પૃથ્વીરાજ ચૌહાણ અને મહંમદ ઘોરીનાં યુદ્ધો | ઈ.સ. ૧૧૯૧ -૧૧૯૨

    12-Aug-2021
કુલ દૃશ્યો |

prithviraj chauhan _1&nbs
 
 
 
 
પંજાબના પ્રદેશોને સર કરતો હુમલાખોર મહંમદ ઘોરી અજમેર તથા દિલ્હી તરફ મોટી સેના લઈને આગળ વધ્યો હતો, તેણે સૌપ્રથમ ઈ. સ. ૧૧૮૯માં ભટિંડા કિલ્લા પર આક્રમણ કર્યું. આ જાણી અજમેર તથા દિલ્હીના સ્વામી પૃથ્વીરાજસિંહ ચૌહાણ એક વિશાળ સેના લઈ મહંમદ ઘોરીને પડકારવા નીકળી પડ્યા. ભટિંડાથી ૨૭ માઈલ દૂર આવેલ તરાઈન નામક સ્થળે મહંમદ ઘોરી અને સ્વામી પૃથ્વીરાજસિંહજી ચૌહાણની સેનાઓ સામસામે આવી ગઈ. તેમની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આ સ્થળ તરાઈન થાનેશ્ર્વરથી ૧૪ માઈલ દૂર હતું. અહીંના રાઠૌડ જયચંદ એકમાત્ર એવા રાજા હતા, જેમણે પૃથ્વીરાજસિંહને મદદ કરી નહિ, પણ મહંમદ ઘોરીને અનેક પ્રકારની સુવિધાઓ આપી.
 
મહંમદ ઘોરીએ તેની સેનાને ત્રણ ભાગ ઉત્તર, દક્ષિણ અને મધ્યમાં વહેંચી દીધી. સ્વયં ઘોરી મધ્યમાં રહી યુદ્ધ કરવા લાગ્યો, પણ પૃથ્વીરાજ અને તેની બળવાન રાજપૂત સેનાએ ચારે દિશાથી મહંમદ ઘોરીને ઘેરી લીધો. ઉત્તર, દક્ષિણથી સુલ્તાનની સેના ભાગવા માંડી. મધ્યમાં રહેલ ઘોરીને પૃથ્વીરાજસિંહના ભાઈ ગોવિંદ રાયે ઘાયલ કર્યો, પરંતુ ભાગ્યવશ તેનો એક ખિલજી સૈનિક તેને બચાવીને લઈને ભાગી છૂટ્યો. મહંમદ ઘોરીને રાજપૂત યોદ્ધાઓનો પરચો મો. તે તરાઈનના પ્રથમ યુદ્ધમાં હાર્યો. રાજપૂતો સામેના યુદ્ધમાં આ તેની બીજી હાર હતી. અત્રે યાદ રહે કે ગુજરાતના અણહિલ-વાડના યુદ્ધમાં તેની પ્રથમ હાર હતી.
 
મહંમદ ઘોરી પૃથ્વીરાજસિંહ સામેની હારથી હતાશ થયો નહીં, પણ તેણે મધ્ય એશિયાની ખૂંખાર પ્રજાની મદદથી એક વિશાળ સેના તૈયાર કરી અને પુનઃ એ જ જગ્યા, જ્યાં પૃથ્વીરાજે તેને હરાવ્યો હતો તે તરાઈનના પ્રથમ યુદ્ધનો બદલો લેવા મનસૂબો બનાવી દીધો. મહંમદ ઘોરીએ ૧,૨૦,૦૦૦ સૈનિકો તથા હથિયારો સાથે આક્રમણ કર્યું. દુર્ભાગ્યવશ એક વર્ષના ગાળામાં પણ પૃથ્વીરાજ વધુ પડતા આત્મવિશ્ર્વાસને કારણે તેમના રાજપૂત યોદ્ધાઓને યુદ્ધ માટે સજ્જ રાખ્યા નહોતા. પૃથ્વીરાજે ૧૫૦ નાના મોટા રાજપૂત રાજાઓનો સહકાર મેળવી તેમનું નેતૃત્વ કરી મહંમદ ઘોરી સામે તરાઈનનું બીજું યુદ્ધ શરૂ કર્યું. ઇતિહાસ કહે છે કે મહંમદ ઘોરીએ પૃથ્વીરાજ પર કુલ ૧૭ વખત હુમલો કર્યો હતો.
 
પૃથ્વીરાજ ચૌહાણે મહંમદ ઘોરીને યુદ્ધમાં ૧૭ વખત હરાવ્યો હતો, પરંતુ દરેક વખતે ક્ષત્રિયને છાજે તેવી રીતે પૃથ્વીરાજે શત્રુને ક્ષમાદાન આપી ઘોરીને છોડી મૂક્યો હતો. પરંતુ જયચંદની ગદ્દારીને કારણે ૧૮મી વખત યુદ્ધમાં તેમને હારનો સામનો કરવો પડ્યો. એ ઘોરી સાથેના યુદ્ધ બાદ પૃથ્વીરાજ ચૌહાણને બંદી બનાવી ઘોરીના ગઝની લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને અપાર યાતનાઓ આપવામાં આવી હતી. તેમની આંખો ગરમ સળિયાથી ફોડી નાંખવામાં આવી હતી. પોતાના મિત્ર સાથેની અમાનવીય ક્રૂરતાથી વ્યથિત પૃથ્વીરાજના મિત્ર ચંદબરદાયુએ ઘોરીને મોતને ઘાટ ઉતારી દેવીની યોજના બનાવી. તેણે મહંમદઘોરીને જણાવ્યું કે પૃથ્વીરાજ શબ્દવેદી બાણ ચલાવી જાણે છે. મહંમદ ઘોરીએ અહંકારમાં પૃથ્વીરાજને તેની કલા બતાવવાનું કહ્યું. આ કલા પ્રદર્શન દરમિયાન ચંદબરદાયુએ તેઓએ દૂહો લલકાર્યો.
 
ચાર બોસ, ચૌબીસ ગજ, અંગુલ અષ્ટ પ્રમાન,
તા ઉપર સુલતાન હૈ, મત ચુકે ચૌહાન.
 
આ દૂહાની સહાયતાથી પૃથ્વીરાજે મહંમદ ઘોરીનું બેઠો છે એ સ્થાનનું માપ જાણી લીધું અને તીર છોડી તેનો વધ કરી દીધો.
 
- ડૉ. કનુભાઈ જોશી