આ નાનકડા દેશે ચીનના બધા જ પ્રોજેક્ટ બંધ કરવાનો નિર્યણ લીધો છે!

    30-Jul-2021
કુલ દૃશ્યો |

Samoa_1  H x W:
 
 
 
ચીન ( China ) ની વિસ્તારવાદી નીતિ બધાને ખબર છે. ગરીબ દેશોને કર્જ આપી તે આ દેશોમાં પોતાનું વર્ચસ્વ વધારતું રહે છે અને પછી તેના કર્જમાં ડૂબેલા દેશોને બ્લેકમેઇલ કરે છે અને પોતાનું ધાર્યુ કામ કરાવે છે. ચીન દુનિયાના અનેક નાના અને ગરીબ દેશોને આર્થિક મદદ કરી જે તે દેશોમાં પોતાના પ્રોજેક્ટ ચલાવી રહ્યું છે. પણ તાજેરતના જ સમાચાર પ્રમાણે સમોઆ નામના માત્ર બે લાખની વસ્તીવાળા દેશે પોતાના દેશમાં ચાલતા ચીનના બધા જ પ્રોજેક્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
 
એવું કહેવાય છે કે સમોઆ દેશના પૂર્વ વડાપ્રધાન તુઈલીફા માલિયા લેગોઆય ચીન (China) ના સમર્થક હતા. અને તેમના જ શાસનકાળમાં સમોઆ ( Samoa ) માં ચીનના અનેક પ્રોજેક્ટને મંજૂરી મળી હતી. આ પ્રોજેક્ટ કોરોના મહામારીના કારણે બંધ હતા પણ આ દરમિયાન સમોઆમાં ચૂંટણી યોજાઈ અને અહીં સત્તા પરિવર્તન થયું. વડાપ્રધાન તુઈલીફ ચૂંટણી હારી ગયા અને તેમની જગ્યાએ ફિયામે નાઓમી મટાફા ( Fiame Naomi Mata'afa ) એ સમોઆની સત્તા સંભાળી. જે આ દેશના પહેલા મહિલા વડાપ્રધાન ( Samoa's first female prime minister, Fiame Naomi Mata'afa ) બન્યા છે.
 
સમોઆ ( Samoa ) ના આ નવા વડાપ્રધાન નાઓમી ચીનની કર્જનીતિ સંદર્ભે ખૂબ ગંભીર છે. બે મહિના દરમિયાન તેમણે પોતાના દેશમાં ચીનના ફંડથી ચાલતા પ્રોજેક્ટની સમીક્ષા કરી અને જણાવ્યું છે કે જો આ પ્રોકેજેક્ટ્સ આર્થિકનીતિ પર ખરા નહીં ઉતરે તો તેને બંધ કરી દેવામાં આવશે. આ પ્રોજેક્ટના કારણે સમોઆ પર દેવું ખૂબ વધી ગયું છે.
 
નાઓમી ( Fiame Naomi Mata'afa ) પોતાના દેશમાં ચાલી રહેલા બંદરગાહના પ્રોજેક્ટને લઈને ખૂબ ચિંતિત છે. જેનો ખર્ચ ૭૪૩ કરોડ જેટલો થાય છે. આ ખર્ચ ચીન કરવાનું હતું પણ આ પ્રોજેક્ટ બંધ કરી દેવાયો છે. જેનું કારણ આપતા નવા વડાપ્રધાન જણાવે છે કે “ સમોઆ એક નાનકડો દેશ છે અને અહીં જેટલા બંદર અને એરપોર્ટની જરૂર છે એટલા છે. હાલ દેશ પાસે એવા અનેક પ્રોજેક્ટ છે જેને પ્રાથમિકતા આપવાની જરૂર છે અને એટલા માટે જ ચીનના આ પ્રોજેક્ટને અમે રદ્દ કરીએ છીએ.
 

સમોઆ દેશ… Samoa

 
સમોઆ દ્વીપ સમૂહનો એક દેશ છે. જેની વસ્તી ૨,૦૨,૬૦૦ જેટલી છે. જે ૨,૮૪૨ વર્ગ કિમીના ક્ષેત્રમાં ફેલાયેલો છે. ૧૫ ડિસેમ્બર ૧૯૭૬ના દિવસે આ દેશને સંયુક્ત રાષ્ટ્રએ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં તેને સ્થાન આપ્યુ હતું.
 
સમોઆ ૧૯૫૯માં ન્યુઝીલેન્ડથી આઝાદ થયો. ત્યારથી અત્યાર સુધી આ દેશમાં અનેક વડાપ્રધાન બન્યા પણ મહિલા વડાપ્રધાન પહેલીવાર બન્યા છે. આ દેશની પહેલી મહિલા નાઓમી ફાસ્ટ પાર્ટીની નેતા છે. તે કેબિનેટ મંત્રી અને ઉપવડાપ્રધાન બનનારી પણ દેશની પહેલી મહિલા છે. જેણે સમોઆ દેશની સત્તા સંભાળવાની સાથે જ ચીનના બધા પ્રોજેક્ટ અટકાવી દીધા છે.
 

સમોઆની જેવી હિમંત દાખવનારો બીજો દેશ પણ છે!

 
સમોઆની જેમ જ દુનિયાના સૌથી નાના દેશોમાંનો એક એવા પલાઓ ( Palau ) દેશે પણ ચીનને લઈને સ્પષ્ટતા કરી છે કે તે હવે ચીનના ચુગંલમાં ફસાવા માંગતો નથી. તમને જણાવી દઈએ કે પલાઓ ( Palau ) એ ૧૫ દેશોની યાદીમાં સામેલ છે જેણે તાઈવાનને માન્યતા આપી છે. પલાઓનું કહેવું છે કે તાઈવાનને સાથ આપનારો છેલ્લો દેશ પલાઓ હશે તો પણ અમે તાઈવાનનો સાથ આપવાનું બંધ નહી કરીએ. પલાઓમાં પણ પહેલા ચીન સમર્થક સરકાર હતી પણ થોડા વર્ષ પહેલા જ અહીં સુરાંગેલ વ્હિપ્સની સત્તા આવી અને તે આ દેશનાં રાષ્ટ્રપતિ બન્યા. આ સાથે જ તેમણે ચીન સાથેના સંબંધોની સમીક્ષા કરી. આ વર્ષે જ ચીનનું દબાણ હોવા છતા તેને નજરઅંદાજ કરી સુરાંગેલ વ્હિપ્સએ તાઈવાનની યાત્રા કરી હતી.
આ નાનકડા દેશ વિશ્વના દેશોને શીખવાડી રહ્યા છે…
 
આનંદની વાત એ છે કે સમોઆ (Samao) અને પલાઓ ( Palau ) જેવા નાનકડા દેશ વિશ્વના દેશોને બતાવી રહ્યા છે કે ચીનના ચુંગલમાં ફસાવા જેવું નથી. જોમે ઉલ્લેખનીય વાત એ છે કે વિશ્વના દેશો હવે ચીન સંદર્ભે પોતાની નીતિની સ્પષ્ટતા કરતા થયા છે…