સમ્રાટ સ્કન્દગુપ્તનું હૂણો સાથે યુદ્ધ | ઇ.સ. ૪૧૨ થી ૪૫૫

    12-Aug-2021
કુલ દૃશ્યો |

Huns and Skandagupta_1&nb
 
 
સ્કન્દગુપ્ત, ચન્દ્રગુપ્ત વિક્રમાદિત્યનો પૌત્ર હતો. વિક્રમાદિત્યનાં અવસાન બાદ તેમનો પુત્ર ‘કુમારગુપ્ત પ્રથમ’ ગુપ્ત સામ્રાજ્યનો શાસક બન્યો, તે ધ્રુવસેનનો પુત્ર હતો. સન ૪૧૨ ઈ.માં ગુપ્ત સામ્રાજ્યનાં સિંહાસન પર બેઠો અને ૪૩ વર્ષ સુધી તેણે રાજ સંભાળ્યું.
 
કુમારગુપ્ત પ્રથમ બાદ તેમના પુત્ર સ્કંદગુપ્તનું રાજ આવ્યું. સન ૪૫૫ ઈ.માં તેમનો રાજ્યાભિષેક થયો હતો. પોતાના શાસનકાળના પ્રારંભિક સમયમાં જ તેને અનેક સંકટોનો સામનો કરવો પડ્યો હતો, તેમનાં યુદ્ધોમાં ણો સાથેનાં યુદ્ધોનું ઐતિહાસિક મહત્ત્વ છે. ‘હૂણ’ મધ્ય એશિયાની એક વીર અને તેનાથી પણ વધારે ક્રૂર જાતિ હતી. તે પોતાની બર્બરતા અને અપૂર્વ યુદ્ધક્ષમતાને કારણે પ્રસિદ્ધ હતી, જ્યારે સમ્રાટ સ્કંદગુપ્તને ણો સાથે યુદ્ધ થયું તો પોતાના યુદ્ધકૌશલ, સાહસ અને પરાક્રમથી તેણે ણોના અજેય પ્રજાતિના ઘમંડને ચકનાચૂર કરી દીધો અને ણોને પોતાના દેશમાં જીવ બચાવી ભાગવું પડ્યું હતું. કોઈ પણને નમતું ન આપનારી આ પ્રજાતિ સ્કન્દગુપ્તનાં અભૂતપૂર્વ યુદ્ધકૌશલ્યથી એટલી તો પ્રભાવિત થઈ કે ન માત્ર ભારતમાં જ પોતાના દેશમાં જઈને પણ સ્કંદગુપ્તનાં યશોગાન કરવા લાગી હતી. યુદ્ધમાં ણો પર વિજય સ્કન્દગુપ્તની મહાન સફળતા માનવામાં આવે છે. ણોને હરાવી સ્કન્દગુપ્તે પોતાના દાદા ચંદ્રગુપ્ત દ્વિતીયની જેમ વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરી લીધી. આ વિજય બાદ સ્કન્દગુપ્ત પણ સ્કન્દગુપ્ત વિક્રમાદિત્ય કહેવાવા લાગ્યા.
 
સમ્રાટ સ્કન્દગુપ્તનું સામ્રાજ્ય પશ્ર્ચિમમાં સૌરાષ્ટથી લઈ પૂર્વમાં બંગાળ સુધી તેમજ ઉત્તરમાં હિમાલયથી માંડી દક્ષિણમાં મધ્ય પ્રદેશ સુધી ફેલાયેલું હતું. આ રીતે ચંદ્રગુપ્તના સમયમાં સમગ્ર ભારત પર ગુપ્ત રાજવંશનું આધિપત્ય સ્થાપિત થઈ ચૂક્યું હતું.