અંગ્રેજો ભારતમાંથી કેમ ભાગ્યા ? મુંબઈનું નૌસેના આંદોલન યાદ કરો!

    25-Aug-2021
કુલ દૃશ્યો |

End of the British Empire
 
 
બીજા વિશ્વયુદ્ધ પછીની પરિસ્થિતિ બધાને માટે કઠિન હતી. બ્રિટનના તત્કાલીન પ્રધાનમંત્રી વિન્સ્ટન ચર્ચિલ ભારતને સ્વતંત્રતા આપવાના પક્ષમાં નહોતા. તેઓ પોતાની યુવાવસ્થામાં ભારતમાં રહી ચૂક્યા હતા. બ્રિટિશ સેનામાં સેકંડ લેફટેનન્ટ તરીકે તેઓ મુંબઇ, બેંગલોર, કોલકતા, હૈદરાબાદ વગેરે સ્થાનો પર નિયુક્ત હતા. નોર્થ વેસ્ટ ફ્રન્ટરીયર પ્રોવિંસમાં તેઓ અફઘાન પઠાણો સામે યુદ્ધ પણ લડી ચૂક્યા હતા.
 
1896 અને 1897નાં બે વર્ષ તેમણે ભારતમાં વિતાવ્યા. ભારતની સમૃદ્ધિ, અહીંના રાજા રજવાડા, અ હીના લોકોનો સ્વભાવ ..વગેરે બધું તેમણે જોયું હતું. આ બધું જોઈને તેમને લાગતું હતું કે અંગ્રેજો ભારત પર શાસન કરવા માટે જ જન્મ્યાછે. એટલા માટે બીજા વિશ્વયુદ્ધ વખતે ભારતીયોનો સહકાર પ્રાપ્તકરવા માટે વિન્સ્ટન ચર્ચિલ તરફથી સર સ્ટેફર્ડ ક્રિપસને ભારત મોકલવામાં આવ્યા. આ ક્રિપ્સ મિશને ભારતીય નેતાઓને એવુંઆશ્વાસન આપ્યું કે યુદ્ધ પૂરું થતાં જ ભારતને સીમિત સ્વાતંત્ર્ય આપવામાં આવશે.
 
આવું આશ્વાસન આપ્યા પછી પણ ચર્ચિલ ભારત પરથી અંગ્રેજી સત્તા છોડવા ઇચ્છતા નહોતા. પરંતુ 1945ની 26 જુલાઈએ બ્રિટનમાં સામાન્ય ચૂંટણીઓ થઈ અને તેમાં ચર્ચિલનો પક્ષ પરાજિત થયો. ક્લેમેન્ટ ઈટાલીના નેતૃત્વમાંલેબર પાર્ટી ચૂંટણીઓ જીતી ગઈ.
 
લેબર પાર્ટીએ પણ ચૂંટણી જીત્યા પછી ભારતને સ્વાતંત્ર્ય આપવાની જાહેરાત ન કરી. પરંતુ 26 જુલાઈ 1945 અને 18 જુલાઈ 1947(જ્યારે સ્વતંત્ર ભારતનાં બિલને બ્રિટનની સંસદ અને રાજપરિવારે સ્વીકૃતિ આપી)આ બે વર્ષ દરમિયાન બે મોટી ઘટનાઓ ઘટી, જેને કારણે અંગ્રેજોને આ નિર્ણય લેવાં માટે બાધ્ય થવું પડ્યું. 
 
એમાંથી પહેલી ઘટના હતી, 1946ની શરૂઆતમાંથયેલો ' 'શાહી વાયુસેનામાં' 'બળવો.'
 
જાન્યુઆરી 1946માં 'રોયલ રેરફોર્સ' જે આર એ એફ નામે ઓળખાતો હતો તેના જવાનોએ અસંતોષની કારણે જે આંદોલન છેડયું તેમાં તેમાં વાયુસેનાના 60 અડ્ડા(એર સ્ટેશન્સ)માં કાર્યરત 50,000 જવાનો જોડાયેલા હતા.
 
આ આંદોલનની શરૂઆત થઈબ્રહ્મારૌલી, અલાહાબાદ(પ્રયાગ)થી. આંદોલન(હડતાલ)નાઆ સમાચાર મળતા જ કરાચીના મૌરીપૂર એર સ્ટેશનના 2100 વાયુસૈનિકો અને કોલકતા નાં ડમડમ હવાઈ મથકથી 1200 જવાનો આ આંદોલન સાથે જોડાઈ ગયા. તે પછી આ આંદોલન વાયુસેનાનાં અન્ય મથકો પર અર્થાત કાનપુર. પાલમ(દિલ્હી), વિશાખાપટ્ટનમ, પુણે, લાહોર વગેરે સ્થાનો પર ફેલાતું ગયું. કેટલાક સ્થાનો પર આ આંદોલન કલાકોમાં જ શમી ગયું, તો અલાહાબાદ, કોલકતા વગેરે સ્થાનો પર તેને સમાપ્ત થતાં ચાર દિવસ લાગ્યા.
 

End of the British Empire 
 
બીજી ઘટના હતી ફેબ્રુવારી 1946નો 'નૌસેના વિદ્રોહ' !
 
 
ઘટના ઘટતાં પહેલાના ઘણા દિવસથી ભારતીય નૌસેનામાં અજંપો હતો. તેનાં અનેક કારણ હતાં. વિશ્વયુદ્ધ પૂરું થયું હતું. બ્રિટનની સ્થિતિ પણ ઘણી કથળી ગઈ હતી. આર્થિક વ્યવસ્થા ડામાડોળ થઈ ગઈ હતી. તેથી આપણી નોકરી પણ રહેશે કે નહીં તેની શંકા સૈનિકોનાં મનમાં ઉભી થવી સ્વાભાવિક જ હતું.
 
આ વાતો અધિકારીઓ સુધી પહોંચી પણ હતી.પરંતુ બ્રિટિશ સરકાર કે.નૌસેના તરફથી કોઈ સ્પષ્ટ દિશાદર્શન મળતું નહોતું. કે કોઈ ટિપ્પણી પણ થઈ નહોતી.નૌસૈનિકોનાં વેતનમાં અસમાનતા, સુવિધાઓમાં અભાવ વગેરે કારણો પણ હતાં. પરંતુ એ બધા કરતાં મોટું કારણ હતું દિલ્હીના લાલ કિલ્લામાં આઝાદ હિન્દ ફોજના અધિકારીઓ પર ચાલી રહેલુ કોર્ટ માર્શલ.
આ પહેલાં પણ બ્રિટિશ સેનાએ આઝાદ હિન્દ સેનાના આદુઈકારીઓને મૃત્યુદંડ આપ્યો હતો. 'ભારતીય સૈનિકોની સહાનુભૂતિ આઝાદ હિન્દ સેનાના સેનાનીઓ તરફ હતી. 
 
આ બધી જ વાતોનો વિસ્ફોટ થયો 1946ની 18 જાન્યુઆરીએ. મુંબઈની 'ગોદીમાં' જ્યારે કિનારે ઉભેલી એચએમઆઈએસ(હિઝ મેજેસટીઝ ઇન્ડિયનશિપ)'તલવાર'ના નૌસૈનિકોએ હલકા સ્તરનાભોજન અને જાતિગત ભેદભાવનાવિરોધમાં આંદોલન છેડી દીધું
 
તે વખતે નૌસેનાનાં 22 જહાજો મુંબઇ બૅંડર પર ઊભાં હતાં. તે બધા જ જહાજો પર આ સમાચાર પહોંચ્યા અને તે બધાં જ જહાજો પર આંદોલનનો શંખનાદ થયો. બ્રિટિશ અધિકારીઓને તેમની બેરેકસમાં જ પૂરી દેવામાં આવ્યા. અને નેતાજી સુભાષ બોઝનું મોટું ચિત્ર લઇ આ નૌસૈનિકોએ હજારોની સંખ્યામાં એક 'કેન્દ્રીય નૌસેના આંદોલન સમિતિ' બનાવી અને આ આંદોલનનીજ્વાળાઓ ચારે બાજુ પ્રસરવા લાગી.
 
વરિષ્ટ પેટી ઓફિસર મદનસિંહ અને વરિષ્ઠ સિગ્નલમેન એમ એસ ખાન સર્વાનુમતે આ આંદોલનના નેતા નિમાયા.બીજા દિવસે 19 ફેબ્રુઆરીએ આ નૌસૈનિકોનાં ટેકામાં મુંબઇ બંધ રહ્યું. કરાંચી અને મદ્રાસના નૌસૈનિકોએ પણ આંદોલનમાં જોડાવાની જાહેરાત કરી, 'કેન્દ્રીય નૌસેના આંદોલન સમિતિ' દ્વારા એક માગણીપત્ર પ્રસારિત કરવામાં આવ્યું, જેની મુખ્ય માગણીઓ હતી,
 
1. ઇન્ડિયન નેશનલ આર્મી(INA)ના તથા અન્ય રાજનૈતિક કેદીઓને મુક્ત કરવામાં આવે.
2. ઇન્ડિનેશિયાથી ભારતીય સૈનિકોને ખસેડવામાં આવે
3. અધિકારી પદો પર માત્ર ભારતીયઅધિકારીઓ જ રહે. અંગ્રેજ નહીં.
 
નૌસૈનિકોનું આ આંદોલન જયાં જયાં ભારતીય સૈનિકો નિયુક્ત હતા એ બધી જ બ્રિટિશ વ્યવસ્થાઓમાં પ્રસરવા લાગ્યું.એડન અને બહેરીન ના ભારતીય નૌસૈનિકોએ પણ આંદોલનની જાહેરાત કરી. HMIS તલવાર પર ઉપલબ્ધ દૂરસંચાર ઉપકરણોની મદદથી આંદોલનનો આ સંદેશ બધા જ નૌસૈનિક મથકો પર અને જહાજો પર પહોંચાડવામાં આવી રહ્યો હતો.
HMIS તલવારના કમાન્ડર એફ. એમ. કિંગે આઆંદોલનકર્તા સૈનિકોને 'સન્સ ઓફ કુલીઝ એન્ડ બીચેઝ' કહગુ. જેણે આ આંદોલનની આગમાં ઘી હોમવાનું કાર્ય કર્યું. લગભગ વીસ હજાર નૌસૈનિકો કરાચી, મદ્રાસ, કોલકતા, મંડપમ, વિશાખાપટ્ટનં, આંદામાન-નિકોબાર વગેરે સ્થાનો પરથી આંદોલન સાથે જોડાયા.
 
આંદોલન શરૂ થયાના બીજે જ દિવસે અર્થાત 19 ફેબ્રુવારીએ કરાચીમાં પણઆંદોલનની જ્વાળાઓ ભભૂકી ઉઠી. કરાચી બંદર પર , મનોરા દ્વીપ પર, "HMIS હિન્દુસ્થાન' ઊભી હતી. આંદોલનકર્તાઓએ તેને કબજે કરી લીધું. પછી પાસે જ ઉભેલા hMIS બહાદૂર જહાજ પણ કબજે કરી લીધું. આ જહાજો પરથી અંગ્રેજ અધિકારીઓને ઉતારી મૂક્યા પછી આ નૌસૈનિકો મનોરાની સડકો પર અંગ્રેજ વિરોધી નારા લગાવતા ફરવા લાગ્યા. મનોરાના સ્થાનિક નિવાસીઓ પણ મોટી સંખ્યામાં આ સરઘસ સાથે જોડાઈ ગયા.
 
ત્યાંના અંગ્રેજ આર્મી કમાન્ડરે બ્લૂચ સૈનિકોની એક ટુકડીને આ કહેવાતા 'બળવા'ને દબાવી દેવા મેદાનમાં ઉતારી, પણ બલૂચ સૈનિકોએ ગોળી ચલાવવાની ના પાડી દીધી. તે પછી અંગ્રેજોના વિશ્વાસપાત્ર ગુરખા સૈનિકોને આ બળવાખોરો સામે ઉતારવામાં આવ્યા પરંતુ તે ગુરખા સૈનિકોએ પણ ફાયરિંગની ના પાડી દીધી.
 
છેવટે સંપૂર્ણ બ્રિટિશ સૈનિકોને મેદાનમાં ઉતારવામાં આવ્યા. તેમણે આ આંદોલનકારીઓને ઘેરી લઈને અત્યંત કૃતતાથી ગોળી ચલાવી. જવાબમાં આંદોલકોએ પણ ગોલી ચલાવી. આ યુદ્ધ લગભગ ચાર કલાક ચાલ્યું. છ સૈનિકોનાં મૃત્યુ થયાં અને ત્રીસ ઘાયલ થયા. આ સમાચાર કરાચીમાં વાયુવેગે ફેલાયા. તરત જ શ્રમિક સંગઠનોએ 'બંધ' જાહેર કર્યો. કરાચી શહેર ઠપ્પ થઈ ગયું. શહેરની ઇદગાહમાં 35,000 કરતાં પણ વધુ લોકો એકત્ર થયા અને અંગ્રેજવીરોધી નારા પોકારવા લાગ્યા..
આના પહેલા પણ 1945માં કોલકતામાં નૌસેનાનાં સૈનિકોમાં અસંતોષ પ્રસર્યો હતો. અને તેનું કારણ હતું નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે જનારા સૈનિકો પર ચલાવાયેલું કોર્ટ માર્શલ. મુંબઈ
 
આંદોલનના થોડા સમય પહેલા કોલકતામાં જ રશીદ અલીને અપાયેલા મૃત્યુદંડને લીધે નૌસૈનિકોમાં અજંપો હતો. જે મુંબઇ આંદોલન સ્વરૂપે બહાર આવ્યો હતો.
 
આ સૈનિકોને રેટિંગ્સ (ratings) કહેવાતા હતા. આંદોલનના બીજા અને ત્રીજા દિવસે આ સૈનિકો લોરીઓમાં બેસીને ફરતા હતા. રસ્તામાં મળેલા કોઈ પણ અંગ્રેજને પકડવાનો પણ પ્રયાસ થયો. 19 અને 20 ફેબ્રુવારીએ મુંબઈ. કૉલકતા અને કરાચી સંપૂર્ણ બંધ હતાં. બધું જ બંધ હતું. આખા દેશમાં અનેક શહેરોમાં વિદ્યાર્થીઓએઆ નૌસૈનિકોનાં સમર્થનમાં શાળાઓનો બહિષ્કાર કર્યો. 
 
કિનારે ઊભેલાં કુલ 78 જહાજો, નૌસેનાનાં 20 મોટાં મથકો,(નૌસૈનિક અડ્ડા) અને લગભગ 20 હજાર નૌસૈનિકો આ આંદોલનમાં સહભાગી હતા.
 
22 ફેબ્રુવારીએ મુંબઈમાં આ આ આંદોલન પોતાની ચરમ સીમાએ પહોંચ્યું. મુંબઈનો કામદાર વર્ગ, આ સૈનિકોના ટેકામાં આગળ આવ્યો. ફરી મુંબઇ બંધ થયું. બધા જ દૈનિક વ્યવહારો ઠપ્પ થયા. લોકલ ટ્રેનોને આગ ચાંપવામાં આવી.
જ્યારે બ્રિટિશ સેનાએ વાયુસેનાને મુંબઇ મોકલવાનો વિચાર કર્યો ત્યારે અનેક સૈનિકોએ ના પાડી દીધી. પછી આર્મીની એક બટાલિયનને મુંબઈમાં ઉતારવામાં આવી. ત્રણ દિવસ સુધી મુંબઈમાં આંદોલનની આ આગ ફેલાતી રહી. અંગ્રેજી શાસને આ આંદોલનકર્તાઓ સાથે વાત કરવા માટે વલ્લભભાઈ પટેલ અને જિન્નાનેવિનંતી કરી. આ બંનેએ આપેલા વચનને આધારે 23 ફેબ્રુવારી 1946ને દિવસે આ નૌસૈનિકોએ આત્મસમર્પણ કર્યું અને 18 ફેબ્રુવારીથી શરૂ થયેલું આંદોલન શાંત થયું.
 
કોંગ્રેસ અને મુસ્લિમ લિગે આ આંદોલનનો વિરોધ કર્યો હતો.
 
આ આંદોલનમાં અગિયાર નૌસૈનિકો અને એક અફસર મરાયા હતા. સો કરતાં વધુ નૌસૈનિકો અને બ્રિટિશ સોલ્જર્સ ઘવાયા હતા.
 
આ આંદોલન અટક્યા પછી બ્રિટિશ અધિકારીઓએ આ આંદોલનકર્તા સૈનિકો પરકડકાઇથી કોર્ટમાર્શલની કાર્યવાહી કરી. 476 સૈનિકોનાં પગાર અને પેંશન રદ કરાયા. દુર્ભાગ્યે દોઢ વર્ષ પછી જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે પણ આ નિલંબિત સૈનિકોને ભારતીય નૌસેનામાં પાછા ન લેવાયા. તેમનો અપરાધ એટલો જ હતો કે આંદોલન કરતી વખતે તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝ નાં ચિત્રો લહેરાવ્યા હતા.
 
 
- પ્રશાંત પોળ
 
 (ક્રમશ)