સોમનાથનું યુદ્ધ | મહેમૂદ ગઝનવીએ સોમનાથ પર સત્તર આક્રમણો કર્યાનું ઇતિહાસમાં આપણને ભણાવાયું છે સત્ય શું છે?

    12-Aug-2021
કુલ દૃશ્યો |
 
Somanath War_1  

 
સોમનાથનું યુદ્ધ | ઇ.સ. ૧૦૦૧ થી ૧૦૨૧| Somanath War

 
મહેમૂદ ગઝનવીએ સોમનાથ પર સત્તર આક્રમણો કર્યાનું ઇતિહાસમાં આપણને ભણાવાયું છે અને એમ પણ ભણાવાયું છે કે હિન્દુ રાજાઓ એક ન થઈ શક્યા અને તેનો પ્રતિકાર ન કરી શક્યા. સત્ય શું છે?
 
ઇતિહાસમાં એમ પણ ભણાવાય છે કે મહેમૂદ ગઝનવી તો માત્ર લૂંટારો હતો અને તે મંદિરમાં સોનું હોવાથી લૂંટવા આવતો હતો. આ એક ઇસ્લામી ત્રાસવાદીને છાવરવા માટે ઘડાયેલું જૂઠાણું છે. હકીકત એ છે કે મહેમૂદ ગઝનવી અથવા ગઝની એ લૂંટારો નહોતો, પણ ત્રાસવાદી-જિહાદી જ હતો. પ્રો. મોહમ્મદ હબીબ, કે. એ. નિઝામી, જાફર અને પ્રો. સતીશચન્દ્ર જેવા ભારતના ડાબેરી અને મુસ્લિમ ઇતિહાસકારોએ મહેમૂદ ગઝની પ્રત્યે (અને એટલે મુસ્લિમો પ્રત્યે) રોષ ન જાગે તે માટે તેને લૂંટારો ચીતરી દીધો. હકીકત એ હતી કે તે ખાલી લૂંટારો નહોતો. લૂંટારો હોય તો તે માત્ર ધન લૂંટીને ચાલ્યો જાય. તે ત્રાસવાદી હતો-જિહાદી હતો. એટલે જ તે મંદિરો અને મૂર્તિઓ તોડતો. તેને મૂર્તિઓના ટુકડેટુકડા કરવાથી પણ સંતોષ નહોતો મળતો. તે ટુકડેટુકડા કરતો જેના પરથી તેની સેના પસાર થતી. આ કારણે જ તેને બુતશિકન એટલે કે મૂર્તિભંજકની પદવી મળી હતી.
 
મહેમૂદ ગઝનીએ સોમનાથ પર સત્તર વાર નહીં, ભારતમાં સત્તર આક્રમણો કર્યાં હતાં. ઈ. સ. ૯૯૯માં અબ્બાસી ખલીફા દ્વારા તેને માન્યતા મળી પછી મહેમૂદ ગઝનીએ જિહાદની અને ભારતમાં દર વર્ષે આક્રમણ કરવાની પ્રતિજ્ઞા કરી હતી! મહેમૂદ ગઝની સુન્ની સામ્રાજ્ય સ્થાપવા માગતો હતો. મુસ્લિમો વચ્ચે મોટા ભાગના ઝઘડા સુન્ની અને શિયાના જ થાય છે અને પાકિસ્તાન હોય કે અન્યત્ર, સુન્ની પોતાને સર્વોપરી સમજે છે. તેઓ બીજા મુસ્લિમોને મારી નાખતા ખચકાતા નથી. મહેમૂદ ગઝનીએ ઈ. સ. ૧૦૦૫માં જે આક્રમણો કર્યા તેમાં મુલતાનના ઇસ્માઇલીઓ મોટા પાયે માર્યા ગયા હતા. આ ઇસ્માઇલીઓ પણ મુસ્લિમો જ છે. ઇસ્માઇલી શિયા સંપ્રદાયનો પેટા સંપ્રદાય છે. આ તથ્ય ઇતિહાસમાં ભણાવાતું નથી. આ જિહાદીઓ માત્ર હિન્દુઓ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન, શીખ કે પારસીઓના જ વિરોધી નથી અને તેમની જ હત્યા નથી કરતા અપિતુ તેમના સંપ્રદાયમાં ન માનતા મુસ્લિમોની પણ હત્યા કરે છે.
 
મહેમૂદ ગઝનીએ પહેલું આક્રમણ ઈ. સ. ૧૦૦૧માં પશ્ર્ચિમ ભારત એટલે કે આજના પાકિસ્તાન પર કર્યું જ્યાં હિન્દુ રાજા જયપાલ હતા. તેમનું પશ્ર્ચિમોત્તર પાકિસ્તાન અને પૂર્વી અફઘાનિસ્તાન પર રાજ્ય હતું. તેમણે પોતાની મુક્તિ માટે અપાર ધન ગઝનીને આપ્યું પરંતુ તે પોતાનું અપમાન સહન ન કરી શક્યા અને તેમણે આત્મદાહ કરી મૃત્યુને વહાલું કરી લીધું.
ઓછી જાણીતી વાત એ છે કે મહેમૂદ ગઝનીએ સોમનાથ પર આક્રમણ ઈ. સ. ૧૦૨૫માં કર્યું હતું. જ્યારે ભીમદેવ સોલંકી ઈ.સ. ૧૦૨૧માં જ હજુ તો સત્તારૂઢ થયા હતા. આમ, તેમના સત્તારૂઢ થયાનાં માત્ર ચાર જ વર્ષમાં ગઝનીનું આક્રમણ આવી ચડ્યું હતું. સોમનાથ પર આક્રમણ માટે ગઝનીએ પચ્ચીસ વર્ષ તૈયારી કરી હતી, કારણ કે તેને ખબર હતી કે સોમનાથ દાદા હિન્દુઓ માટે પ્રચંડ આસ્થાનું કેન્દ્ર હતા. તેને બચાવવા હિન્દુઓ કંઈ પણ કરી શકે. આથી તેણે પહેલાં પશ્ર્ચિમ (અત્યારે પાકિસ્તાનમાં રહેલા પ્રદેશો) અને બાદમાં ઉત્તર ભારતને નિશાન બનાવ્યાં. તેનું પ્રથમ આક્રમણ ઈ. સ. ૧૦૦૧માં હતું. અને સોમનાથ પર તેણે ઈ. સ. ૧૦૨૫માં આક્રમણ કર્યું. આમ, પચ્ચીસ વર્ષે તે સફળ થયો. પરંતુ તે પણ પૂરી રીતે નહીં. કારણ કે સોમનાથ ખાતે પચાસ હજાર હિન્દુઓએ પ્રચંડ શૌર્ય સાથે તેનો સામનો કર્યો હતો.
 
ભીમદેવે પણ જબરદસ્ત સામનો કર્યો હતો અને વીરતા દર્શાવતા તેઓ યુદ્ધમાં ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. તેમના ઘાયલ થયા પછી જ મહેમૂદ ગઝની મંદિર વિધ્વંસના પોતાના કુકૃત્યને કરવામાં સફળ થયો હતો. જ્યારે રાજા ભીમદેવ ભાનમાં આવ્યા તો તેમણે ઝાલોર અને અજમેર જેવા અન્ય રાજાઓનો સંપર્ક સાધ્યો અને સોમનાથ મહાદેવના મંદિરને તોડવાની ઘટનાને રાષ્ટ્રીય અસ્મિતા સાથે જોડાયેલો પ્રશ્ર્ન ગણાવીને આ મુસ્લિમ આક્રાંતાનો સામનો મળીને કરવાનું આવેદન કર્યું. આવું કરીને તેમણે આ રાજાઓના સમ્માન અને હિન્દુ ગૌરવને ઢંઢોળવા તો પ્રયાસ કર્યો જ પરંતુ સાથે પોતાના રાષ્ટ્રભક્ત અને રાષ્ટ્રવાદી હોવાનું પ્રમાણ પણ આપી દીધું. આ રાજાઓએ ભીમદેવની વાતને માની લીધી. તેમણે યથા શીઘ્ર પોતાની સૈન્ય સહાયતા ભીમદેવને પહોંચાડી.
 
આ વાત કનૈયાલાલ મુનશીએ પોતાના પુસ્તક ઇમ્પિરિયલ ગુર્જર્સમાં લખી છે. જ્યારે મહેમૂદ ગઝની ભારતમાં બેફામ લૂંટફાટ અને મંદિરો-મૂર્તિઓનો ધ્વંસ કરીને પાછો ફરી રહ્યો હતો ત્યારે ગુર્જર સેનાએ આક્રમણ કરીને તેની અધિકાંશ સેનાને કાપી નાખી હતી. તેના ઘણા તુર્કી યૌદ્ધા કેદ થઈ ગયા હતા અને બાદમાં હિન્દુ બનીને અહીં જ રહી ગયા હતા. ભીમદેવ અને તેમના સાથીઓએ આ બદલો બહુ જ ગોપનીય રીતે અને સૂજબૂજવાળી રણનીતિ દર્શાવીને લીધો હતો. પરંતુ આ વાત ઇતિહાસમાં જણાવાઈ નથી.
 
મહેમૂદ ગઝનીને વિના કારણ હિન્દુઓની આસ્થા પર પ્રહાર કરવાનું, મંદિરો અને મૂર્તિઓ તોડવાનાં અને લૂંટફાટ કરવાનાં ભીષણ પાપોની સજા પણ મળી. ભગવાન સોમનાથ મહાદેવે જ તેને સજા આપી. અંતિમ સમયમાં તે અસાધ્ય રોગોનો શિકાર બની ગયો હતો. તેને અસહનીય કષ્ટ વેઠવું પડતું હતું. પોતાનાં દુષ્કર્મોને યાદ કરીને તેને માનસિક ક્લેશ પણ ભારે હતો. તેનું મૃત્યુ ૩૦ એપ્રિલ ૧૦૩૦ એટલે કે સોમનાથ પરના હુમલાનાં માત્ર પાંચ જ વર્ષમાં થઈ ગયું. એ બતાવે છે કે હિન્દુઓની વીરતા, પોતાનાં પાપોની પીડા અને ભગવાનનો ન્યાય તેને લઈ ડૂબ્યો.
 

Somanath War_1   
 
થોડા મહિના પહેલાં એક કટ્ટર મુસ્લિમે સોમનાથ જઈને પોતાનો વિડિયો શૂટ કર્યો હતો જેમાં તે બોલે છે કે અલહમદુલિલ્લાહ. અમારા પૂર્વજોએ હિન્દુસ્થાન પર વિજય મેળવ્યો. તે કહે છે કે મહેમૂદ ગઝની અને મોહમ્મદ ઇબ્ને કાઝિમે તેના પર વિજય મેળવ્યો હતો. આ દરિયો પાકિસ્તાન સાથે જોડાય છે. આ એ જ સોમનાથ મંદિર છે જે તમે જોઈ રહ્યા છો તેને મહેમૂદ ગઝનીએ છિન્ન-ભિન્ન કર્યું હતું. મુસ્લિમોનો ઇતિહાસ ઘણો ઉજ્જવળ ઇતિહાસ છે. આવા મુસ્લિમો પોતાના હિન્દુ પૂર્વજોને ભૂલીને વિદેશી મુસ્લિમ આક્રાંતાઓનાં આક્રમણોથી ખુશ થાય છે. પણ તેને ખબર નથી કે તે જેનું ગૌરવગાન કરે છે તે ગઝનીનું મહત્ત્વ અફઘાનિસ્તાનમાં પણ ખાસ નથી. મહેમૂદ ગઝની ત્યાંનો નાયક નથી, પણ અહીંના મુસ્લિમો તેને પોતાનો નાયક માને છે! તેની જીત પર ખુશ થાય છે. તેમને સાચો ઇતિહાસ ખબર નથી એટલે આવો ખોટો ગર્વ કરે છે.
 
થોડા મહિના પહેલાં એક કટ્ટર મુસ્લિમે સોમનાથ જઈને પોતાનો વિડિયો શૂટ કર્યો હતો જેમાં તે બોલે છે કે અલહમદુલિલ્લાહ. અમારા પૂર્વજોએ હિન્દુસ્થાન પર વિજય મેળવ્યો. તે કહે છે કે મહેમૂદ ગઝની અને મોહમ્મદ ઇબ્ને કાઝિમે તેના પર વિજય મેળવ્યો હતો. આ દરિયો પાકિસ્તાન સાથે જોડાય છે. આ એ જ સોમનાથ મંદિર છે જે તમે જોઈ રહ્યા છો તેને મહેમૂદ ગઝનીએ છિન્ન-ભિન્ન કર્યું હતું. મુસ્લિમોનો ઇતિહાસ ઘણો ઉજ્જવળ ઇતિહાસ છે. આવા મુસ્લિમો પોતાના હિન્દુ પૂર્વજોને ભૂલીને વિદેશી મુસ્લિમ આક્રાંતાઓનાં આક્રમણોથી ખુશ થાય છે. પણ તેને ખબર નથી કે તે જેનું ગૌરવગાન કરે છે તે ગઝનીનું મહત્ત્વ અફઘાનિ-સ્તાનમાં પણ ખાસ નથી. મહેમૂદ ગઝની ત્યાંનો નાયક નથી, પણ અહીંના મુસ્લિમો તેને પોતાનો નાયક માને છે! તેની જીત પર ખુશ થાય છે. તેમને સાચો ઇતિહાસ ખબર નથી એટલે આવો ખોટો ગર્વ કરે છે.
 
ચૌદમી સદીમાં એટલે કે ગઝનીના આક્રમણનાં ત્રણસો વર્ષ પછી દિલ્લીમાં મોહમ્મદ તુગલકનું શાસન હતું તે વખતે પણ સોમનાથ પર હુમલાનો પ્રયાસ થયો હતો. તુગલકે જૂનાગઢમાં પોતાના સૂબા સમસુદ્દીનનો પરાજય થતાં ઝફરખાનને સૂબો નીમેલો. ઝફરખાન મૂર્તિપૂજાનો કટ્ટર વિરોધી હતો. તેની નજર સોમનાથ મંદિર ઉપર હતી, કારણ કે ભારત ભરના હિન્દુઓનું શ્રદ્ધા કેન્દ્ર સોમનાથ હતું.
 
આ દરમિયાન શિવરાત્રિનો મેળો ભરાયો. રસૂલખાન અને તેના માણસો મારઝૂડ કરીને માંડ્યા માણસોને વિખેરવા. આથી વાત વણસી ગઈ અને લોકો ઉશ્કેરાઈ ગયા અને રસૂલખાનને તેના કુટુંબ અને માણસોની સાથે જ મારી નાંખ્યો. આ ખબર ઝફરખાનને મળતાં તે કાળઝાળ થઈ ઊઠયો અને સોરઠને દળી નાખવા તેના હાથ સળવળી ઊઠ્યા.
 
ઝફરખાને સોરઠ અને સોમનાથ પર આક્રમણ કરવાનું નક્કી કર્યું. સોમનાથ ઉપર આક્રમણ થાય તે પહેલાં સૌરાષ્ટ્રના ગઢાળીથી અરજણજીએ માણસુર નામના ગઢવીને હમીરજીને ગોતીને પરત અરઠીલા લાવવા મોકલ્યા. આ હમીરજી કોણ હતા? અમરેલી જિલ્લાના અરઠીલાના હમીરજી ગોહિલ હતા. તેઓ અરઠીલાના ભીમજી ગોહિલના ત્રણ કુંવરો પૈકીના એક હતા. તેમને તેમના ભાઈ અરજણજી સાથે મનદુખ થતાં તેઓ મારવાડ ચાલ્યા ગયા હતા.
 
ગઢવીને રાજસ્થાનના મારવાડમાં હમીરજીનો ભેટો થયો. ઘરેથી તમારા ગયા પછી અરજણજી વિરહમાં ખૂબ જ દુ:ખી છે. ગઢવીની વાત સાંભળીને હમીરજી હલી ગયા. હમીરજીએ પોતાની સાથે રહેલ ૨૦૦ જેટલા રાજપૂત ને ઘોડાઓની સાથે ગઢાળીનો મારગ પકડ્યો.
 
ઘરે આવ્યા પછી જમતી વખતે ભાભીનાં મેણાથી એમને ઝફરખાનની સોમનાથ પર ચડાઈની ખબર પડી અને તેઓ બોલ્યા : ભગવાન સોમનાથ પર કોઈ નજર કરતું હોય અને હું રાજપૂતનો દીકરો ઊઠીને ત્યાં જો પાણીનો કળશિયો ભરીને ઊભો ના રહું તો તો મારી જનેતા લાજે.
 
બસ્સો જેટલા મરજીવા સાગરીતો સાથે હમીરજીએ સોમનાથનો મારગ લીધો. હમીરજીએ મોતને માંડવડે પોંખવાનો નિર્ણય લીધો અને ચાલી નીકળ્યા સોમૈયાની સખાતે.
 
સૂબાની ફોજ સોરઠના સીમાડા દબાવતી ચાલી આવે છે. તેમની સેનાને રોકનારું કોઈ નહોતું. આ બાજુ હમીરજી, વેગડાજી ભીલ અને બીજા શૂરવીરો સોમનાથના પ્રાંગણમાં વાટ જોઈ રહ્યા છે. વિજયના કેફમાં મદમસ્ત બનેલો ઝફરખાન બરાબર પ્રભાસના પાદરમાં આવી પહોંચ્યો. વેગડાજીના ભીલોનાં તાતાં તીરોએ બાદશાહી ફોજનાં સામૈયા કર્યાં. બળૂકા હાથમાંથી છૂટેલાં બાણે મુસ્લિમ સેનાને ત્રાહિમામ્ પોકારાવી દીધી. પછી ઝફરખાને તોપો ચલાવી એમાં વેગડાજી વીરગતિ પામ્યા.
બીજા દિવસે સવારથી જ હમીરજી અને સૈનિકોએ ઘોડાઓ ઉપર સવાર થઈ ને દુશ્મનોના હાથીને ભાલા ઘોંકીને ત્રાહિમામ્ પોકારાવી દીધા, જેથી ઝફરખાનનું સૈન્ય હચમચી ગયું. ઝફરખાને અંદર પ્રવેશવા માટે ગઢના પાયામાં સુરંગ ખોદાવી હતી. તેમાં હમીરજીએ પાણી રેડાવીને નકામી બનાવી દીધી હતી. આમ યુદ્ધને લગાતાર દસ દિવસ પૂરા થઈ ગયા હતા.
 

Somanath War_1   
 
હમીરજી પાસે હવે તો અમુક ચુનંદા શૂરવીરો જ બચ્યા હતા. દસમા દિવસની સવારમાં જેવાં સુરજનારાયણનું આગમન થયું કે ગઢના દરવાજા ખૂલ્યાને હમીરજી અને સાથી યૌદ્ધાઓ ઝફરખાનની સેના પર ત્રાટક્યા. હમીરજી અને સાથીઓએ કાળો કેર વર્તાવી દીધો. દુશ્મનોના સૈન્યને અડધા ગાઉ જેટલુ પાછું ઠેલી દીધું.
 
સાંજ પડતાં હમીરજી અને એક બે યૌદ્ધા જ બચ્યા હતા અને લડી રહ્યા હતા. હમીરજીનું આખું શરીર ક્ષતવિક્ષત હતું, પણ દુશ્મનોને મચક આપતા નહોતા. ઝફરખાને સૈનિકોને ઇશારો કર્યો અને હમીરજીને કુંડાળામા ઘેરી લેવામાં આવ્યા અને તેમના માથે એકસામટી દસ તલવાર પડી. શિવલિંગનું રક્ષણ કરતો એ અંતિમ યૌદ્ધો પણ ઢળી પડ્યો અને સોમનાથનું મંદિર ભાંગ્યું. આમ આ યુદ્ધમાં સાંજ પડી, હમીરજી પડ્યા અને સોમનાથ પણ પડ્યું.
 
સોમનાથ મંદિરની બહાર વેગડાજીની અને મંદિરના મેદાનમાં બરોબર શિવલીંગની સામે જ હમીરજી ગોહિલની દેરીઓ આવેલી છે. આવા પ્રતાપી વ્યક્તિત્વની યાદ અને શૌર્યનો ઊજળો ઇતિહાસ આલેખતો તેમનો પાળિયો સોમનાથમાં પૂજાય છે.
 
- ક્રિષ્ના પંડ્યા