ‘રાજન, સૌથી સસ્તો ખાદ્ય પદાર્થ માંસ છે.’ બધાએ સામંતની વાતનું સમર્થન કર્યું, પરંતુ ચાણક્ય ચૂપ હતા. સમ્રાટે તેમને પૂછ્યું, ‘તમારો આ બાબતે શો મત છે ?’ ચાણક્ય ( Chanakya ) બોલ્યા, ‘હું મારો વિચાર કાલે તમારી સમક્ષ રજૂ કરીશ.’
 
રાત પડી ત્યારે ચાણક્ય ( Chanakya ) પેલા સામંતના મહેલ પર ગયા. સામંતે દરવાજો ખોલ્યો. ચાણક્યએ કહ્યું, ‘સાંજે મહારાજ એકાએક બીમાર થયા છે. રાજવૈદ્યએ કહ્યું કે કોઈ મોટા માણસના હૃદયનું બે તોલા માંસ મળી જાય તો રાજાના પ્રાણ બચી શકે છે, તેથી હું તમારી પાસે તમારા હૃદયનું ફક્ત બે તોલા માંસ લેવા આવ્યો છું. તેના માટે તમે એક લાખ સુવર્ણમુદ્રાઓ લઈ લો.’ સામંતે ચાણક્યના પગ પકડીને માફી માંગી અને ઉપરથી એક લાખ સુવર્ણમુદ્રાઓ આપીને કહ્યું કે આ ધનથી તેઓ કોઈ બીજા સામંતના હૃદયનું માંસ ખરીદી લે. ચાણક્ય સવારે રાજાના મહેલે પહોંચ્યા અને રાજા સમક્ષ બે લાખ સુવર્ણમુદ્રાઓ મૂકી દીધી.
 
સમ્રાટે પૂછતાં ચાણક્યે ( Chanakya ) કહ્યું કે બે તોલા માંસ ખરીદવા માટે આટલું ધન એકઠું થઈ ગયું. છતાં બે તોલા માંસ ન મું. માંસ કેટલું સસ્તું કહેવાય ? જીવન અમૂલ્ય છે. જેમ આપણને આપણો જીવ પ્યારો છે, તેમ બાકી બધા જીવોને પણ તેમનો જીવ એટલો જ પ્યારો હોય. પરંતુ તેઓ પોતાનો જીવ બચાવવામાં અસમર્થ છે. પશુઓ બોલી શકતાં નથી. તેઓ પોતાની સારી કે ખરાબ કોઈ સ્થિતિ કહી શકતાં નથી. તેઓ વ્યથા દર્શાવી શકતાં નથી. તો શું આ જ કારણે તેમની પાસેથી જીવવાનો અધિકાર છીનવી લેવો ? સમ્રાટ વાતનો સાર સમજી ગયા અને ચાણક્ય ( Chanakya ) ની પ્રશંસા કરી.