હતાશા (ડિપ્રેશન)માં સૌથી મોટી મદદ સૂર્ય પ્રકાશ કરી શકે

    17-Aug-2021
કુલ દૃશ્યો |

sun_1  H x W: 0
 
 
આધુનિક સમયકાળ દોડવાનો, સ્પર્ધાનો, સ્વાર્થનો, અપેક્ષાનો કાળ છે. એટલે જ આ એવો સમયકાળ છે જ્યારે વ્યક્તિઓ ઝડપથી હતાશામાં આવી જાય છે. ભારતીય સંસ્કૃતિ પાસે હતાશાનું નિદાન છે. આપણાં શાસ્ત્રો કહે છે કે સૂર્ય આપણો પ્રત્યક્ષ દેવ છે.
 
આ દેવ આપણી બુદ્ધિને શુદ્ધ કરે છે. ઘણી વાર વ્યક્તિની બુદ્ધિ બેહોશ થઈ જાય છે. માણસ નબળો કે ખરાબ થાય છે કારણ કે તેની બુદ્ધિ ખરાબ કે નબળી થાય છે. બેહોશી તર્કનો નાશ કરે છે. બેહોશી મનનનો નાશ કરે છે. બેહોશી વિચારનો નાશ કરે છે.
 
જો બુદ્ધિ પુનઃ જાગૃત થાય, બેઠી થાય તો વ્યક્તિ જેવી હતી તેવી, ચેતનવંતી થઈ જાય. કઠોપનિષદમાં બુદ્ધિને સારથિ કહી છે. જો સારથિ જ બેહોશ થઈ જાય તો જીવન ડામોડોળ થઈ જાય.
 
બુદ્ધિને શુદ્ધ કરનારો દેવ છેઃ સૂર્ય નારાયણ.
 
બુદ્ધિને જાગ્રત કરનારો દેવ છેઃ સૂર્ય નારાયણ.
 
સૂર્ય નારાયણ પ્રત્યક્ષ દેવ છે.
 
ઉપનિષદમાં લખાયું છે કે મારી આંખમાં પણ એ સૂર્ય છે અને મારામાં પણ એ સૂર્ય છે.
 
માણસની ચેતનાનો વાહક છે સૂર્ય.
 
તેથી જ વ્યક્તિએ પોતાની બેહોશ થઈ ગયેલી બુદ્ધિને હોશમાં લાવવા, તેના સાવ સાચા ડોકટર સૂર્ય નારાયણ પાસે જવું જોઈએ. જે વ્યક્તિ સતત સૂર્ય પ્રકાશમાં રહે છે તેની બુદ્ધિ પણ હેમખેમ રહે છે. તે ભાગ્યે જ બેહોશ થાય છે. સૂર્ય નારાયણ મૂર્છિત ચેતનાને પુનઃ ચેતનવંતી કરી શકે છે.
મનો ચિકિત્સકની સારવાર લેવાનો સહેજે નિષેધ નથી, પણ સાચું નિદાન અને સારવાર તો સૂર્ય પાસે જ છે તેમાં કોઈ શંકા નથી. બન્નેનો સમન્વય પણ ઉત્તમ પરિણામ આપી શકે.
 
સંપાદનઃ રમેશ તન્ના